Home તાજા સમાચાર gujrati SEO બેઠક : ઇસ્લામાબાદમાં ભારતની ભાગીદારી કેમ મહત્ત્વની છે? – ન્યૂઝ અપડેટ

SEO બેઠક : ઇસ્લામાબાદમાં ભારતની ભાગીદારી કેમ મહત્ત્વની છે? – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ભારતે એસસીઓના સમન્વયકોની બેઠકમાં ભાગ લેવા માટે એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ મોકલ્યું છે. ભારત પાકિસ્તાન બીબીસી ગુજરાતી ગુજરાત  સમાચાર ન્યૂઝ અપડેટ

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ છતાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના રાષ્ટ્રીય સમન્વયકોની ઇસ્લામાબાદમાં ચાલતી બેઠકમાં ભારત સહિત સંગઠનના તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

ભારતે એસસીઓના સમન્વયકોની બેઠકમાં ભાગ લેવા માટે એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ મોકલ્યું છે.

વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી આલોક ડિમરી આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે.

આલોક ડિમરી વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ છે. તેઓ એસસીઓ માટે ભારતના સમન્વયક પણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ એક દાયકાથી દ્વિપક્ષીય મંત્રણા નથી થઈ.

બંને દેશો વચ્ચે છેલ્લે ડિસેમ્બર 2015માં વાતચીત થઈ છે. તે વખતે ભારતનાં તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વ્યાપક દ્વિપક્ષીય મંત્રણાને ફરીથી શરૂ કરવાના અનુરોધ સાથે ઇસ્લામાબાદ ગયાં હતાં.

જોકે, જાન્યુઆરી 2016માં પઠાણકોટ હુમલા પછી આ પ્રક્રિયા ફરીથી ઠપ પડી ગઈ હતી. ભારત સરકારનું એવું વલણ રહ્યું છે કે, “માહોલ સંપૂર્ણપણે ઉગ્રવાદથી મુક્ત” હોય ત્યારે જ મંત્રણા સંભવ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS