Home તાજા સમાચાર gujrati વેનેઝુએલામાં ભીષણ ભૂકંપ, હજારો લોકો માર્યા ગયા હોવાની આશંકા

વેનેઝુએલામાં ભીષણ ભૂકંપ, હજારો લોકો માર્યા ગયા હોવાની આશંકા

3
0

Source : BBC NEWS

ભૂકંપ વેનેઝુએલા બીબીસી ગુજરાતી કરાકાસ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં કેટલીક સેકન્ડોના અંતરાલમાં બે મોટા ભૂકંપ આવ્યા હતા. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો, જ્યારે કે બીજો ભૂકંપ 7.5ની તીવ્રતાનો હતો.

આ ભૂકંપને કારણે ઇમારતો તૂટી જવા પામી છે અને લોકો પોતાનાં ઘરોને ખાલી કરીને રસ્તા પર આવી ગયા છે. ગૃહ મંત્રી ડિયોસદાદો કાબેલોએ લોકોને પોતાનાં ઘરો ખાલી કરવાની અપીલ કરી છે.

ભૂકંપને કારણે મોટી જાનહાનિ અને નુકસાનની આશંકા છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, મૃતકોની સંખ્યા દસ હજારથી વધુ હોવાની આશંકા છે.

ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે વેનેઝુએલામાં રાષ્ટ્રીય રજા મનાવાઈ રહી હતી. તેથી ઘણા લોકો પોતાનાં ઘરોમાં જ હતા. ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સાંજે 6.04 વાગ્યે આવ્યો.

ભૂકંપનું કેન્દ્ર કરાકાસના પશ્ચિમમાં સ્થિત મોંટાલબાન ક્ષેત્રમાં હતું.

ભૂકંપ વેનેઝુએલા બીબીસી ગુજરાતી કરાકાસ

ઇમેજ સ્રોત, Getty Images

વેનેઝુએલાનાં ઘણાં રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

વેનેઝુએલાના ગૃહ મંત્રીએ સરકારી ટેલિવિઝન પર વાતચીતમાં જણાવ્યું કે દેશનાં ઘણાં રાજ્યો ભૂકંપને કારણે અસર પામ્યાં છે.

તેમણે વીટીવી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું, “તમામ સંકેતો એ દેખાડે છે કે તેની તીવ્રતા સાથી ઘણી વધારે હતી.”

તેમણે કહ્યું, “તેના આંચકા, ત્રૂજિલો, યારાકુઈ, કારાબોબો, અરાગુઆ, મિરાંડા, કરાકાસ અને લા ગુઆઇરામાં તીવ્રતાથી અનુભવાયા હતા.”

તેમણે જણાવ્યું કે રાજધાની કરાકાસમાં પલોસ ગ્રાંદેસ અને અલ્તામીરા વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત પામ્યા છે.

કોલંબિયા સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

ભૂકંપ વેનેઝુએલા બીબીસી ગુજરાતી કરાકાસ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ના નૉર્થ અમેરિકા સંવાદદાતા વિલ ગ્રાન્ટના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક ઇમારતોમાં તીરાડો પડી ગઈ છે. ઘણી ઇમારતો ગંભીર પ્રકારે અસરગ્રસ્ત થઈ છે અને કેટલીક પડી ગઈ છે.

આફ્ટરશૉક્સના ડરથી હજારો નાગરિકો પોતાનાં ઘરોમાં પરત ફર્યા નથી. ભૂકંપના આંચકા કોલંબિયાની રાજધાની બોગોટા સુધી અનુભવાયા હતા.

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું આકલન ચાલી રહ્યું છે. તેને કારણે નુકસાનની વાસ્તવિક પરિસ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ શકી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS