Source : BBC NEWS

બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર, બેનાં મોત, આઠ ઘાયલ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, CBS/WPRI

એક કલાક પહેલા

અમેરિકાના રોડ આઇલૅન્ડ રાજ્યની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયો છે, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘાયલોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે. જોકે, પ્રોવિડેન્સ શહેરના મેયર બ્રેટ સ્માઇલીનું કહેવું છે કે મરણાંક વધી શકે છે.

મળતી માહિતી પ્રમાણે, આ ઘટના સ્થાનિક સમય મુજબ ચાર વાગ્યા અને પાંચ મિનિટ આસપાસ ઘટી હતી.

પોલીસનું કહેવું છે કે હુમલાખોરે કાળાં કપડાં પહેર્યાં હતાં અને આ ઘટના બાદ પગપાળા જ ફરાર થઈ ગયો હતો.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેઓ બે કલાક સુધી પાટલીઓ નીચે છૂપાઈ રહ્યા હતા. બીજી બાજુ, રેસ્ટોરાં બંધ છે, પરંતુ તેઓ ત્યાં આવેલાં લોકો આશરો આપી રહ્યા છે.

પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી, પરંતુ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ સાથે તેનો કોઈ સંબંધ ન હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

બ્રાઉન યુનિવર્સિટીની આસપાસના વિસ્તારના લોકોને ઘરોમાં રહેવા તાકીદ કરવામાં આવી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી.

H1B વિઝા મુદ્દે ટ્રમ્પ સામે કેસ

ટ્રમ્પ સરકાર સામે કેસ, H1B વિઝા મામલે કેસ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images

H1B વિઝા માટે અરજી કરનારી કંપનીઓ ઉપર એક લાખ ડૉલરની ફી લાદવા બદલ અમેરિકાના 19 રાજ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપર કેસ દાખલ કર્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે, ઓરેગનના ડૅન રેફિલ્ડના નેતૃત્વમાં 19 રાજ્યના ઍટર્ની જનરલોના સમૂહે આ કેસ દાખલ કર્યો છે.

તેમનું કહેવું છે કે સંસદની અવગણના કરીને ટ્રમ્પે લીધેલું પગલું ગેરકાયદેસર છે અને શ્રમિકોની તંગી સામે ઝઝૂમી રહેલા કેટલાક ઉદ્યોગસાહસિકોને માટે હાનિકારક છે.

વળી તેમાં ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના મંત્રીને તેના અમલીકરણ માટે વિવેકાધિકાર આપવામાં આવ્યા છે, જે તેના પક્ષપાતપૂર્ણ અમલીકરણ માટે દરવાજા ખોલે છે.

કેસ દાખલ કરનારાઓનું કહેવું છે કે ટ્રમ્પ સરાકરના આ નિર્ણયની વિશેષ અસર સરકારી તથા જાહેરસાહસની સંસ્થાઓ ઉપર પડશે, જેમને સસ્તામાં માનવસંશાધન સુલભ બને છે.

નવી વ્યવસ્થા 21 સપ્ટેમ્બર પછીની અરજીઓ ઉપર લાગુ પડે છે. આ પહેલાં લગભગ 960થી લઈને સાત હજાર 595 ડૉલરનો ખર્ચ થતો.

અમેરિકા દ્વારા દર વર્ષે 65 હજાર લોકોને H1B વિઝા આપવામાં આવે છે, જ્યારે અનુસ્નાતક કે તેથી વધુની લાયકાત ધરાવનારાઓ માટે વધારાના 20 હજાર વિઝા અનામત રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે H1B વિઝા વ્યવસ્થાનો સૌથી વધુ લાભ ભારતીયોને થાય છે. લગભગ 70 ટકાથી વધુ ભારતીય હોય છે, જ્યારે ચીન બીજા ક્રમે છે.

ઈએનબીએ એવૉર્ડ્સમાં બીબીસી ન્યૂઝ હિંદીને પુરસ્કાર

બીબીસી, ઈએનબીએ પુરસ્કાર, જુગલ પુરોહિત, દેબલિન રોય, 'બેસ્ટ ન્યૂઝ કવરેજ હિંદી' માટે સિલ્વર પુરસ્કાર

બીબીસી ન્યૂઝ હિંદીને ઈએનબીએ એવૉર્ડ્સમાં ‘બેસ્ટ ન્યૂઝ કવરેજ હિંદી’ માટે સિલ્વર પુરસ્કાર એનાયત થયો છે.

બેસ્ટ ન્યૂઝ કવરેજ – હિંદીની કૅટેગરીમાં બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત તથા દેબલીન રૉયનો રિપોર્ટ – “ગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશન : હસીનાના પતન બાદ, બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર શું વીતી રહી છે?” ને આ પુરસ્કાર મળ્યો.

આ કાર્યક્રમ તા. 13 ડિસેમ્બર શનિવારના રોજ નવી દિલ્હીની હોટલ ઇરોઝ ખાતે આયોજિત થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS