Home તાજા સમાચાર gujrati ગુજરાત : ચોમાસાની વિદાય પહેલાં કયા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

ગુજરાત : ચોમાસાની વિદાય પહેલાં કયા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વધારે સક્રિય રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે.

વરસાદના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં 51 તાલુકામાં થોડો-ઘણો વરસાદ પડ્યો છે. તેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 0.63 ઇંચ, પોરબંદરમાં અડધો ઇંચ, છોટા ઉદેપુરમાં પણ અડધો ઇંચ, જૂનાગઢના કેશોદમાં 0.39 ઇંચ, વડોદરાના વાઘોડિયામાં 0.35 ઇંચ, પાટણ વેરાવળમાં 0.35 ઇંચ, પોરબંદરના કુતિયાણામાં 0.35 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગરના શિહોર અને વલ્લભીપુરમાં 0.28 ઇંચ વરસાદ, વલસાડના નાનાપોંઢા, બોટાદ, જૂનાગઢ શહેર, સુરેન્દ્રનગરના લીંબડીમાં 0.24 ઇંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં માળિયા હાટિના, પાલિતાણા, સુત્રાપાડા, સંખેડા, ભાણવડ, માણાવદર, તાલોદ, ઘોઘા, કરજણ, કલ્યાણપુર, જામજોધપુર, માંગરોળ તાલુકામાં પણ હળવો વરસાદ પડ્યો છે.

હવે કયા જિલ્લામાં વરસાદ પડશે

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે અનુકુળ સ્થિતિ સર્જાઈ રહી છે.

સૌરાષ્ટ્ર અને નજીકના ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના વિસ્તારમાં લો પ્રેશર એરિયા રચાયો છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે.

હાલમાં સૌરાષ્ટ્ર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, બિકાનેર, ચુરુ, બરેલી, ગોરખપુર, પટણા, રાંચી, કોલકાતા પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે.

ગુજરાતમાં હાલમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની આગાહી નથી, પરંતુ હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

17 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

18 સપ્ટેમ્બર, શુક્રવારે પણ બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા પાટણ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

અમદાવાદમાં આજે મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અત્યાર સુધીનો વરસાદ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, GSDMA

16 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો લગભગ 85 ટકા સરેરાશ વરસાદ પડી ગયો છે. જેમાં સાઉથ ગુજરાતમાં સૌથી વધુ 112 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના પ્રદેશોમાં વરસાદની ઘટ છે.

કચ્છમાં સૌથી ઓછો 56.46 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 63 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 85 ટકા અને સૌરાષ્ટ્રમાં મોસમનો 65 ટકા વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા વરસાદમાં સૌથી પાછળ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માંડ 12 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 26 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં 70 ટકા, મહેસાણામાં 73 ટકા, અમદાવાદમાં 102 ટકા વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં 93 ટકા વરસાદ નોંધાયો છે. વડોદરામાં 68 ટકા, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં 94 ટકા અને રાજકોટમાં 55 ટકા વરસાદ નોંધાયો છે. મોરબીમાં 89 ટકા વરસાદ પડી ગયો છે, પરંતુ પડોશમાં જામનગર જિલ્લામાં માત્ર 39 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યના ડૅમમાં પાણીની ઘટ

રાજ્યના મોટા ભાગના ડૅમ ઓછા વરસાદના કારણે અધુરા ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી એક પણ ડૅમ છલકાયો નથી અને માત્ર 43 ટકા પાણી ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં 17માંથી ત્રણ ડૅમ છલકાયા છે, જ્યારે સાઉથ ગુજરાતમાં 13માંથી આઠ ડૅમ છલકાયા છે.

કચ્છના 20માંથી માત્ર એક ડૅમ છલકાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 20માંથી ફક્ત એક ડૅમ છલકાયો છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ પણ 96 ટકા ભરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS