Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
મુંબઈમાં ઊંચા પગારની નોકરી છોડી, આદિવાસી મહિલાએ સરપંચ બનીને ‘પંચાયત’માં કેવાં સુધાર કર્યાં?
52 મિનિટ પહેલા
આદિવાસી સમુદાયનાં કવિતા 2019માં લગ્ન પછી મહારાષ્ટ્રના ઠાણેના કિસળ-પારગાવમાં આવ્યાં હતાં.
મુંબઈમાં સારા પદની નોકરીના બદલે તેમણે ગામડામાં રહીને માટે કામ કરવાનું પસંદ કર્યું. કવિતા માનતાં હતાં કે પોલિટીકલ સિસ્ટમમાં પ્રવેશીને જ કોઈ પરિવર્તન લાવી શકાય છે.
આથી તેઓ 2022માં ગ્રામપંચાયતની ચૂંટણી લડ્યાં ત્યારે તેમની ઉમેદવારી રદ કરાવવાનો પ્રયાસ થયો. આમ છતાં કવિતા ચૂંટણી લડ્યાં અને જીત્યાં.
આ પછી જ્યારે તેમણે ગામમાં મિલ્કતના દસ્તાવેજોમાં મહિલાઓનું નામ લખાવવાનું મહત્ત્વ સમજાવવાની શરૂઆત કરી ત્યારે તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.
કેવી છે રાજનીતિ શાસ્ત્રમાં પીએચડી ડૉ. કવિતાની ‘પંચાયત’ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS