Home તાજા સમાચાર gujrati ભારતીયો માટે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા કેમ મુશ્કેલ બન્યા?

ભારતીયો માટે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા કેમ મુશ્કેલ બન્યા?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી યુએસ અમેરિકા સ્ટુડન્ટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓ એચ-1બી

ઇમેજ સ્રોત, Getty Images

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા ફેવરિટ દેશ છે, પરંતુ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા વધુ ને વધુ મુશ્કેલ બનતા જાય છે.

વર્ષ 2025માં ભારતીયોને ઇશ્યૂ કરાયેલા અમેરિકન સ્ટુડન્ટ વિઝામાં આગલા વર્ષની સરખામણીએ 62 ટકાનો મોટો ઘટાડો થયો હતો, એવું સેન્ટર ફૉર ઇમિગ્રેશન સ્ટડીઝ (સીઆઇએસ)નો અહેવાલ જણાવે છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો માટે કોઈ ને કોઈ મુશ્કેલી પેદા થતી રહી છે.

ટ્રમ્પે અમેરિકાના અગાઉ H-1B વિઝા માટેની ફી પણ વધારીને એક લાખ ડૉલર કરી હતી, જે નિર્ણય કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન સ્ટુડન્ટ વિઝા મંજૂર કરવામાં પણ અમેરિકાએ ચુસ્ત વલણ અપનાવ્યું છે. ભારત ઉપરાંત ચીનના સ્ટુડન્ટ્સ માટે પણ અમેરિકાના વિઝામાં 34 ટકાનો ઘટાડો થયો છે.

ચર્ચાસ્પદ રિપોર્ટ શું કહે છે?

બીબીસી ગુજરાતી યુએસ અમેરિકા સ્ટુડન્ટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓ એચ-1બી

ઇમેજ સ્રોત, Getty Images

સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ (સીઆઈએસ)એ આંકડા ટાંકીને કહ્યું છે કે, અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે 2025માં ભારતીયોને 22,149 સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કર્યા હતા, જ્યારે 2024માં 58,694 સ્ટુડન્ટ વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા.

વર્ષ 2024માં ચીનના વિદ્યાર્થીઓને 61,075 સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ થયા હતા, જ્યારે 2025માં આ સંખ્યા ઘટીને 40,034 થઈ ગઈ હતી.

CISનો રિપોર્ટ કહે છે કે 2024ની તુલનામાં 2025માં ભારતીય અને ચાઇનીઝ વિદ્યાર્થીઓ માટે અમેરિકન વિઝામાં મોટો ઘટાડો થયો છે.

તે મુજબ 2024-25ના શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં કુલ 11.77 લાખ પોસ્ટ-સેકન્ડરી લેવલના વિદેશી વિદ્યાર્થીઓ હતા. તેમાં એકલા ભારત (3.63 લાખ વિદ્યાર્થી) અને ચીન (2.66 લાખ વિદ્યાર્થી)નો હિસ્સો 53 ટકા જેટલો થાય છે. કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 31 ટકા ભારતીય અને લગભગ 23 ટકા ચાઇનીઝ વિદ્યાર્થી હતા. 2017થી 2019 અને 2021થી 2024 વચ્ચે જેટલા ભારતીયોને સ્ટુડન્ટ વિઝા મળ્યા, તેની સરખામણીમાં 2025માં 60 ટકા ઘટાડો થયો હતો. જ્યારે 2024ની તુલનામાં 62 ટકા ઘટાડો થયો હતો.

CISએ અમેરિકાનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ પણ બંધ કરવાની હિમાયત કરી છે. તેનું કહેવું છે કે તેનાથી અમેરિકન કામદારોનાં વેતન અને નોકરીઓ પર અસર થાય છે. જો આ દરખાસ્ત સ્વીકારવામાં આવે તો અમેરિકામાં ગ્રૅજ્યુએટ થયા પછી ત્યાં કામ કરવાની ઇચ્છા ધરાવતા હજારો વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર 2025માં એક વિવાદાસ્પદ નિર્ણયમાં નવા એચ-1બી વિઝાની ફી એક લાખ ડૉલર કરવાની જાહેરાત કરી હતી, જોકે, જૂન 2026માં એક અમેરિકન ફેડરલ કોર્ટે આ દરખાસ્તને ગેરકાયદે ગણીને રદ કરી હતી.

સ્ટુડન્ટ વિઝા ઍક્સપર્ટ શું કહે છે?

બીબીસી ગુજરાતી યુએસ અમેરિકા સ્ટુડન્ટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓ એચ-1બી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના સ્ટુડન્ટ વિઝા સાથે સંકળાયેલા ભાવિન ઠાકરે બીબીસીને જણાવ્યું કે, “ભારતીયોના સ્ટુડન્ટ વિઝાની અરજીઓ મોટા પ્રમાણમાં રિજેક્ટ થઈ રહી છે તેના માટે ટ્રમ્પની નીતિ જવાબદાર છે.”

તેમના કહેવા પ્રમાણે ભારતમાંથી પણ ગુજરાત, પંજાબ અને આંધ્ર પ્રદેશના વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ વધારે રિજેક્ટ થઈ રહી છે. જોકે, આ રાજ્યો માટેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.

તેઓ કહે છે કે, “અમેરિકા હાલમાં વિદેશી સ્ટુડન્ટની સંખ્યાને નિયંત્રિત કરવા માગે છે. તેના કારણે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ નકારવામાં આવે તેવી શક્યતા વધારે રહે છે. ભારતની સરખામણીમાં વિયેતનામનો દેખાવ ઘણો સારો છે અને વિયેતનામના સ્ટુડન્ટની 70 ટકા વિઝા અરજીઓ સ્વીકારવામાં આવે છે.”

અન્ય એક વિઝા એક્સપર્ટ કાવ્યા પટેલ માને છે કે, “અત્યારે ઘણા દેશોમાં ઇમિગ્રેશનવિરોધી વાતાવરણ છે જેના કારણે વિઝા અરજીઓ રિજેક્ટ થવાનું પ્રમાણ વધુ હોઈ શકે છે. જોકે, આ ટ્રેન્ડ વધુ સમય નહીં ચાલે. કારણ કે અમેરિકાની કૉલેજો અને યુનિવર્સિટીઓની આવકમાં ભારતીય વિદ્યાર્થીઓનો બહુ મોટો ફાળો છે. જો ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં ઘટાડો થશે, તો અમેરિકન યુનિવર્સિટીઓની આર્થિક સ્થિતિને પણ અસર થઈ શકે છે.”

OPT પ્રોગ્રામનો વિરોધ કેમ?

અન્ય દેશોમાં વિકલ્પો કેવા?

બીબીસી ગુજરાતી યુએસ અમેરિકા સ્ટુડન્ટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓ એચ-1બી

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ ભાવિન ઠાકરે જણાવ્યું કે, “અમેરિકાના વિઝા મેળવવા મુશ્કેલ બન્યા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓએ હવે તેની વિઝા અરજીઓ પણ ઘટાડી નાખી છે. તેના બદલે તેઓ જર્મની, ફ્રાન્સ, ઇટાલી અથવા ન્યૂઝીલૅન્ડ જેવા દેશોમાં ભણવા જવાનું પસંદ કરવા લાગ્યા છે. જર્મની અને ફ્રાન્સ જેવા દેશો અગાઉ કરતાં વધારે વિદ્યાર્થીઓને આવકારતા થયા છે અને તેમણે સ્ટુડન્ટ વિઝા વધારવાની જાહેરાત પણ કરી છે. તેવી જ રીતે અમેરિકાના બદલે ઘણા યુવાનો ઇટાલી અથવા ન્યૂઝીલૅન્ડનો વિચાર પણ કરે છે.”

આવી સ્થિતિમાં યુએસના સ્ટુડન્ટ વિઝા મળવાના ચાન્સ કેવી રીતે વધારી શકાય? આના જવાબમાં ભાવિન ઠાકરે જણાવ્યું કે, “અમેરિકામાં ઓછી જાણીતી યુનિવર્સિટીઓમાં અરજી કરવાના બદલે ટોચની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી માટે અરજીઓ કરો. ભારતમાં તમે જે શિક્ષણ મેળવ્યું હોય તેમાં પણ સારા પર્સન્ટેજ આવ્યા હોય તે જરૂરી છે. ભણતરનું બેકગ્રાઉન્ડ મજબૂત હશે અને ટોચની યુનિવર્સિટી માટે અરજી કરી હશે, તો સ્ટુડન્ટ વિઝા મળવાના ચાન્સ વધી જશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS