Home તાજા સમાચાર gujrati ‘અમારી પરિસ્થિતિ તો થપાટ મારીને મોઢું રાતું રાખવા જેવી છે’, ખેતરો લીલાછમ...

‘અમારી પરિસ્થિતિ તો થપાટ મારીને મોઢું રાતું રાખવા જેવી છે’, ખેતરો લીલાછમ હોવા છતાં જામનગરના ખેડૂતો ચિંતામાં કેમ છે?

3
0

Source : BBC NEWS

હવામાન સમાચાર, ગુજરાત, ખેડૂત, ખેતી, લીલાછમ ખેતર, પાક, વાવેતર, લણણી, દુષ્કાળ, વરસાદ, પાણી, પૂર, ખાતર, ખેત, ખેડ, બળદ, ટ્રૅક્ટર, માર્કેટિંગ યાર્ડ, ગુજરાત સરકાર, દુકાળ, બિયારણ, બીજ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ જામનગર, દ્વારકા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

12 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદ થતાં રાજ્યમાં વરસાદની ખાધમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે. પરંતુ છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લીધો છે.

બીજી તરફ, હવામાન ખાતાની માહિતી પ્રમાણે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી તો ચોમાસાએ વિદાય લેવાનું પણ શરૂ કરી દીધું છે.

ભાદરવા મહિનામાં વરસેલા વરસાદે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પ્રદેશોમાં મુરઝાઈ રહેલા પાકોને નવજીવન બક્ષ્યું છે અને મોસમમાં કંઈક લણી શકાશે તેવી આશા ખેડૂતોમાં જગાડી છે.

ગુજરાતમાં ભાદરવાના વરસાદે પાકને નવજીવન આપ્યું પરંતુ આ આશાવાદ સાથે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો બહુ ઉત્સાહિત નથી. તેમની વાડીઓ હાલ લીલાછમ પાકોથી ભરેલી હોવા છતાં ખેડૂતોમાં ઊંડી ચિંતા છે.

તેઓ કહે છે કે ભાદરવા મહિનામાં વરસેલો વરસાદ પૂરતો નથી. આવનારા દિવસો વધારે કપરા હોઈ શકે છે. આ ભીતિને કારણે કેટલાય ખેડૂતો પોતાના બળદોને પાંજરાપોળ અને બળદ આશ્રમને સોંપી રહ્યા છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા ભાગના વિસ્તારો આ પરિસ્થિતિના હાલ તાદૃશ ઉદાહરણ બની ગયા છે.

લીલાછમ ખેતરને શેઢે બાંધેલા બળદને ખેડૂત આશ્રમમાં કેમ મૂકી આવ્યા?

હવામાન સમાચાર, ગુજરાત, ખેડૂત, ખેતી, લીલાછમ ખેતર, પાક, વાવેતર, લણણી, દુષ્કાળ, વરસાદ, પાણી, પૂર, ખાતર, ખેત, ખેડ, બળદ, ટ્રૅક્ટર, માર્કેટિંગ યાર્ડ, ગુજરાત સરકાર, દુકાળ, બિયારણ, બીજ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ જામનગર, દ્વારકા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

જામજોધપુર તાલુકાનું નરમાણા ગામ ટેકરીઓથી ઘેરાયેલું છે. ચોમાસામાં આ ટેકરીઓ ઘાસની ચાદરથી છવાઈ જાય ત્યારે નરમાણા વધારે સુંદર લાગે છે.

બીબીસીએ 21 સપ્ટેમ્બરે આ ગામની મુલાકાત લીધી ત્યારે આ ટેકરીઓ પર ઘાસની આછી લીલી ઝાંય નજરે ચડતી હતી.

આશરે ત્રણેક હજારની વસ્તી ધરાવતા આ ગામની ‘માઢ’ તરીકે ઓળખાતી સીમમાં ચમનભાઈ અભંગી નામના ખેડૂતની 12 વીઘા જમીન આવેલી છે. તેમના ખેતરમાં સોયાબીનનો લીલોછમ પાક ઊભો છે. વાડીમાં પ્રવેશવાના ઝાંપા પાસે આવેલા લીમડાનાં બે ઝાડ નીચે તાજું છાણ પડ્યું છે. બંને લીમડાના થડ સાથે બળદોને બાંધવા માટેના અછોડા બાંધેલા છે.

ચમનભાઈ કહે છે કે, તેમની પાસે કુલ 22 વીઘા જમીન છે અને બધું કામ બળદો પર જ નિર્ભર હતું. પરંતુ 21 તારીખની સાંજે લીમડા નીચે બળદો ન હતા.

ચમનભાઈ કહે છે કે, તે દિવસે સવારે તેઓ પોતાના બળદની જોડને એક ખટારામાં ચડાવીને નરમાણાથી આશરે ૬૫ કિલોમીટર દૂર રાજકોટ નજીક ખીરસરા ગામે આવેલા ‘સદ્ભાવના બળદ આશ્રમ’માં મૂકી આવ્યા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ચમનભાઈ જણાવે છે, “ગયા વર્ષે માવઠું થતાં નીરણ બગડી ગયું હતું. આ વર્ષે વરસાદ ન થતાં હું નીરણ વેચાતું લઈને મારા બળદોને ચારી રહ્યો હતો. મેં વરસાદની ઘણી રાહ જોઈ પણ તે ન આવ્યો. નીરણનો ખર્ચ 40 હજાર રૂપિયા કરતાં પણ વધી ગયો. મારાં ભાઈ-ભાભી કોરોના પછી ગંભીર રીતે બીમાર થઈ ગયાં હતાં અને તેમને સાજા કરવામાં ઘણો ખર્ચ થઈ ગયો. ભત્રીજો ભણે છે અને બા પથારીવશ છે. તેથી ખર્ચમાં હવે પહોંચી વળાય તેમ નથી. એટલે બળદોને આશ્રમમાં મૂકી દીધા.”

હવામાન સમાચાર, ગુજરાત, ખેડૂત, ખેતી, લીલાછમ ખેતર, પાક, વાવેતર, લણણી, દુષ્કાળ, વરસાદ, પાણી, પૂર, ખાતર, ખેત, ખેડ, બળદ, ટ્રૅક્ટર, માર્કેટિંગ યાર્ડ, ગુજરાત સરકાર, દુકાળ, બિયારણ, બીજ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ જામનગર, દ્વારકા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ખેતરમાં સોયાબીનનો પાક ઊભો હોવા છતાં, 52 વર્ષના ખેડૂત ચમનભાઈ ખટારાનું 2,500 રૂપિયા ભાડું ચૂકવીને બળદને આશ્રમમાં કેમ મૂકી આવ્યા?

આ સવાલના જવાબમાં ચમનભાઈ કહે છે, “મેં 3,200 રૂપિયાના મણ એવા 15 મણ દાણા ખરીદીને મગફળી વાવી. બધું થઈને લગભગ 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો. પરંતુ વાવેતર બાદ કેટલાય દિવસ વરસાદ ન થવાથી મગફળી ઊગી નહીં અને બિયારણ નિષ્ફળ ગયું. વળી, થોડો વરસાદ આવતાં મેં 2,400 રૂપિયાના ભાવે 18 મણ સોયાબીન લીધાં અને તેને વાવ્યાં. પરંતુ ત્યાર બાદ પણ સારો વરસાદ ન આવ્યો. મારા બોરમાં પાણી નથી, તેથી હું પિયત આપી ન શક્યો અને ભેજના અભાવે પાકમાં ફૂલ કે શિંગો બેઠી નહીં. બે દિવસ પહેલાં થોડોક વરસાદ થતાં આ સોયાબીનનો પાક લીલો થયો છે, પરંતુ હવે ફૂલ આવવાનો સમય પૂરો થઈ ગયો છે. તેથી, આ વરસાદનો આ પાકને કંઈ વધારે ફાયદો નથી. જો વધારે વરસાદ આવે અને શિયાળુ પાક માટે પાણી થાય તો કામનું છે.”

તેઓ કહે છે કે, જે બળદને તેઓ આઠ વર્ષથી જીવની જેમ સાચવતા હતા, તેને ઓછા વરસાદને કારણે ઊભી થયેલી ઘાસચારાની તંગી અને નિષ્ફળ ગયેલા પાકોને કારણે લાચારીવશ આશ્રમમાં મૂકવા પડ્યા છે.

કેટલા વિસ્તારમાં આવી કપરી પરિસ્થિતિ છે?

હવામાન સમાચાર, ગુજરાત, ખેડૂત, ખેતી, લીલાછમ ખેતર, પાક, વાવેતર, લણણી, દુષ્કાળ, વરસાદ, પાણી, પૂર, ખાતર, ખેત, ખેડ, બળદ, ટ્રૅક્ટર, માર્કેટિંગ યાર્ડ, ગુજરાત સરકાર, દુકાળ, બિયારણ, બીજ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ જામનગર, દ્વારકા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

સત્તાવાર આંકડા અનુસાર જામજોધપુર તાલુકામાં આ વર્ષે 23 સપ્ટેમ્બર સુધીમાં 16 ઇંચ વરસાદ વરસી ગયો છે.

છેલ્લાં 30 વર્ષમાં આ તાલુકામાં સરેરાશ 32 ઇંચ વરસાદ નોંધાયો છે. તેથી આ વર્ષે સરેરાશનો 50 ટકા વરસાદ જ પડ્યો છે. 12 સપ્ટેમ્બરે વરસાદનો રાઉન્ડ શરૂ થયો તે પહેલાં આ તાલુકામાં સરેરાશ 12 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ, આ રાઉન્ડમાં તાલુકામાં સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

નરમાણાના ખેડૂત પરેશ હિરપરા હાલ જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે અને જામજોધપુર તાલુકામાં આવેલી શેઠ વડાળા સીટ પરથી જિલ્લા પંચાયતના સભ્ય ચૂંટાયા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પરેશ હિરપરા કહે છે કે, જામજોધપુર તાલુકામાં 68 ગામો છે તેમાંથી 23 ગામોનો સમાવેશ શેઠ વડાળા સીટમાં થાય છે.

તેમણે કહ્યું, “નરમાણા ગામ જેવી જ સ્થિતિ મારી સીટનાં બાકીનાં 22 ગામો અને લગભગ આખા હાલાર પંથકમાં છે. અમારા પંથકમાં શરૂઆતના વરસાદ બાદ 35 દિવસ સુધી વરસાદનો બીજો રાઉન્ડ ન આવ્યો. સપ્ટેમ્બરમાં થોડોક વરસાદ પડ્યો એટલે જે મોલ સૂકાતો હતો તે લીલો થયો છે. તેથી અત્યારે વાડીઓમાં મોલ દેખાય છે પરંતુ તે મોલમાં માલ નથી. જેમના બોર-કૂવામાં થોડાં-ઘણાં પાણી હતાં તેઓ પિયત આપી શક્યા છે, પરંતુ તેમને પણ ઉત્પાદન 50 ટકા જ મળશે તેવું લાગે છે. કારણ કે, હવામાન સારું રહ્યું નથી.”

હવામાન સમાચાર, ગુજરાત, ખેડૂત, ખેતી, લીલાછમ ખેતર, પાક, વાવેતર, લણણી, દુષ્કાળ, વરસાદ, પાણી, પૂર, ખાતર, ખેત, ખેડ, બળદ, ટ્રૅક્ટર, માર્કેટિંગ યાર્ડ, ગુજરાત સરકાર, દુકાળ, બિયારણ, બીજ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ જામનગર, દ્વારકા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

પરેશ હિરપરા ઉમેરે છે કે, જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામ નજીક આવેલા ચોગઠી ડૅમમાં રાજ્ય સરકારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ‘સૌની યોજના’ની પાઇપલાઇન મારફતે નર્મદા નદીનું થોડું પાણી છોડ્યું હતું.

“પરંતુ, વરસાદ શરૂ થતાં તે પાણી બંધ કરી દેવાયું હતું. હકીકત એ છે કે અમારા પંથકમાં ખેતર બહાર પાણી નીકળે તેટલો વરસાદ એકેય વાર પડ્યો નથી. તેથી, પિયતનાં પાણીની મોટી ઉપાધિ છે. હવે વરસાદ આવે તો પણ ચોમાસું પાકોનો સમય પૂરો થઇ ગયો હોવાથી તેનો તુરંત ફાયદો નહીં થાય. સારો વરસાદ પડે તો શિયાળુ પાક થશે તેવી આશા બાંધીને ખેડૂતો બેઠા છે.”

સત્તાવાર માહિતી અનુસાર ટેકરાળ વિસ્તાર એવા જામજોધપુર તાલુકામાં 62,100 હેક્ટર (1 હેક્ટર=6.25 વીઘા) ખેતીની જમીન આવેલી છે. પરંતુ તેમાંથી માત્ર 8,119 હેક્ટર જમીનમાં જ પિયતની સુવિધા ઉપલબ્ધ છે. મગફળી, કપાસ અને સોયાબીન આ પંથકના મુખ્ય ખરીફ પાકો છે.

તો ખેડૂતોને કેટલું ઉત્પાદન મળશે?

હવામાન સમાચાર, ગુજરાત, ખેડૂત, ખેતી, લીલાછમ ખેતર, પાક, વાવેતર, લણણી, દુષ્કાળ, વરસાદ, પાણી, પૂર, ખાતર, ખેત, ખેડ, બળદ, ટ્રૅક્ટર, માર્કેટિંગ યાર્ડ, ગુજરાત સરકાર, દુકાળ, બિયારણ, બીજ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ જામનગર, દ્વારકા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

છગનભાઈ હિરપરાના જણાવ્યા મુજબ, ખેડૂતો માટે આ વર્ષે પાલતું પશુઓની સંભાળ રાખવી અત્યંત કપરું સાબિત થશે.

નરમાણાના બસ સ્ટેન્ડ નજીક પોતાના ઘર બહાર બેઠેલા છગનભાઈએ બીબીસી ગુજરાતીને માહિતી આપતાં જણાવ્યું કે, આ વર્ષે પાણ (પિયત)થી વધુ વરસાદ ક્યારેય થયો નથી; માત્ર ત્રણ-ચાર આંગળ જમીન પલળે એટલો જ વરસાદ પડ્યો છે. વાવેતર ઊગી ગયું એ જ સદ્ભાગ્ય છે, નહીંતર પોરબંદરમાં બરડા ડુંગરની આસપાસના બારાડી વિસ્તાર જેવી દશા થાત.

તેમણે ઉમેર્યું કે, તેમની પાસે 10 વીઘા જમીન છે, જેમાં મગફળીનું વાવેતર કર્યું છે. બોરમાં પાણી હતું ત્યાં સુધી મગફળીને પિયત આપ્યું, પરંતુ હવે બોર ખાલી થવા આવ્યા છે. આથી, માત્ર બીજથી બમણું જ ઉત્પાદન મળી શકશે. મગફળી લીધા પછી આગળ કોઈ પાક લઈ શકાય તેમ નથી, કારણ કે પાણી પર્યાપ્ત નથી. હાલના તબક્કે ખર્ચ ઉપાડવો ખૂબ મુશ્કેલ છે અને માલ-ઢોરનો નિભાવ પણ શક્ય નથી. આજુબાજુનાં બે-પાંચ ગામોમાં સ્થિતિ પ્રમાણમાં થોડી સારી છે, પરંતુ ત્યાંથી આગળ જતાં પશુઓ ભરાઈને (વેચાઈને) સતત જતાં દેખાય છે. ઘરડા બળદોને સાચવવા અશક્ય બનતાં પશુપાલકો તેમને વેચી રહ્યા છે. આ પરિસ્થિતિ તો ‘થપાટ મારીને મોઢું રાતું રાખવા’ જેવી છે.

અહીં નોંધનીય છે કે જામજોધપુર તાલુકાની નજીક આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ (8 ઇંચ), કલ્યાણપુર (3 ઇંચ), ખંભાળિયા (6 ઇંચ) અને દ્વારકા (5.5 ઇંચ) તાલુકાઓમાં પણ અત્યંત ઓછો વરસાદ નોંધાયો છે. ત્યાંના ખેડૂતોના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ જામનગર જિલ્લા કરતાં પણ વધુ વણસેલી છે.

સરકાર આ પરિસ્થિતિને પહોંચી વળવા કેવા પ્રયાસો કરી રહી છે તે અંગે પૂછવામાં આવતાં, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે જણાવ્યું કે જામનગર જિલ્લા પંચાયતે સરકારને પત્ર લખીને વરસાદની અછતને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ વિશે જાણ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર આ અંગે યોગ્ય પગલાં લેશે. તેમના મત પ્રમાણે, જો જામનગરનાં જળાશયોને નર્મદાનાં પાણીથી ભરી દેવામાં આવે, તો પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS