Home તાજા સમાચાર gujrati હિંમતનગર : અંબાજી જતા પદયાત્રીઓને કારે ટક્કર મારી, એકનું મોત, રોષે ભરાયેલા...

હિંમતનગર : અંબાજી જતા પદયાત્રીઓને કારે ટક્કર મારી, એકનું મોત, રોષે ભરાયેલા લોકો કારને આગ ચાંપી

5
0

Source : BBC NEWS

સલારકાંઠા, અંબાજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit Chauhan

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના દોલગઢ પાટિયા નજીક અંબાજી જતાં પદયાત્રીઓને કારે ટક્કર મારતા ગરમાગરમી થઈ હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણે જણાવ્યું કે એક કારે પાંચથી સાત લોકોને અડફેટે લીધા હતા જેથી પદયાત્રીઓ રોષે ભરાયા હતા.

અંકિત ચૌહાણ જણાવે છે કે સ્થાનિકો સહિત રોષે ભરાયેલા લોકોએ કારને આગ ચાંપી હતી.

ટોળાએ અકસ્માત સર્જનાર કારને આગ ચાંપી દેતા તે ભડકે બળી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 12 લોકોને ઈજા થઈ હતી જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાની પોલીસે પુષ્ટિ કરી છે.

ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલ પહોંચેલાં સાબરકાંઠા જિલ્લાનાં સાંસદ શોભનાબેન બારૈયાએ કહ્યું કે, “સૂચના મળતાં જ હું અહીંયા આવી છું. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ગોધરા અને દેવગઢ બારૈયાના લોકો ઈજાગ્રસ્ત થયા છે.”

તેમણે કહ્યું કે “બૅરિકેડ્સ લગાવેલાં હતાં અને વાહનો માટે રસ્તો બંધ કર્યો હતો પરંતુ કારચાલકે જબરદસ્તી એ રસ્તે જવાનો પ્રયત્ન કર્યો એટલે આ ઘટના સર્જાઈ છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.”

પોલીસે શું જણાવ્યું

સાબરકાંઠા

ઇમેજ સ્રોત, Ankit Chauhan

સાબરકાંઠાના એસપી પાર્થરાજ ગોહિલે જણાવ્યું કે અંબાજી પગપાળા ચાલીને જતા લોકોને સ્કૉર્પિયો ગાડીથી ટક્કર મારવામાં આવી હતી. વાહનોને જતાં રોકવા માટે બૅરિકેડિંગ મૂકવામાં આવ્યાં હતાં, ત્યાં હાજર જીઆરડી કર્મચારીઓએ રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના પરથી ગાડી કાઢીને લગભગ બેથી અઢી કિલોમીટરના અંતરમાં 12 જેટલા લોકો સાથે ઍક્સિડન્ટ કર્યો છે.

આ 12 લોકોને સિવિલ હૉસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરાઈ છે.

તેમણે જણાવ્યું કે કાર ચાલકને અટકાયતમાં લઈને કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસ શરૂ કરાઈ છે.

ત્યારે મામલતદાર રોનકસિંહ પઢારિયાએ દોલગઢ પાટિયા એક અકસ્માત થયો હતો જેમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને અહીં સિવિલ હૉસ્પિટલ લવાયા હતા તેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. ત્રણ લોકો ખાનગી હૉસ્પિટલમાં છે.

તેમણે કહ્યું કે મૃતકની વિગતો અમે થોડા સમયમાં આપીશું.

હિંમતનગર સિવિલ હૉસ્પિટલના મેડિકલ ઑફિસર દિનેશ પરમારે કહ્યું કે,”અંબાજી પગપાળા જનારા લોકોને કારે ટક્કર મારતા 12 લોકોને અમારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હતી. તેમના આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા પછી તેમનું મોત થયું હતું.”

“હજી એક દર્દીની પરિસ્થિતિ ગંભીર છે અને તેઓ આઈસીયુમાં છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS