Home તાજા સમાચાર gujrati મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી

મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

મેરઠની એક કોર્ટે પોતાના પતિની હત્યા કરીને તેમના મૃતદેહના ટુકડા કરીને ડ્રમમાં ભરવાના મામલામાં મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને મૃત્યુની સજા સંભળાવાઈ છે.

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ પ્રૉસિક્યૂશન પક્ષના હવાલાથી આ વાતની પુષ્ટિ કરી છે.

જિલ્લા જજ અરવિંદકુમારે લગભગ દોઢ વર્ષ પહેલાં દોઢ વર્ષ બાદ આ નિર્ણય સંભળાવ્યો. મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ બંને જેલથી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણીમાં સામેલ થયાં અને સમગ્ર સમય દરમિયાન ચૂપ રહ્યાં.

પ્રૉસિક્યૂશન પક્ષના વકીલ વિજય બહાદુરે જણાવ્યું કે હત્યાના મામલામાં સાહિલ અને મુસ્કાનને મૃત્યુ દંડની સજા સંભળાવી છે અને કોર્ટે બંને દોષિતોને 20 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે.

આ સિવાય અન્ય સેક્શન અંતર્ગત સાત વર્ષની સજા સંભળાવી છે.

શું હતો મામલો?

બીબીસી ગુજરાતી મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી

માર્ચ 2025માં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક આઘાતજનક હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસ પ્રમાણે, સૌરભ રાજપૂત નામની એક વ્યક્તિની તેમની જ પત્નીએ બૉયફ્રૅન્ડ સાથે મળીને હત્યા કરી નાખી હતી.

29 વર્ષના સૌરભ રાજપૂત લંડનમાં કામ કરતા હતા અને ફેબ્રુઆરી 2025માં જ પરત ફર્યા હતા.

સૌરભના પરિવારજનોએ મેરઠ પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો આ જઘન્ય અપરાધની આશ્ચર્યચકિત કરી દે તેવી જાણકારીઓ સામે આવવા લાગી.

મેરઠ પોલીસે જણાવ્યું કે, 28 વર્ષની મુસ્કાન રસ્તોગીએ પોતાના બૉયફ્રૅન્ડ સાહિલ શુક્લા સાથે મળીને 3 માર્ચના રોજ પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી દીધી હતી.

પોલીસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, મૃતદેહને એક ડ્રમમાં ભરીને કૉંક્રીટ ભરી દેવાયું હતું.

પોલીસ એ ડ્રમને કબજે કરીને પોલીસ સ્ટેશન લઈ આવી અને એ બાદ કટર વડે ડ્રમને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.

સૌરભ રાજપૂતના મોટા ભાઈ રાહુલ ઉર્ફે બબ્લુની ફરિયાદને આધારે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધવામાં આવ્યો.

એએસપી મેરઠ આયુષ વિક્રમસિંહે આ હત્યાકાંડ અંગે મીડિયાને જણાવ્યું, “સૌરભ રાજપૂતને 4 માર્ચથી કોઈએ જોયા નહોતા. શંકાના આધારે પત્ની મુસ્કાન અને તેમના પ્રેમી સાહિલ શુક્લાને પૂછપરછ માટે બોલાવાયાં હતાં.”

“પૂછપરછમાં ખબર પડી કે સાહિલે મુસ્કાન સાથે મળીને સૌરભની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતદેહના જુદા જુદા ભાગ એક ડ્રમમાં નાખીને તેને સિમેન્ટ અને રેતી ભેળવીને તેના વડે ભરી દેવાયો. એ બાદ બંને આરોપીઓ ફરવા માટે શિમલા, મનાલી અને કસૌલી જતાં રહ્યાં.”

મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના રહેવાસી સૌરભ રાજપૂતે વર્ષ 2016માં ઘરથી થોડે દૂર રહેતી મુસ્કાન રસ્તોગી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.

બંનેના પરિવારના વિરોધ છતાં આ લગ્ન થયાં હતાં. વર્ષ 2019માં મુસ્કાને એક દીકરીને જન્મ આપ્યો હતો.

છૂટાછેડા સુધી પહોંચી વાત

પોલીસ પ્રમાણે, આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે સૌરભની પોતાનાં માતાપિતાથી બોલાચાલી થઈ ગઈ હતી, જે બાદ તેઓ મુસ્કાન સાથે પાસે આવેલા ઇંદિરાનગર વિસ્તારમાં રહેવા લાગ્યા હતા.

સૌરભની ગેરહાજરીમાં મુસ્કાન અને સાહિલ શુક્લા વચ્ચે નિકટતા વધી.

એએસપી આયુષ વિક્રમસિંહે જણાવ્યું, “27 વર્ષના સાહિલ, સૌરભના ઘરેથી થોડે દૂર રહેતા હતા. તેઓ અને મુસ્કાન આઠમા ધોરણમાં સહાધ્યાયી રહી ચૂક્યાં હતાં. સાહિલ બીકૉમ સુધી ભણ્યો અને ઑનલાઇન ટ્રેડિંગ કારોબાર સાથે સંકળાયેલા હતા.”

તેમના પ્રમાણે, જ્યારે સૌરભને પોતાની પત્ની અને સાહિલ વચ્ચે સંબંધની વાત ખબર પડી તો તેમણે વર્ષ 2021માં છૂટાછેડાનો કાયદાકીય રસ્તો અપનાવ્યો, પરંતુ બાળકી નાની હોવાને કારણે અને ઘરના લોકોની સમજાવટ બાદ તેમણે ફરિયાદ પાછી ખેંચી લીધી.

પરંતુ બંને વચ્ચે અવારનવાર તણાવ રહેતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS