Home તાજા સમાચાર gujrati ગુજરાત હવામાન : જતાં-જતાં ચોમાસું આ વિસ્તારમાં લાવશે વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ...

ગુજરાત હવામાન : જતાં-જતાં ચોમાસું આ વિસ્તારમાં લાવશે વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ આ દિવસોમાં વરસી શકે છે વાદળ

5
0

Source : BBC NEWS

ગુજરાત હવામાન : જતાં જતાં ચોમાસું અહિયાં લાવશે વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ આ દિવસોમાં પડી શકે છે છે વરસાદ ગુજરાત ચોમાસું શિયાળો ઠંડી ગરમી દુષ્કાળ બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે, ત્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે.

ચોમાસું જતાં-જતાં આંશિક રાહતના સમાચાર આપે એવી અપેક્ષાઓ દેખાઈ રહી છે.

હવામાન વિભાગે, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

જોકે, હવામાન વિભાગ અનુસાર, ચોમાસું ડીસા અને નલિયાથી વિદાય લઈ ચૂક્યું છે. ત્યારે ઉત્તર પશ્ચિમ તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની પણ શક્યતા છે.

30 સપ્ટેમ્બરથી વરસાદની સ્થિતિમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદને પણ અસર થાય તેવી શક્યતા છે.

ત્યારે હવામાન વિભાગે તેના અહેવાલમાં શું કહ્યું? જાણો આ અહેવાલમાં.

ભારતમાં કઈ સિસ્ટમ નબળી પડશે

ગુજરાત હવામાન : જતાં જતાં ચોમાસું અહિયાં લાવશે વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ આ દિવસોમાં પડી શકે છે છે વરસાદ

ચોમાસાની વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધૌલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરનું ડિપ્રેશન ખૂબ જ ઝડપથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. તે રેવા (મધ્યપ્રદેશ), પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ), ફતેહપુર (ઉત્તર પ્રદેશ) પર હતું હતું. આજે તે ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની મહત્તમ શક્યતાઓ છે.

ત્યારબાદ તે વધુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતાં આગામી 12 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ પર ક્રમશઃ નબળું પડીને એક વેલ-માર્કડ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

પશ્ચિમી પવનોમાં ટ્રફ તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ યથાવત્ છે.

આગામી દિવસોને લઈને હવામાન વિભાગની આગાહી

ગુજરાત હવામાન : જતાં જતાં ચોમાસું અહિયાં લાવશે વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ આ દિવસોમાં પડી શકે છે છે વરસાદ

હવામાન વિભાગે આજની સ્થિતિને લઈને આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

તેમજ આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની ખૂબ સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આવતીકાલે ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની ખૂબ સંભાવના છે.

29 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે અગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની ખૂબ સંભાવના છે.

30 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં તેમજ દક્ષિણમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તેમજ કચ્છ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ દિવસે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને દીવમાં તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની ખૂબ સંભાવના છે.

1 ઑક્ટોબરને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તેમજ જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ સિવાયના બાકીના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર અને દીવમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે.

2 ઑક્ટોબરને લઈને હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ અને વાવ-થરામાં તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં; તેમજ કચ્છ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ પર હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની ખૂબ સંભાવના છે.

આ દિવસે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને દીવમાં તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની ખૂબ સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS