Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
વાવાઝોડું : ગુજરાત પર વાવાઝોડાનો કેટલો ખતરો છે? ક્યારથી તેની અસર વર્તાશે?
29 મિનિટ પહેલા
નૈઋત્યનું ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે પણ તે પહેલાં એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. જે વાવાઝોડામાં પણ પરિણમી શકે છે. શું ગુજરાત પર ખરેખર વાવાઝોડાનું જોખમ છે? કયા વિસ્તારોમાં અને ક્યારથી તેની અસર વર્તાવાની શરૂ થશે?
ભારતમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને એ પહેલાં અરબી સમુદ્રમાં હલચલ વધવાની શરૂઆત થઈ ગઈ છે.
હવામાનનાં કેટલાંક મૉડલ્સ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે.
હાલ સોશિયલ મીડિયા અને કેટલાંક માધ્યમોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને તે ગુજરાત તરફ આવશે તેવી ચર્ચા થઈ રહી છે.
ભારતના દરિયામાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે.
વર્ષ 2023માં પણ અરબી સમુદ્રમાં ચોમાસું શરૂ થયું તે પહેલાં જ ‘બિપરજોય’ નામનું વાવાઝોડું સર્જાયું હતું અને તે કચ્છના દરિયાકિનારે ત્રાટક્યું હતું.
હાલ ચોમાસું આંદામાન અને નિકોબારના ટાપુઓ, બંગાળની ખાડીના દક્ષિણના ભાગો તથા આંદામાન સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને ત્રણથી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણના ભાગો સુધી પહોંચે એવી શક્યતા છે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : જમશેદ અલી

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS