Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં અહીં આદિવાસી ખેડૂતો છેલ્લા 15 દિવસથી જંગલમાં ધરણાં કેમ કરી રહ્યા...

ગુજરાતમાં અહીં આદિવાસી ખેડૂતો છેલ્લા 15 દિવસથી જંગલમાં ધરણાં કેમ કરી રહ્યા છે? – ગ્રાઉન્ડ રિપોર્ટ

3
0

Source : BBC NEWS

ગુજરાતમાં અહીં આદિવાસી ખેડૂતો છેલ્લા 15 દિવસથી જંગલમાં ધરણાં કેમ કરી રહ્યા છે? – ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રકાશિત

ગુજરાતમાં બે તાલુકાના આદિવાસી ખેડૂતો એકબીજાની સામસામે આવી ગયા છે. મુદ્દો છે જંગલની જમીનના ખેડાણનો.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉપરપાડામાં આવેલી જંગલની કેટલીક જમીન પર સાગબારાના ખેડૂતો ખેડાણ કરે છે, જેની સામે ઉમરપાડાના ખેડૂતોએ વન વિભાગને રજૂઆત કરી અને વન વિભાગે સાગબારાના ખેડૂતોને ખેડાણ કરતા અટકાવી દીધા છે.

હવે આ સાગબારાના ખેડૂતો છેલ્લા પંદરેક દિવસથી ધરણા પર બેસી ગયા છે. જંગલમાં બરોબર એક છાવણી બાંધવામાં આવી છે અને ત્યાં જ દેખાવો કરી રહ્યા છે.

જંગલની વચ્ચે છાવણીમાં કેવી રીતે દેખાવો ચાલી રહ્યા છે? બન્ને પક્ષના ખેડૂતો અને વન વિભાગના અધિકારીઓનું શું કહેવું છે?

જુઓ વીડિયોમાં.

અહેવાલ: શ્યામ બક્ષી

ઍડિટ : કૃણાલ દેસાઈ

આદિવાસી મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS