Source : BBC NEWS

મનરેગા, દાહોદ, પંચમહાલ, ભાજપ, કૉંગ્રેસ કૌભાંડ, પોલીસ ફરિયાદ ભ્રષ્ટાચાર, કિરણ ખાબડ, બળવંત ખાબડ, બચુ ખાબડ, મંત્રી, રાજકારણ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Daxesh Shah/Getty Images

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ (મનેરેગા) હેઠળ ગુજરાતના દાહોદ જિલ્લામાં કથિત ગેરરીતિના ખુલાસા બાદ, ગુજરાતની ભાજપ સરકારના મંત્રી બચુભાઇ ખાબડના દિકરાઓ સહિત, પરિવારના પાંચ લોકોની ધરપકડ થઇ છે. આ મુદ્દે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. એક તરફ બચુભાઇ પોતાના પરિવારનો અને પોતાની છબીનો બચાવ કરવામાં લાગી ગયા છે, તો બીજી તરફ વિપક્ષે ઘણા નવા સવાલો ઊભા કરી દીધા છે.

જોકે, આ કૌભાંડની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રની સરકારમાં જળસંશાધન મંત્રી સી. આર. પાટીલે બીબીસી ગુજરાતીને તેમની પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું હતું કે “તેમના પરિવારના સભ્યોની સંડોવણી બહાર આવી છે, તો તેમની સામે પોલીસે પગલાં લીધાં છે, તેનો અર્થ એ નથી કે તેઓ પોતે પણ ગુનામાં સામેલ છે. પોલીસ તપાસમાં જો તેમની કોઇ સંડોવણી આવશે, ત્યારે પાર્ટી તેમના પર વિચારશે.”

જોકે, ગુજરાત સરકાર તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

બીજી બાજુ કૉંગ્રેસે આ મુદ્દે ભાજપ પર પોતાના હુમલા શરૂ કરી દીધા છે.

બુધવારના રોજ ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. અમિત ચાવડા એવા લોકોને મળ્યા જેમણે આ વિશે ફરિયાદો કરી હતી.

જોકે, આ કૌભાંડ એક-બે દિવસમાં બહાર નથી આવ્યું. આ વિશે કૉંગ્રેસ પક્ષનો દાવો છે કે તેણે આ માટે ઘણી રજૂઆતો કરી હતી.

કૉંગ્રેસનો એ પણ દાવો છે કે મનરેગાના આ કથિત કૌભાંડ વિશે તેમના નેતાઓનું જ સૌપ્રથમ ધ્યાન ગયું હતું.

દાહોદ જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “આ વિશે અમને ગામના લોકોએ ફરીયાદ કરી હતી. અલગ-અલગ પોસ્ટ ઑફીસમાં તેમનાં ખાતાં ખુલી ગયાં હતાં, અને ગામમાં કોઇ કામ થતું ન હતું. અમે સ્થળ પર જઈને જાતતપાસ કરી તો ત્રણ ગામોમાં આ પ્રકારની ગેરરીતિ જોવા મળી હતી.”

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ પત્રકારોને જણાવ્યું હતું, “આ તો માત્ર દાહોદ જિલ્લાનાં ત્રણ ગામોની જ વાત છે. જો તટસ્થ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરાય તો દાહોદ અને પંચમહાલ જિલ્લાનાં ઘણાં ગામોમાં આ પ્રકારની ગેરરીતિ સામે આવે તેમ છે.”

તેમણે ભાજપ સરકાર સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે “ભાજપ દાવો કરે છે કે તે ભ્રષ્ટાચાર મુક્ત છે, તો પછી તેઓ પોતાના જ નેતા સામે પગલાં કેમ નથી લેતો?”

શું છે આ કૌભાંડ?

મનરેગા, દાહોદ, પંચમહાલ, ભાજપ, કૉંગ્રેસ કૌભાંડ, પોલીસ ફરિયાદ ભ્રષ્ટાચાર, કિરણ ખાબડ, બળવંત ખાબડ, બચુ ખાબડ, મંત્રી, રાજકારણ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Daxesh Shah/Getty Images

મનરેગા હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિવિધ વિકાસનાં કામો ગામલોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે.

આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેક-ડૅમ બનાવવા, રોડ-રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવાં વેગેરે કામોમાં રોજગારી સ્થાનિક લોકોને આપવામાં આવે છે.

આ યોજના દેશભરના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે તાલુકા કક્ષાએ કામગીરી ચાલતી હોય છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ રૂ. 86000 કરોડ રૂપિયાનું છે. આ નાણાં ગ્રામ્ય વિસ્તારના વિકાસનાં કામો માટે, ગ્રામ્ય વિસ્તારના લોકો કામ કરી શકે તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે અમલમાં મુકવામાં આવે છે.

આ કામો રાજ્યમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી તેમજ સરપંચ કક્ષાએથી કરવામાં આવે છે.

સામાન્ય રીતે દરેક સરકારી કામગીરીની જેમ જ આ યોજનામાં પણ તમામ નીતિ-નિયમો જેમ કે, બિલ રજૂ કરવા, કામ કરીને તેની વિગત સરકારને આપવી, લોકોને પૈસા બૅન્કથી ચુકવવા વેગેરે જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

જો કે દાહોદ ના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાનાં ત્રણ ગામોમાં કથિત રીતે આ નીતિ નિયમોનું પાલન થયું નથી તેવી ફરિયાદો ઉઠી હતી.

આ ફરિયાદની તપાસ માટે પોલીસે એફઆઈઆર પણ નોંધી હતી. જેમાં ગુજરાતની ભાજપ સરકારના પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પર આરોપ છે કે તેમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે. તેમણે સરકારી કામો ન કર્યાં હોવા છતાં ખોટાં બિલો રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી છે.

શું છે પોલીસ ફરીયાદમાં?

મનરેગા, દાહોદ, પંચમહાલ, ભાજપ, કૉંગ્રેસ કૌભાંડ, પોલીસ ફરિયાદ ભ્રષ્ટાચાર, કિરણ ખાબડ, બળવંત ખાબડ, બચુ ખાબડ, મંત્રી, રાજકારણ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, GUJARAT POLICE

આ કથિત કૌભાંડ વિશે 24મી એપ્રિલના રોજ દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.

આ ફરીયાદમાં નોંધાયું હતું કે “દેવગઢ બારીયાનાં કુવા અને રેઢાણા ગામમાં, તેમજ ધાનપુરનાં સીમામોઇ ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, જેમાં કામ કરતી સંસ્થાઓ કે કંપનીઓએ ખોટા બિલો રજૂ કરી, ગામમાં કામ ન કરી, સરકાર સાથે ઉચાપત કરી છે.”

મનરેગા, દાહોદ, પંચમહાલ, ભાજપ, કૉંગ્રેસ કૌભાંડ, પોલીસ ફરિયાદ ભ્રષ્ટાચાર, કિરણ ખાબડ, બળવંત ખાબડ, બચુ ખાબડ, મંત્રી, રાજકારણ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Daxesh Shah

આ ફરિયાદ નોંધાયા બાદ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ તથા અન્ય સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સરકારી અધિકારીઓમાં પણ ખાબડના પરિવારજનો સામેલ છે.

આ ફરિયાદને આધારે તાલુકા વિકાસ અધિકારી રસીક રાઠવા, સરકારી અધિકારી દિલીપ ચૌહાણ, ભૂતપૂર્વ તાલુકા વિકાસ અધિકારી આર. એન. રાઠવા સહિત અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું, “આ તમામ કૌભાંડો કૉંગ્રેસ પક્ષે ઉપજાવી કાઢ્યા છે. જો મારા દીકરા દોષિત હશે તો કોર્ટ તેમને સજા કરશે. આ કૌભાંડ કૉંગ્રેસે એટલા માટે ઊભું કરેલું છે જેથી આ વિકાસનાં કામો અટકી જાય. મારી છબિને નુકસાન જાય અને મારી રાજકીય કારકિર્દી પર અસર થાય.”

કેવી રીતે બહાર આવ્યું આ કૌભાંડ?

મનરેગા, દાહોદ, પંચમહાલ, ભાજપ, કૉંગ્રેસ કૌભાંડ, પોલીસ ફરિયાદ ભ્રષ્ટાચાર, કિરણ ખાબડ, બળવંત ખાબડ, બચુ ખાબડ, મંત્રી, રાજકારણ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

પોલીસમાં થયેલી ફરિયાદ પ્રમાણે 1લી જાન્યુઆરી, 2021 થી 31 ડીસેમ્બર, 2024 દરમિયાન દાહોદ જિલ્લાના કુવા, રેઢાણા અને સીમામોઈ ગામમાં વિવિધ વિકાસનાં કામો માટે સરકારી નાણાંની ચુકવણી થઇ હતી.

ફરિયાદમાં નોંધાયું છે કે “કુવા ગામમાં 25,066 મીટર રોડ બનાવવાનો હતો એમાંથી 15,176 મીટર રોડ બનાવાયો છે અને 9,890 મીટર રોડ બનાવ્યા વગર કાગળ ઉપર રોડ બન્યાનું બતાવી પૈસા ખોટી રીતે અપાયા છે.”

આવી જ રીતે દેવગઢ બારીયાના રેઢાણા ગામમાં એપ્રિલ 2021થી માર્ચ 2024 દરમિયાન વિવિધ 33 કામો કરવા માટે સરકારી પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી હતી. કૂલ 16,832 મીટર રોડ બનાવવાનો હતો તેમાંથી માત્ર 10,091 મીટર રોડ બન્યો છે જ્યારે કે 6,741 મીટર રોડ બન્યો નથી અને તેના પૈસા પણ ચૂકવાઈ ગયા છે.

ફરિયાદમાં એ પણ નોંધાયું છે કે, ધાનપુર તાલુકાની સીમામોઇ ગ્રામ પંચાયતમાં 38 વિવિધ સામુહિક કામો કરવાનાં હતાં. જેમાં 19,200 મીટર રોડ બનાવવાની જરૂર હતી, 15,708 મીટર રોડ જ બનાવેલ છે.

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દાહોદના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે “હજી સુધી આ કેસની તપાસમાં 14 લોકોની ધરપકડ થઇ છે. જેમાં ગેરરીતિ આચરવાના આરોપમાં 10 સરકારી અધિકારીઓ અને અન્ય ચાર લોકો કે જેઓ વિવિધ એજન્સીઓ સાથે જોડાયેલા હતા તેમનો સમાવેશ થાય છે. બચુભાઇ ખાબડના દિકરાઓ કિરણ અને બળવંતની પણ ધરપકડ થઇ છે, અને તેમની તપાસ ચાલી રહી છે, આવનારા દિવસોમાં બીજા લોકોની ધરપકડ થઇ શકે છે.”

કોણ છે બચુ ખાબડ?

મનરેગા, દાહોદ, પંચમહાલ, ભાજપ, કૉંગ્રેસ કૌભાંડ, પોલીસ ફરિયાદ ભ્રષ્ટાચાર, કિરણ ખાબડ, બળવંત ખાબડ, બચુ ખાબડ, મંત્રી, રાજકારણ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Daxesh Shah

બચુ ખાબડનો જન્મ 1955માં દાહોદના ધાનપુર પાસે આવેલા પીપોરા ગામમાં થયો હતો. તેમણે ઓલ્ડ એસએસસીનો અભ્યાસ કર્યો છે. તેઓ સમાજસેવામાં જોડાયા હતા. 15 વર્ષ સુધી ગામમાં સરપંચ રહ્યા.

જ્યારે શંકરસિંહ વાધેલાએ ભાજપ સાથે છેડો ફાડ્યો ત્યારે તેમને ભાજપમાં આગળ પડતું સ્થાન મળ્યું હતું. કેશુભાઈ પટેલની સરકાર વખતે તેઓ દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ બન્યા હતા.

જાણકારોના કહેવા પ્રમાણે 2002થી ભાજપમાં તેમનો કૅરિયર ગ્રાફ ઊંચો આવવો શરૂ થયો હતો.

તેઓ 2002, 2012, 2017 અને 2022માં દેવગઢ બારિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આનંદીબહેન પટેલ તથા વિજય રૂપાણીની સરકારમાં તેઓ મંત્રીપદે રહ્યા હતા. જ્યારે રૂપાણીની સરકાર ગઈ ત્યારે તેમણે પણ મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ ફરી મંત્રી બન્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS