Source : BBC NEWS
ગુજરાતના આ જિલ્લાઓમાં હવે વરસાદનું પ્રમાણ વધશે, નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?
પ્રકાશિત
ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદી માહોલ ફરી બનવાની અને કેટલાક જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
7થી 10 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધી શકે છે.
15 ઑગસ્ટ સુધી રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ કે સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની શક્યતા દેખાતી નથી.
હાલ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
રાજ્યના આશરે 12 જિલ્લાઓમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને પૂર્વ ગુજરાતમાં હજુ પણ પૂરતો વરસાદ થયો નથી અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




