Home તાજા સમાચાર gujrati સમગ્ર ગુજરાતને આ તારીખે આવરી લેશે ચોમાસું, હવામાન વિભાગે જુલાઈ મહિનામાં વરસાદને...

સમગ્ર ગુજરાતને આ તારીખે આવરી લેશે ચોમાસું, હવામાન વિભાગે જુલાઈ મહિનામાં વરસાદને લઈને કરી આ આગાહી

3
0

Source : BBC NEWS

સમગ્ર ગુજરાતને આ તારીખે આવરી લેશે ચોમાસું, હવામાન વિભાગે જુલાઈ મહિનામાં વરસાદને લઈને કરી આ આગાહી ગુજરાત બીબીસી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વધી રહેલી હલચલને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સમાચાર છે.

વરસાદને લઈને ગુજરાતમાં જૂન મહિનો નિરાશાજનક રહ્યો હતો. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોને વરસાદે વધારે રાહ જોવાડાવવા મજબૂર કર્યા હતા.

24 જૂને ચોમાસું ગુજરાતમાં પહોંચ્યું હતું, ત્યારપછીના કેટલાક દિવસોમાં ચોમાસું ગુજરાતમાં જોઈએ આગળ વધી રહયું ન હતું.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે પરંતુ ત્યાં સુધી પહોંચ્યા બાદ તે નબળું પડી ગયું હતું અને આજથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ આગળ વધતું અટક્યું હતું અને જ્યાં ચોમાસું પહોંચ્યું હતું ત્યાં પણ વરસાદ નોંધાયો ન હતો.

ત્યારે હવે જૂન મહિનો પૂરો થયા બાદ હવે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આ દિવસોમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે.

ત્યારે કઈ તારીખે અને ક્યાં ક્યાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે જાણીએ આ અહેવાલમાં.

હાલ ચોમાસું ક્યાંથી પસાર થઈ રહ્યું છે?

ગુજરાત હવામાન, વરસાદ, ચોમાસું, વેધર, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, imd

હાલ ચોમાસાની ઉત્તરીય સીમા સુરત, ઇન્દોર, માંડલા, ડાલ્ટનગંજ, મોતિહારી પરથી પસાર થઈ રહી છે.

આગામી બે દિવસ દરમિયાન ચોમાસું ગુજરાત, મધ્ય પ્રદેશના અમુક ભાગો, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે.

ત્યારબાદના બેથી ત્રણ દિવસમાં ચોમાસું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગો, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના અમુક ભાગો અને ગુજરાતના બાકીના ભાગોમાં ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થતિઓ છે.

બે જુલાઈ આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતાઓ પણ છે.

ક્યારે સમગ્ર ગુજરાત આવરી લેશે વરસાદ, ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

ગુજરાત હવામાન, વરસાદ, ચોમાસું, વેધર, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, imd

આજે 30 જૂનની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ આવી શકે છે.

તે ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં થોડાં સ્થળો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

તે સાથે જ આજે અને કાલે એટલે કે આવનાર બે દિવસ દરમિયાન મધ્યમ કક્ષાનું વાવાઝોડું પણ આવી શકે છે.

ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાઓમાં તેમજ દીવમાં વીજળી અને 40થી 50 કિમી પ્રતિ કલાકનું વાવાઝોડું આવે તેવી પણ ભારે શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, એક જુલાઇથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બે જૂલાઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમદાવાદ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરનાં છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.

તે સાથે જ આ દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની ભારે સંભાવના છે.

ત્યારે હવામાન વિભાગે ત્રણ જુલાઇએ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

ત્રણ જૂલાઈને લઈને પણ હવામન વિભાગે કહ્યું છે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પ્રબળ શક્યતા છે.

ચાર અને પાંચ જુલાઇના દિવસે પણ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો?

ગુજરાત હવામાન, વરસાદ, ચોમાસું, વેધર, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, nirav kansara/bbc

છેલ્લા 24 કલાકના ગુજરાતના વરસાદના આંકડાઓ તરફ નજર કરીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના જેસર અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં 16 મીમી (0.63 ઇંચ) જેટલો નોંધાયો છે.

ત્યારબાદ, અમરેલીના ખાંભા અને બોટાદના રાણપુર તાલુકામાં 3 મીમી (0.12 ઇંચ) તેમજ ડાંગના ડાંગ-આહવા તાલુકામાં 2 મીમી વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકના તાપમાન તરફ નજર કરીએ તો ગુજરાતમાં સૌથી મહત્તમ તાપમાન આણંદના વી.વી. નગર ખાતે 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સાથે જ ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS