Home તાજા સમાચાર gujrati ગુજરાત : અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ લોકોનું “ઇથીયોપિયામાં અપહરણ”, પરિવારે શું...

ગુજરાત : અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ લોકોનું “ઇથીયોપિયામાં અપહરણ”, પરિવારે શું કહ્યું?

3
0

Source : BBC NEWS

ગુજરાત : અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ લોકોનું

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

મહેસાણાના વડસ્મા ગામમાં રહેતા યુવક ઋત્વિજ, તેમજ તેમની કૌટુંબિક બહેન મમતા સહિતના કુલ ત્રણ લોકો ઇથોપિયામાં ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

બીબીસી સહયોગી કેતન પટેલ અનુસાર પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમનું અપહરણ થયું છે અને અપહરણકર્તાએ એક કરોડની ખંડણીની માંગ કરી છે.

બીબીસીએ ગુમ થયેલા લોકોના પરિવારજન સાથે વાત કરી હતી.

ત્યારે પરિવારજનો સરકાર કોઈ પણ રીતે આ લોકોને પરત લાવે તેવી કરી માંગ કરી રહ્યા છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, ખંડણીખોરે એક કરોડ રૂપિયા માંગ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

તેઓ કહે છે કે તેમણે ડાંગરવા ગામના એક એજન્ટ થકી તેમને જયપુરથી ફ્લાઇટમાં બેસાડ્યા હતા.

ત્યાં પહોંચ્યા બાદ પરિવારને યુવકનો ફોન આવ્યો કે તેઓ કૅનેડા પહોંચી ગયા છે પણ અચાનક જ એવું શું બન્યું કે તેઓ આઠ દિવસ સુધી સંપર્કવિહોણા થયા અને ત્યારબાદ અપહરણકર્તાનો કૉલ આવ્યો અને શું થયું?

શું છે સમગ્ર મામલો?

ગુજરાત : અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ લોકોનું

લાંઘણજના પીઆઈ એ એમ ગેલોતે મીડિયા આ મામલે સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે 29 સપ્ટેમ્બર 2026ના રોજ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિરીટભાઈ ચૌહાણ જેઓ ગોજારિયા રહે છે, તેમણે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી દાખલ કરી છે.

“જેમાં ફરિયાદીની દીકરી મમતા અને તેમના પતિ ચિરાગકુમાર અગાઉ છ મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયાં હતાં.”

“ત્યાર બાદમાં તેમની દીકરીને ફરીથી અમેરિકા મોકલવાની હતી અને વારંવાર વિઝા રિજેક્ટ થતા હતા.”

“તેથી તેમણે દીકરીને અમેરિકા મોકલવા માટે તેમના સંબંધી જીતુભાઈ મોચીની સાથે વાત કરીને ડાંગરવામાં રહેતા અલ્પેશભાઈ પંચાલનો સંપર્ક કરાવી આપ્યો હતો.”

“તે એજન્ટે કહ્યું હતું કે આપણે આ લોકોને અમેરિકા મોકલી દઈશું.”

“જે બાદમાં તેમની દીકરી મમતાને અને તેમની સાળીના દીકરા ઋત્વિકભાઈ જંસારી અને તેની અન્ય એક સાળી સુરેખાની દીકરી મયુરી જેની ઉંમર 27 વર્ષ છે ત્રણેયને અમેરિકા મોકલવાનું કહ્યું હતું.”

“આ ત્રણેયને અમેરિકા મોકલવા માટે વડોદરામાં રહેતા ભાર્ગવ પટેલનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો તે ત્રણેય લોકો 20 સપ્ટેમ્બરના રોજ ઘરેથી અમેરિકા જવા માટે નીકળ્યા હતા.”

“બાદમાં 20 તારીખના રોજ મમતાએ તેમના પિતા કિરીટભાઈને કૉલ કરીને કૅનેડા પહોંચી ગયાં હોવાનું જણાવ્યું હતું.”

“અને ત્યારપછી 22 સપ્ટેમ્બરથી લઈ આઠ દિવસ સુધી તેમનો કોઈ સંપર્ક થયો ન હતો.”

“જેથી આજ રોજ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજોગ અરજી દાખલ કરી હતી.”

અપહરણ બાબતે બીબીસી દ્વારા તેમને પૂછતાં તેમણે કહ્યું હતું કે, આ બાબતે હજુ તપાસ ચાલુ છે.

“અપહરણકર્તાએ એક કરોડની માંગણી કરી છે”

ગુજરાત : અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ લોકોનું

મમતાના પિતા કિરીટભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “અમે અમારા છોકરાઓને અમેરિકા મોકલ્યાં હતાં અને ત્યાંથી તેમને પકડી લીધાં છે.”

“અપહરણકર્તાઓએ તેમનું અપહરણ કરી દીધું છે અને અપહરણકર્તાએ એક કરોડની માંગણી પણ કરી છે પરંતુ અમારી પાસે પૈસા નથી.”

“સરકારને વિનંતી છે કે અમને આમાંથી છોડાવીને અમારાં બાળકો અમને પાછાં મેળવી આપે.”

“ગુમ થયેલા લોકોમાંથી એક મારી દીકરી હતી. એક મારા સાળાનો દીકરો હતો અને એક મારી સાળીની છોકરી હતી.”

“મોકલનાર એજન્ટને અમે 70 લાખ રૂપિયા આપેલા અને અમને સ્કેનરમાં જ સેન્ડ કર્યા છે.”

જો કે તેમણે એક ખુલાસો કરતાં કહ્યું કે “એજન્ટે અમારી પાસે કોઈ છેતરપિંડી કરી નથી. તે જોડે રહીને અમારી મદદ કરી રહ્યો છે.”

“કિડનેપર કુલ એક કરોડની ખંડણી માંગી રહ્યા છે. અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને અમારાં બાળકો પાછાં મળી જાય.”

એજન્ટનું શું કહેવું છે?

ગુજરાત : અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ લોકોનું

આ લોકોને મોકલનાર એજન્ટ અલ્પેશ પંચાલે બીબીસીના સહયોગી કેતન પટેલ સાથે વાત કરતા દાવો કર્યો કે, “અમે પહેલાં આ છોકરાઓને રાજસ્થાન લઈ ગયા હતા, ત્યાંથી જયપુરથીને તેમને ફ્લાઇટમાં બેસાડ્યા હતા.”

“ત્યાંથી આબુ ધાબી થઈને તે લોકો ઇથિયોપિયા ગયાં હતાં. ત્યાર બાદ ફોન પણ આવ્યો હતો કે તેઓ કૅનેડા પહોંચી ગયાં છે, પણ તેઓ કૅનેડા પહોંચ્યાં ન હતાં, તેઓ ઇથિયોપિયામાં જ હતાં.”

એજન્ટનું કહેવું છે કે “મારા બાદ જે આગળનો માણસ હતો તેનો સંપર્ક હાલ થઈ રહ્યો નથી અને અપહરણ તેમનું ઇથિયોપિયામાં થયું છે.”

“આ અપહરણકર્તા કોણ છે તે મને ખબર નથી, મારી સાથે તેની વાત થઈ છે, એક કરોડ રૂપિયાની માંગ કરી છે અને 60 લાખ રૂપિયા આપી દીધા છે, હજુ બીજા એક કરોડ માંગી રહ્યા છે.”

“અમારા દીકરા-દીકરીઓ સલામત ઘરે આવે બસ અમને બીજું કંઈ નથી જોઈતું”

ગુજરાત : અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ લોકોનું

ગુમ થયેલા ઋત્વિક જંસારીનાં માતા સંગીતાબહેન જંસારીએ જણાવ્યું હતું કે, “હું સરકાર પાસે બસ એટલી આશા રાખું છું કે અમારા દીકરા-દીકરીઓ સલામત ઘરે આવે અમને બીજું કંઈ નથી જોઈતું.”

“મારા દીકરાનું નામ ઋત્વિક છે. તે ગયા પછી તેની સાથે મારે હજુ કોઈ વાત નહીં થઈ.”

ગુમ થયેલાં મામતાબહેનનાં માતા ગાયત્રીબહેન ચૌહાણે જણાવ્યું હતું કે, “સરકારને એક જ અપીલ છે છોકરો હેમખેમ ઘેર આવી જાય.”

ઋત્વિક જંસારીના દાદા કનુભાઈ જંસારીએ બીબીસીને જણાવ્યું કે જેનું અપહરણ થયું છે તે મારો પૌત્ર છે.

“બીજી અમારી દીકરીની દીકરી મમતા અને એક દીકરી મયૂરી ગઈ છે.”

“હાલ પરિસ્થિતિનો કોઈ ચિતાર આવતો નથી.”

“સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે કંઈ અમને મદદ કરો પાછા લાવવામાં એવી અમે વિનંતી કરીએ છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS