Home તાજા સમાચાર gujrati ગોપાલ ઇટાલિયા લોકોનાં નામ ‘મતદારયાદીમાંથી કાઢી નાખવાના આરોપો’ અંગે શું બોલ્યા?

ગોપાલ ઇટાલિયા લોકોનાં નામ ‘મતદારયાદીમાંથી કાઢી નાખવાના આરોપો’ અંગે શું બોલ્યા?

3
0

Source : BBC NEWS

ગોપાલ ઇટાલિયા લોકોનાં નામ ‘મતદારયાદીમાંથી કાઢી નાખવાના આરોપો’ અંગે શું બોલ્યા?

પ્રકાશિત

વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીપંચની કામગીરી અને મતદારયાદીમાંથી નામો રદ કરવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનરે અન્ય કમિશનરો સાથે યોગ્ય સંકલન કર્યા વગર કરોડો મતદારોના નામ સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ મારફતે હઠાવવાનું ષડયંત્ર કર્યું છે.

ઇટાલિયાએ દાવો કર્યો કે બંધારણ મુજબ નામ ઉમેરવા કે રદ કરવાની સત્તા ફક્ત રિટર્નિંગ ઑફિસર પાસે છે.

તેમણે પોતાની વીસાવદર વિધાનસભામાંથી પણ હજારો મતદારોનાં નામ કપાયાં હોવાની વાત કહી. સાથે જ તેમણે બંધારણીય સંસ્થાઓના નિયમો અને લાભો માત્ર શાસક પક્ષને જ મળતા હોવાના આક્ષેપ કર્યા.

વીડિયો : શ્યામ બક્ષી

શૂટ-ઍડિટ : કુશાંત જાદવ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS