Home તાજા સમાચાર gujrati મૃત મદનિયાને સૂંઢમાં લઈ ફરતી હાથણીનું માતૃત્વ દર્શાવતી હૃદયસ્પર્શી તસવીરો

મૃત મદનિયાને સૂંઢમાં લઈ ફરતી હાથણીનું માતૃત્વ દર્શાવતી હૃદયસ્પર્શી તસવીરો

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી મૃત જન્મેલા મદનિયાને કલાકો સુધી સૂંઢમાં લઈને ફરતી રહી આ હાથણી, જુઓ હૃદયદ્રાવક તસવીરો

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

સપ્ટેમ્બર 2025માં સુકાયેલી નદીના પટની સમાંતરે નામિબિયાનું રણ ખૂંદતા હાથીઓના ઝુંડને અનુસરતા ફોટોગ્રાફર ફ્રેડરિકો વેરોનેસી એક હૃદયવિદારક દૃશ્યના સાક્ષી બન્યા હતા.

તેમણે જોયું કે, એક હાથણી એક મૃત જન્મેલા મદનિયાનો આગળનો એક પગ પોતાની સૂંઢમાં વીંટીને આગળ વધી રહી છે અને મૃત મદનિયાનું અચેતન શરીર હવામાં ઝોલાં ખાઈ રહ્યું છે.

વેરોનેસી યાદ કરતાં કહે છે, “આ એક ખૂબ જ આત્મીય, લગભગ આધ્યાત્મિક ક્ષણ છે. મદનિયું એકદમ પોચું અને સાબદું હતું. તેનો દેહ હજુ કાઠો નહોતો થયો, તેથી સ્પષ્ટપણે તે રાત્રિ દરમિયાન જ જન્મ્યું હશે, અને આ ફોટો ક્લિક કરાયો તેના અમુક કલાકો પહેલાં જ.”

બીબીસી ગુજરાતી

પ્રથમ નજરે આ દૃશ્ય એક માતાના શોકની તસવીર રજૂ કરતું હોય તેવું લાગે છે. પરંતુ જેવું કે વેરોનેસીને બાદમાં ખ્યાલ પડ્યો કે તેઓ એક એવા દુર્લભ વર્તનના સાક્ષી બની રહ્યા હતા, જેમાં એક આશ્ચર્યચક્તિ કરી મૂકે એવો વળાંક હતો અને જે પ્રથમ દૃષ્ટિએ દેખાતી સંવેદના કરતાં વધુ જટિલ દૃશ્ય રજૂ કરે છે.

વેરોનેસી આ ઝુંડને કલાકો સુધી અનુસરતા રહ્યા અને કેટલીક હચમચાવી નાખનારી તસવીરો કૅપ્ચર કરી. જે પૈકી એક તસવીરને ‘વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર’નો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કાર લંડન ખાતેના નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા સંચાલિત છે.

હાથણી કલાકો સુધી મદનિયાને લઈને ફરતી જોવા મળી, જોકે, થોડા થોડા સમય માટે ખાવાપીવા માટે તે તેને નીચે મૂકતી.

બીબીસી ગુજરાતી

વેરોનેસી કહે છે, “મને લાગ્યું હતું કે, ‘આ કેટલું દુખદાયક દૃશ્ય છે, પરંતુ તેને લોકો સામે મૂકવું જરૂરી છે.’ આ તસવીર બતાવે છે કે, આ હાથીઓ કેટલું સહન કરે છે, તેમની સંવેદનાઓ કેટલી જટિલ હોય છે, જે કદાચ લોકો પ્રાણીઓ સાથે સાંકળતા નથી.”

વેરોનેસીને બાદમાં ખબર પડી કે, આ હાથણી પોતાના મૃત જન્મેલા મદનિયાને ઉઠાવીને નહોતી ફરી રહી. નામિબિયાના રણનાં પ્રાણીઓના રક્ષણ માટે કામ કરતી બિનસરકારી સંસ્થા એલિફન્ટ હ્યુમન રિલેશન્સ એઇડ (ઇએચઆરએ)ના કન્ઝર્વેશન પ્રોગ્રામ ડિરેક્ટર ક્રિશ્ચિન વિન્ટર કહે છે કે, “આ હાથણી આ મદનિયાની મા નથી.”

વેરોનેસી કહે છે કે, આ ખુલાસો “આ વાત આ પ્રાણીઓની લાગણીઓની ઊંડાઈમાં વધુ એક સ્તરનો ઉમેરો કરે છે. આ હાથણી આ મૃત મદનિયા અંગે જેવી વર્તી રહી છે એ વધુ કરુણ છે, એવું લાગે છે કે જાણે આ હાથણી પોતાના પોતાના મદનિયા સાથે રિકનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ નુકસાનને હજુ પણ ત્યાગી નથી રહી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS