Source : BBC NEWS
ગુજરાતમાં હવે વધશે વરસાદનું જોર, શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને 8થી 10 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધશે.
9 અને 10 તારીખે ગુજરાત રીજન અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
વાવણી કરનાર ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક બની શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
SOURCE : BBC NEWS




