Home તાજા સમાચાર gujrati ભાવનગરના ત્રાપજ પાસે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ભાવનગરના ત્રાપજ પાસે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

ભાવનગર ત્રાપજ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના મોત

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ભાવનગરના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક હેવી ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હોવાથી એક અકસ્માત સર્જાયો.

બીબીસી સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે આ અકસ્માતમાં છ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.

ભાવનગર સિટીના ડીવાયએસપી આર.આર. સિંઘાલે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતનો દુખદ બનાવ બન્યો છે.

તેઓ જણાવે છે કે ભાવનગર-તળાજા હાઈવે પર ત્યાં ત્રાપજના પાટિયા ખાતે ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં સાત લોકોનાં મોત થયાં છે.

તેમણે કહ્યું, “આ વિસ્તારમાં એક હેવી ટ્રક સર્વિસ રોડ પર પાર્ક હતો, દરમિયાન ભાવનગરથી અલંગ જતી એક કાર (જેમાં સાત લોકો હતા) ટ્રક સાથે અથડાઈ હતી અને સ્થળ પર છ લોકોનાં મોત થયાં અને ત્યાર બાદ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.”

તેમના જણાવ્યા અનુસાર, સાત મૃતકોમાં વિજયભાઈ વોરા, હિતેશકુમાર મહેતા, પીયૂષભાઈ શાહ, પ્રિતેશભાઈ ભાયાણી, ભાર્ગવભાઈ ગોસાઈ, યોગી નજમેરા અને જયેશભાઈ છે, જેઓ ભાવનગરના રહેવાસી છે અને અલંગ જવા માટે નીકળ્યા હતા, જ્યાં તેઓ કામ કરતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકો રોજ ભાવનગરથી અપ-ડાઉન કરતા હતા.

રિઝર્વ બૅન્કે રેપો રેટમાં વધારો કર્યો, મોંઘવારી વધવાનું પણ અનુમાન

રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો, મોંઘવારી વધવાનું પણ અનુમાન

રિઝર્વ બૅન્કે રેપો રેટમાં 25 બેસિક પૉઇન્ટનો વધારો કર્યો છે અને તેને 5.5% કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે સમિતિએ સર્વાનુમતે રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો.

કૉમર્શિયલ બૅન્ક રિઝર્વ બૅન્ક પાસેથી લીધેલાં ઉછીનાં નાણાં પર જે વ્યાજદર ચૂકવે છે તે રેપો રેટ છે.

રેપો રેટમાં વધારો બૅન્કો પર દબાણ લાવે છે, જેના કારણે તેને વ્યાજદર વધારવાની ફરજ પડે છે. પરિણામે, બૅન્કો પાસેથી લોન લેનારા ગ્રાહકોને ઊંચા વ્યાજદર ચૂકવવા પડે છે.

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ઘણી ચીજવસ્તુઓના ભાવ પર દબાણ હવે વધુને વધુ દેખાઈ રહ્યું છે.

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે નબળા ચોમાસા સાથે મજબૂત અલ-નીનો આગામી રવી સિઝનને અસર કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS