Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં હવે ત્રણ દિવસ સુધી કયા જિલ્લામાં વરસાદ પડશે?

ગુજરાતમાં હવે ત્રણ દિવસ સુધી કયા જિલ્લામાં વરસાદ પડશે?

3
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું ખાસ સક્રિય રહ્યું હતું.

તેના કારણે મોરબી અને સાબરકાંઠામાં 12થી 20 સેમી વચ્ચે ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સૌરાષ્ટ્રમાં મોરબી અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને આસપાસના વિસ્તારોમાં 18 સપ્ટેમ્બરે વરસાદ પડ્યો હતો, જ્યારે 19 સપ્ટેમ્બરે હવામાન સ્વચ્છ છે.

હવામાન વિભાગ મુજબ 19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેવા માટે અનુકૂળ સ્થિતિ રચાશે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઉંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

ઉત્તર થાઈલૅન્ડ પર પણ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે અંદમાન નિકોબાર સમુદ્ર તરફ આગળ વધે અને આગામી ત્રણથી ચાર દિવસમાં ઓડિશા તથા ઉત્તર આંધ્ર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે.

કઈ જગ્યાએ ભારે વરસાદ પડ્યો?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અરવલ્લીના મેઘરજમાં 3.07 ઇંચ વરસાદ પડ્યો છે. તેવી જ રીતે ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ 3.07 ઇંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં ગઈકાલે 2.87 ઇંચ, સાબરકાંઠાના તાલોદમાં 2.52 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 2.40 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 2.36 ઇંચ, મહીસાગરના કડાણામાં 2.24 ઇંચ અને સંતરામપુરમાં 2.17 ઇંચ વરસાદ થયો છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

ગાંધીનગરના માણસામાં 2.13 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાંકાનેર, કલોલ, મહેસાણા, દહેગામ, ગાંધીનગર, દસક્રોઈ, બાયડ, વિજાપુર, ટંકારા, ઉમરાપાડા, કડી, માતર તાલુકામાં દોઢથી બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 18 સપ્ટેમ્બરે નડિયાદ, જાંબુઘોડા, દિયોદર, બોડેલી, વિરપુર, સાવરકુંડલા, નાંદોદ, ઇડર, પ્રાંતિજ, દાહોદ, અમીરગઢ, દસાડા, જેતપુર પાવી, હિંમતનગર, ખાંભા, ઉકાઈમાં પણ સવા ઈંચથી દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

હવે કઈ જગ્યાએ વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

લેટેસ્ટ અનુમાન પ્રમાણે 19 સપ્ટેમ્બર, શનિવારે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

20 સપ્ટેમ્બર, રવિવારે પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહીસાગર ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થવાની આગાહી છે.

21 સપ્ટેમ્બર, સોમવારે દાહોદ, પંચમહાલ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહીસાગર ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

શનિવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને સમયાંતરે હળવો વરસાદ પડી શકે છે.

હજુ વરસાદની ઘટ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, GSDMA

ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીમાં 87.68 ટકા વરસાદ પડી ગયો છે જેમાં કચ્છમાં સૌથી ઓછો 57 ટકા વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 70 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 88 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં 68 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના તાલુકામાં વરસાદની ઘટ છે જેના કારણે ખેતીને નુકસાન પહોંચવાનો અંદાજ છે.

જેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 15 ટકા કરતાં પણ ઓછો વરસાદ છે, જ્યારે પોરબંદર તાલુકામાં માત્ર 27 ટકા વરસાદ નોંધાયો છે.

જામનગરમાં પણ ફક્ત 40 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે રાજકોટમાં 57 ટકા, બનાસકાંઠામાં 63 ટકા, સાબરકાંઠામાં 60 ટકા, અરવલ્લીમાં 62 ટકા વરસાદ નોંધાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

શૉર્ટ વીડિયો છોડો અને આગળ વધો

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • ગુજરાત હવામાન

  • ચંદન રાઠોડ

  • હરિ ભરવાડ

  • કચ્છ

  • અમદાવાદ

  • લાડુ

  • તરણેતરનો મેળો, ગુજરાત, બીબીસી ગુજરાતી

  • માંડવી, ગુજરાતમાં વરસાદ, બીબીસી ગુજરાતી

  • જેલીફિશ

  • નોકરીની શોધમાં ભટકતા યુવકની મુશ્કેલીઓ

SOURCE : BBC NEWS