Home તાજા સમાચાર gujrati કૅપ્ટન સ્મિત મચ્છરને યુએઈના ક્રાઉન પ્રિન્સ હૉસ્પિટલ જઈને મળ્યા – ન્યૂઝ અપડેટ

કૅપ્ટન સ્મિત મચ્છરને યુએઈના ક્રાઉન પ્રિન્સ હૉસ્પિટલ જઈને મળ્યા – ન્યૂઝ અપડેટ

6
0

Source : BBC NEWS

યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ હામદાન બિન મોહમ્મદે ફ્લાયદુબઈના પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર સાથે હૉસ્પિટલમાં મુલાકાત કરી

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ક્રાઉન પ્રિન્સ શેખ હામદાન બિન મોહમ્મદે ફ્લાયદુબઈના પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર સાથે હૉસ્પિટલે જઈને તેમની બહાદુરીની સરાહના કરી છે.

નોંધનીય છે કે ભારતીય દૂતાવાસ પ્રમાણે, વિમાન ઉડાડતી વખતે કો-પાઇલટના કથિત હુમલાને નિષ્ફળ કરવામાં ઘાયલ થયેલા ડૉ. સ્મિતને સાઉદી અરેબિયામાં દાખલ કરાયા હતા. બાદમાં તેમને સારા ઇલાજ માટે યુએઈના પાટનગર અબુ ધાબી ખાતે ટ્રાન્સફર કરાયા.

યુએઈના ક્રાઉન પ્રિન્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમની મુલાકાતની તસવીરો શૅર કરી છે. સાથે જ કહ્યું છે કે કૅપ્ટને સાહસ, જવાબદારી અને માનવજીવન પ્રત્યે પ્રતિબદ્ધતાનું સર્વોચ્ચ ઉદાહરણ રજૂ કર્યું છે.

તેમણે કહ્યું, “મારી તરફથી અને દેશના નેતૃત્વ તરફથી તેમને સંપૂર્ણ સન્માન અને પ્રશંસા મળે છે.”

શેખ હામદાને આગળ કહ્યું, “અમને ગર્વ છે કે તેઓ અમારી ટીમનો ભાગ છે, અમારા દેશની કહાણીનો ભાગ છે અને એ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, જેના માટે યુએઈ ઓળખાય છે.”

તેમણે યુએઈને “કરુણા, શાંતિ અને જીવનને મહત્ત્વ આપનારું રાષ્ટ્ર” ગણાવતાં કહ્યું કે કૅપ્ટન સ્મિત મચ્છરના સાહસિક કાર્યે એ જ મૂલ્યોને પ્રતિબિંબિત કર્યું છે.

જણાવી દઈએ કે કૅપ્ટન સ્મિતના સાહસિક કાર્યની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમને હીરો કહ્યા.

જંતર-મંતર પર પ્રદર્શન કરવા પહોંચેલા યોગેન્દ્ર યાદવ-કપિલ સિબ્બલે બીબીસીને શું કહ્યું?

સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણની અન્યો સાથે અટકાયત કરાઈ હતી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે શનિવારે ઘણા સામાજિક કાર્યકર દિલ્હીના જંતર-મંતર ખાતે પહોંચવા માટે આગળ વધ્યા, જેમને કેરળ હાઉસ પાસે દિલ્હી પોલીસે ડિટેન કર્યા છે.

સ્થળ પર હાજર બીબીસી ન્યૂઝના સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું કે પ્રદર્શનકારી જંતર-મંતરની અંદર ન પ્રવેશી શક્યા. સ્થળ પર ભારે સંખ્યામાં તહેનાત પોલીસદળના જવાનોએ તેમને કેરળ હાઉસ પાસે રોકી લીધા.

2 ઑક્ટોબરના રોજ થયેલા પ્રદર્શન બાદ આઇસા તરફથી શનિવારે પણ જંતર-મંતર પહોંચવાની હાકલ કરાઈ હતી.

બીબીસી ગુજરાતી

આ પ્રદર્શનકારીઓ આઇસાના કાર્યકરો સિવાય, સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણ જેવી હસ્તીઓ હાજર હતી, જેમની અન્યો સાથે અટકાયત કરાઈ હતી.

એ પહેલાં બંનેએ બીબીસી ન્યૂઝને કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આ પ્રદર્શન ચાલતા રહેશે.

અમારા સંવાદદાતા પ્રમાણે સ્થળ પર લગભગ સો કરતાં વધુ પ્રદર્શનકારી હતા, જેમને ડિટેન કરાયા હતા.

એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો- ન્યૂઝ અપડેટ

એશિયન ગેમ્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવી દીધું. આ જીત સાથે જ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો.

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા.

ભારત તરફથી અભિષેક શર્માએ 28 બૉલમાં 61 રનની ઇનિંગ રમી. જ્યારે તિલક વર્માએ 22 બૉલમાં 51 રન બનાવ્યા અને અણનમ રહ્યા.

211 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર માત્ર 192 રન જ બનાવી શકી.

પાકિસ્તાન તરફથી હસન નવાઝે સૌથી વધુ 96 રન બનાવ્યા. તેમણે 51 બૉલનો સામનો કર્યો.

રશિયાએ યુક્રેનની રાજધાની કિએવ શહેરમાં એક મહત્ત્વપૂર્ણ પુલ પર હુમલો કર્યો

રશિયાના હુમલા બાદ કિએવના આ પુલ પર વાહનવ્યવહારને અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યો છે.

યુક્રેનની રાજધાની કિએવમાં રશિયાના હુમલા વધી ગયા છે. શનિવારે સવારે રશિયાના હુમલામાં શહેરના મુખ્ય નોર્ધર્ન બ્રિજને નુકસાન પહોંચ્યું. કિએવના મેયર વિતાલી ક્લિચકોએ આ માહિતી આપી.

ક્લિચકોના જણાવ્યા મુજબ, હુમલામાં નોર્ધર્ન બ્રિજની રસ્તાની સપાટી અને ટ્રોલીબસના ઓવરહેડ વીજ તાર ક્ષતિગ્રસ્ત થયા છે. હુમલા બાદ પુલ પર વાહનવ્યવહારને અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, ડાબા કિનારાથી જમણા કિનારા તરફ જતો વાહનવ્યવહાર હાલ બંધ છે અને ઇમર્જન્સી સેવાઓને સ્થળ પર મોકલવામાં આવી છે.

આ ઉપરાંત, સધર્ન બ્રિજ પર પણ સતત હુમલા થઈ રહ્યા છે. ગુરુવારથી રશિયન ડ્રૉનોએ સધર્ન બ્રિજને અનેક વખત નિશાન બનાવ્યો છે. ત્યારબાદ શહેરની ડિફેન્સ કાઉન્સિલે શુક્રવારે ઇમર્જન્સી બેઠક યોજી હતી.

બેઠક બાદ ક્લિચકોએ કિએવની સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી. તેમણે કહ્યું કે રશિયા શહેરનાં મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ, લૉજિસ્ટિક્સ, રહેણાંક વિસ્તારો અને અન્ય મહત્ત્વપૂર્ણ સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે.

નોર્ધર્ન અને સધર્ન બ્રિજ કિએવના પૂર્વીય અને પશ્ચિમી ભાગોને જોડતા મુખ્ય માર્ગો છે. ગુરુવાર પહેલાં આ બંને પુલો પર આ પ્રકારના હુમલા થયા નહોતા. સતત હુમલાઓ બાદ રાજધાનીમાં પરિવહન વ્યવસ્થા પર દબાણ વધી ગયું છે.

દિલ્હી-મુંબઈનાં પ્રદર્શનો પર પોલીસ અને સરકારના વલણને લઈને ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલે શું કહ્યું?

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલએ શુક્રવારે કહ્યું કે પ્રદર્શન કરવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી (તસવીર: આઈસાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાને લઈ જતી પોલીસ)

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલએ દિલ્હી અને મુંબઈમાં થયેલાં વિરોધપ્રદર્શનો બાદ પ્રદર્શનકારીઓના અધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલએ શુક્રવારે કહ્યું કે વિરોધપ્રદર્શન કરવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. સંસ્થાના જણાવ્યા મુજબ, શાંતિપૂર્ણ પ્રદર્શનનો અધિકાર ભારતીય બંધારણ હેઠળ પ્રાપ્ત છે.

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલએ ઍક્સ પર લખ્યું, “વિરોધપ્રદર્શન કરવાનો અધિકાર સરકારની મંજૂરી પર નિર્ભર નથી. તે ભારતીય બંધારણ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા હેઠળ સુરક્ષિત છે.”

“દિલ્હી અને મુંબઈમાં પ્રદર્શનકારીઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ માંગ ચૂંટણી આયોગની મતદાર યાદીઓમાં કરવામાં આવી રહેલી વિશેષ ગહન પુનરીક્ષણ (એસઆઈઆર) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કરવામાં આવી રહી છે. 2025થી અત્યાર સુધી મતદાર યાદીઓમાંથી 13 કરોડથી વધુ લોકોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે.”

“અધિકારીઓએ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કર્યા, સેંકડો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી અને ઇન્ટરનેટ તથા જાહેર પરિવહન સેવાઓ બંધ કરી.”

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલએ લખ્યું, “આ પગલાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ રીતે એક સ્થળે એકત્ર થવાના અધિકાર પર ખુલ્લો હુમલો છે. જેમને યોગ્ય કારણ વિના હિરાસતમાં લેવામાં આવ્યા છે, તેમને તરત જ મુક્ત કરવામાં આવવા જોઈએ અને અધિકારીઓએ તેમનાં વિરોધપ્રદર્શન કરવાના અધિકારની ખાતરી આપવી જોઈએ.”

વાસ્તવમાં, દિલ્હી પોલીસે મુખ્ય જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો અને નવી દિલ્હીના અનેક વિસ્તારોમાં ધારા 163 હેઠળ નિષેધનો આદેશ લાગુ કર્યો હતો.

બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાના જણાવ્યા અનુસાર, આ દરમિયાન જંતર-મંતર પર પહોંચે તે પહેલાં જ સેંકડો પ્રદર્શનકારીઓને પોલીસે હિરાસતમાં લીધા હતા.

એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલ : ભારતે પાકિસ્તાનને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો

ભારતીય ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા

એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઇનલમાં ભારતે પાકિસ્તાન સામે 212 રનનું લક્ષ્યાંક મૂક્યું છે. ભારતીય ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા.

જાપાનમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ રન બનાવ્યા. તેમણે 27 બૉલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમી.

પાકિસ્તાન તરફથી સૈમ અયૂબે ઓપનર વૈભવ સૂર્યવંશીને 15 રનના સ્કોર પર આઉટ કર્યા. વિકેટ લીધા બાદ અયૂબે ‘બાળકને રમાડવા’ જેવો ઇશારો કર્યો.

બીજી તરફ, ઈશાન કિશન 18 બૉલમાં 20 રન બનાવીને આઉટ થયા. તેમને અરાફાત મિન્હાસે બોલ્ડ કર્યા. કૅપ્ટન શ્રેયસ અય્યરે 24 બૉલમાં 21 રન બનાવ્યા.

આ પહેલાં ટૉસ દરમિયાન ભારત અને પાકિસ્તાનના કૅપ્ટનોએ એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા.

નોંધનીય છે કે બે દિવસ પહેલાં ભારતીય પુરુષ હૉકી ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા.

સલમાન ખાને પાઇલટ સ્મિત મચ્છરની પ્રશંસા કરીને શું કહ્યું?

સલમાન ખાને કહ્યું કે, તેમને સ્મિત મચ્છર સાથે ઉડાન ભરવાની તક મળશે તો તે તેમના માટે ખુશીની વાત હશે (ફાઇલ ફોટો)

ફ્લાયદુબઈની ફ્લાઇટ ઘટનાના બાદ ચર્ચામાં આવેલા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરની અભિનેતા સલમાન ખાને પ્રશંસા કરી છે.

સલમાન ખાને કહ્યું કે, તેમને સ્મિત મચ્છર સાથે ઉડાન ભરવાની તક મળશે તો તે તેમના માટે ખુશીની વાત હશે.

સલમાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “કમાલ કરી દીધો પાઇલટ જી. અમે બધા તમને સલામ કરીએ છીએ. તમારી સાથે ઉડાન ભરવી અમારા માટે ખુશીની વાત હશે. વેલ ડન બ્રૉ… કૅપ્ટન સ્મિત મચ્છર.”

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાઇલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની પ્રશંસા કરી ચૂક્યા છે.

પીએમ મોદીએ શુક્રવારે સ્મિત મચ્છર સાથે વિડિયો કૉલ પર વાત પણ કરી હતી. પીએમએ કહ્યું કે દેશભરમાં તેમની લાંબી આયુષ્ય અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના થઈ રહી છે.

તેમણે કહ્યું કે કૅપ્ટન સ્મિતે ગંભીર ઈજાઓ છતાં મુસાફરોના જીવ બચાવવા માટે જે નિર્ણય લીધો, તેના પર સમગ્ર દેશને ગર્વ છે.

બીજી તરફ, કૅપ્ટન સ્મિતે કહ્યું કે, તેઓ પોતાની ઈજાને માત્ર ઘા તરીકે નથી જોઈ રહ્યા, પરંતુ તેને એવી એક યાત્રા માની રહ્યા છે જેમાં ધીમે ધીમે સાજા થવાની પ્રક્રિયા થશે. તેમણે કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે.

હૂતીઓએ સાઉદી અરેબિયા પર ત્રણ બૅલિસ્ટિક મિસાઇલો છોડી

હૂતીઓએ દાવો કર્યો છે કે સાઉદી અરબે છેલ્લા 24 કલાક દરમિયાન યમનમાં 94 હુમલા કર્યા છે બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

યમનના હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધન વચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે.

સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને શુક્રવારે જણાવ્યું કે, યમનના હૂતીઓએ દક્ષિણ સાઉદીના ખમિસ મુશાયત શહેર તરફ ત્રણ બૅલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેને હવામાં જ તોડી પાડવામાં આવી.

દક્ષિણ અસિર ક્ષેત્રના અહદ રફીદા ગવર્નરેટમાં અવરોધવામાં આવેલી બૅલિસ્ટિક મિસાઇલનો કાટમાળ પડતાં એક સ્થાનિક વ્યક્તિ ઘાયલ થઈ.

સાઉદી અરેબિયાની સુરક્ષા એજન્સી સિવિલ ડિફેન્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, મિસાઇલનો કાટમાળ પડતાં એક ઇમારતની અંદર પણ નુકસાન થયું. આ ઉપરાંત અનેક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયાં છે.

બીજી તરફ, હૂતીઓએ દાવો કર્યો છે કે, સાઉદી અરેબિયાએ છેલ્લા 24 કલાક દરમિયાન યમનમાં 94 હુમલા કર્યા છે. જોકે, આ હુમલાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

આ દરમિયાન, યમનનાં મુખ્ય શહેરોમાં સામેલ તાઇઝની આસપાસ પણ સંઘર્ષ વધી રહ્યો છે.

અહીં ચાલી રહેલી લડાઈ હવે તે પર્વતીય વિસ્તારો સુધી ફેલાઈ ગઈ છે, જ્યાંથી લાલ સમુદ્રના તટીય વિસ્તાર પર નજર રાખી શકાય છે. હૂતીઓએ તાજેતરના દિવસોમાં આ વિસ્તારોમાંથી કેટલાક પર નિયંત્રણ મેળવી લીધું છે.

તાઇઝને યમનનું ત્રીજું સૌથી મોટું શહેર અને દેશની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. આ શહેરની વસ્તી આશરે 10 લાખ છે.

સાઉદી અરેબિયા હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ મુજબ, અભિયાન માટે અનેક વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાં લાલ સમુદ્રના સમુદ્રી માર્ગને સુરક્ષિત કરવા માટે તટીય વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી અને યમનના અનેક મોરચાઓ પર એકસાથે હુમલો કરવાનો સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ અભિયાન આવનારાં અઠવાડિયાંમાં શરૂ થઈ શકે છે. અભિયાનનું નેતૃત્વ જમીન પર સાઉદી અરેબિયાના સમર્થનવાળાં યમની દળો કરશે, જ્યારે સાઉદી સેના હવાઈ હુમલાઓ દ્વારા તેમને સહાયતા આપશે. રૉયટર્સ સાથે વાત કરનારા છ લોકોએ તૈયારીઓ અંગે માહિતી આપી છે.

જંતર-મંતર પર આજે ફરી પ્રદર્શનનું આહ્વાન, અભિજિત દીપકે 10 ઑક્ટોબરથી આંદોલન કરશે

જંતર-મંતર પર આજે ફરી પ્રદર્શનનું આહ્વાન, અભિજીત દીપકે 10 ઑક્ટોબરથી આંદોલન કરશે – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાએ શનિવારે (આજે) પણ જંતર-મંતર પર વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને તેમણે બપોરે 1 વાગ્યે લોકોને ભેગા થવાની અપીલ કરી છે.

બીજી તરફ, કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેએ જાહેરાત કરી છે કે આ મુદ્દે તેમનું સંગઠન 10 ઑક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શન કરશે.

આ પહેલાં શુક્રવારે સવારે દિલ્હીના જંતર-મંતર પર પણ વિરોધ પક્ષોના નેતાઓ અને વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા લોકો એકત્ર થયા હતા.

જોકે, દિલ્હી પોલીસે મુખ્ય જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો અને નવી દિલ્હીના અનેક વિસ્તારોમાં ધારા 163 હેઠળ નિષેધનો આદેશ લાગુ કરવામાં આવ્યો હતો.

બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાના જણાવ્યા અનુસાર, આ દરમિયાન જંતર-મંતર પર પહોંચે તે પહેલાં જ સેંકડો પ્રદર્શનકારીઓને પોલીસે હિરાસતમાં લીધા હતા.

બીજી તરફ, સીજેપીએ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને મુંબઈના શિવાજી પાર્કમાં પ્રદર્શન કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS