Home તાજા સમાચાર gujrati અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું?

અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને શનિવારે મુક્ત કરવામાં આવ્યા. આ માહિતી સીજેપીની લીગલ સેલનાં વડાં રત્નાસિંહે આપી.

બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિતના જણાવ્યા મુજબ, સીજેપીએ કહ્યું કે મુક્તિ બાદ અભિજિત દીપકે ત્યાંથી ચાલ્યા ગયા.

એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા અનીશ ગવાંડેએ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું, “અભિજિતને મનસ્વી રીતે હિરાસતમાં રાખ્યાના 24 કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા છે. મને આશા છે કે સૌરવ અને આશુતોષને પણ જલદી જ તિહાડ જેલમાંથી તેમની ગેરકાનૂની હિરાસતમાંથી મુક્ત કરવામાં આવશે.”

હકીકતમાં અભિજિત દીપકે દિલ્હીમાં અનીશના ઘરે રોકાયેલા હતા.

મુક્તિ બાદ અભિજિત દીપકેનાં માતા અનીતા દીપકેએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “હવે અમે ઘણું સારું અનુભવી રહ્યા છીએ અને રાહત મળી છે, કારણ કે કાલથી અમે ખૂબ તણાવમાં હતાં. મારાં સાસુને ગુજરી ગયાંને હજુ 10 દિવસ પણ થયા નથી અને ત્યારબાદ અમને આ સમાચાર મળ્યા, જેના કારણે અમે ખૂબ પરેશાન થઈ ગયાં હતાં.”

દીપકેએ શુક્રવાર સાંજે ‘લહેરા દો તિરંગા’ માર્ચનું આહ્વાન કર્યું હતું પરંતુ તેમને માર્ચ પહેલાં જ પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લેવામાં આવ્યા હતા.

સીજેપીના અન્ય બે મુખ્ય ચહેરા સૌરવ દાસ અને આશુતોષ રાંકા પહેલેથી જ ન્યાયિક હિરાસતમાં છે. તેમને જંતર-મંતરમાં પરવાનગી વિના પ્રવેશ કરવાના મામલે પાંચ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

શનિવારે શું થયું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બાર ઍન્ડ બેન્ચના જણાવ્યા મુજબ, એસઈએમ કોર્ટે કેટલીક શરતો સાથે જામીન મંજૂર કર્યા.

લાઇવ લૉ અનુસાર, દીપકેએ બૉન્ડની શરતો સ્વીકારવી પડશે. તેમાંની એક શરત એ પણ છે કે તેમને એક વર્ષ સુધી શાંતિ જાળવવી પડશે.

શનિવાર સાંજે જ વામપંથી વિદ્યાર્થી સંગઠન આઇસાનાં અધ્યક્ષા નેહા બોરાને પણ હિરાસતમાં લેવામાં આવ્યાં હતાં પરંતુ તેમને શનિવારે વહેલી સવારે મુક્ત કરવામાં આવ્યાં.

મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની બહાર શનિવારે ત્યારે તણાવની સ્થિતિ સર્જાઈ જ્યારે વકીલો અને સુરક્ષાદળો વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઈ.

આ દરમ્યાન રત્નાસિંહે સુનાવણીમાં વિલંબ પર પ્રશ્ન ઉઠાવતા ઍક્સ પર લખ્યું, “સુનાવણી બપોરે 12 વાગ્યે થવાની હતી. પરંતુ સાંજે 3.38 વાગ્યા સુધી તેના કોઈ સંકેત જોવા મળતા નથી. જો આ જાણીજોઈને કરવામાં નથી આવ્યું તો પછી શું છે?”

સ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે જણાવ્યું હતું કે હિરાસતમાં લેવામાં આવેલા લોકો સાથે મળવા અથવા તેમની તરફથી વકીલાત કરવાની પરવાનગી વકીલોને ન આપવાના કારણે પોલીસ સ્ટેશનની બહાર તણાવપૂર્ણ માહોલ સર્જાયો.

તેમણે જણાવ્યું કે, મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં વિશેષ કાર્યકારી મૅજિસ્ટ્રેટની કોર્ટ છે અને અહીં ગેટ પર થોડા સમય માટે હંગામો થયો.

આંદોલનના મુખ્ય યુવા ચહેરાઓ પોલીસ કાર્યવાહી હેઠળ આવ્યા હોવા છતાં શુક્રવારે કનૉટ પ્લેસ અને તેની આસપાસ સૈંકડો લોકો એકત્ર થયા. તેમાંના ઘણાં લોકોના હાથમાં તિરંગો હતો. આ દરમિયાન અનેક પ્રદર્શનકારીઓને હિરાસતમાં લેવામાં આવ્યા.

અભિજિત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સામે પોતાના આંદોલનને સીજેપી 2.0 કહ્યું હતું, પરંતુ પોલીસની કડક કાર્યવાહીથી હવે પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આ આંદોલનનું આગળ શું થશે?

સરકાર સામે પડકાર

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવઈ માને છે કે સરકારે આવા પ્રકારના આંદોલનને અત્યંત સાવધાનીથી જોવું જોઈએ.

તેમના મતે પોલીસની કાર્યવાહીથી આંદોલનને વધુ દિશા મળી શકે છે.

તેઓ કહે છે, “જ્યારે પણ કોઈ રાજકીય આંદોલન વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે, ત્યારે તેમાં વધુ ઉછાળો આવે છે.”

“કૉક્રોચ જનતા પાર્ટીનો ઉદય અલગ રીતે થયો છે. તેણે પેપરલીક જેવા મુદ્દાઓ ઉઠાવ્યા અને તેના પ્રદર્શનમાં દરેક વર્ગના લોકો, ખાસ કરીને યુવાનો જોડાયા.”

રશીદ કિડવઈ કહે છે, “વર્ષ 2014થી મોદી સરકાર વિરુદ્ધ જે પણ રાજકીય વિરોધ સામે આવ્યો, સરકારે તેને નક્સલીઓ, વિદેશી તાકાતો અથવા દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડીને તેના પ્રભાવને ઘટાડવાનો પ્રયાસ કર્યો.”

“પરંતુ જુલાઈથી અત્યાર સુધી સરકાર આ આંદોલનને કોઈ ખાસ ખાંચામાં ફિટ કરી શકી નથી. પ્રથમ વખત સરકાર આ વિરોધને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે. જોકે, અહીં મામલો યુવાનોનો છે, તેથી સરકાર કોઈ તક આપવા માંગતી નથી.”

વિશ્લેષકોનું માનવું છે કે, વધુ કડકાઈ સરકાર માટે આ આંદોલનને રોકવું મુશ્કેલ બનાવી શકે છે.

વરિષ્ઠ પત્રકાર લવકુમાર મિશ્રા કહે છે, “જ્યારે આવા પ્રકારના વિરોધ થાય છે અથવા સરકાર એટલી વધારે કડકાઈ કરે છે, ત્યારે તેની મુશ્કેલીઓ વધી જાય છે. હવે કદાચ સરકાર તેને સરળતાથી દબાવી શકશે નહીં.”

“ભલે આ રાજકીય મુદ્દો હોય, પરંતુ આ વિદ્યાર્થીઓ અને યુવાનોનું પ્રદર્શન છે.”

પડોશી દેશોમાં થયેલાં પ્રદર્શનો સાથે તેની સરખામણી કરવામાં આવે છે તે અંગે લવકુમાર મિશ્રા કહે છે, “ભલે આ પ્રદર્શનોની સરખામણી બાંગ્લાદેશ સાથે થઈ રહી હોય, પરંતુ ત્યાંની સરકારો અત્યંત નાજુક સ્થિતિમાં હતી. ભારતની પરિસ્થિતિ અલગ છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર ઘણી મજબૂત છે.”

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં જુલાઈ 2024માં સરકારી નોકરીઓમાં કોટા પ્રણાલી વિરુદ્ધ વિદ્યાર્થીઓનું પ્રદર્શન શરૂ થયું હતું.

પછી તે શેખ હસીનાની સરકાર વિરુદ્ધ મોટા આંદોલનમાં ફેરવાયું અને 5 ઑગસ્ટ, 2024ના રોજ હસીનાને વડાં પ્રધાનપદ છોડીને દેશની બહાર (ભારતમાં) આશ્રય લેવો પડ્યો.

તે જ રીતે નેપાળમાં સપ્ટેમ્બર 2025માં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં યુવાનોનું ‘જેન ઝી’ આંદોલન ભભૂકી ઊઠ્યું. હિંસક પ્રદર્શનો બાદ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વમાં અંતરિમ સરકાર રચાઈ.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસી હિંદીના કાર્યક્રમ ‘દિનભર’માં જોડાયેલાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક મનીષા પ્રિયમે કહ્યું, “આ યુવાનો છે અને માત્ર ધ્વજ જ તો ફરકાવી રહ્યા છે. તેમાં શું સમસ્યા હોવી જોઈએ? આ યુવાનોની લડાઈ બિલકુલ રાજકીય નહોતી. તેમણે નીટ અને પેપરલીક જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.”

તેઓ કહે છે, “આ બાળકો કોઈ કાયદો તોડી રહ્યાં નથી. પોલીસ તેમને કેવી રીતે મારી રહી છે તે બધાની સામે છે. પોલીસ બાળકોની પિટાઈ કરી રહી છે અને જો તેઓ થોડું પણ કંઈ કહે, તો તેને અવમાનના ગણાવવામાં આવે છે.”

તેમણે કહ્યું, “કોઈપણ સરકારે યુવાનોની આ ભાવનાને છેડવી જોઈએ નહીં. તેના બદલે સરકારે તે પ્રશ્નોના જવાબ આપવા જોઈએ, જે આ યુવાનો પૂછે છે.”

અભિજિત દીપકેને હિરાસતમાં કેમ લેવામાં આવ્યા?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

સીજેપીએ શુક્રવાર સાંજે પાંચ વાગ્યે કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ‘લહેરા દો તિરંગા’ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

શુક્રવાર સવારે દિલ્હી પોલીસની એક ટીમ તે ઘેર પહોંચી હતી, જ્યાં અભિજિત દીપકે રોકાયેલા હતા.

પોલીસે તેમને નોટિસ આપીને માર્ચમાં ભાગ ન લેવા કહ્યું. નોટિસ મુજબ, અભિજીતે કનૉટ પ્લેસમાં લોકોને એકત્ર થવાની અપીલ કરી હતી, પરંતુ તેના માટે કાનૂની પરવાનગી લેવામાં આવી નહોતી.

પછી સાંજે લગભગ ચાર વાગીને 50 મિનિટે અભિજિત ઘર બહાર નીકળ્યા. તેમને રોકવા ત્યાં હાજર પોલીસકર્મીઓ આગળ વધ્યા.

જોકે, સીજેપીએ બાદમાં દાવો કર્યો કે તેને અભિજીત ક્યાં રાખવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી રહી નથી અને તેમને વકીલો સાથે વાત કરવાની પણ પરવાનગી આપવામાં આવી નથી.

સૌરવ અને આશુતોષ પહેલેથી જ ન્યાયિક હિરાસતમાં

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

આ પહેલાં 13 ઑક્ટોબરે સીજેપીના 14 કાર્યકરો જંતર-મંતર પહોંચ્યા હતા. તેમાં સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે પણ સામેલ હતા.

પોલીસનો આરોપ છે કે, જંતર-મંતરને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવા છતાં અને ત્યાં ભારે બૅરિકેડિંગ હોવા છતાં તેઓ ખાનગી પરિસર મારફતે અંદર પ્રવેશ્યા.

પોલીસના જણાવ્યા મુજબ, આ લોકોએ બંધ લોખંડનો ગેટ પાર કર્યો, જંતર-મંતર પહોંચ્યા, તિરંગો ફરકાવ્યો અને નારા લગાવ્યા.

પોલીસનો આરોપ છે કે, પ્રદર્શનકારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી અને તેમની ફરજમાં અવરોધ ઊભો કર્યો.

આ મામલે કનૉટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનોમાં બે અલગ કેસ નોંધવામાં આવ્યા.

પોલીસે કહ્યું કે, સૌરવ અને આશુતોષે વારંવાર કાયદાનો ભંગ કર્યો અને સોશિયલ મીડિયા મારફતે અન્ય લોકોને પણ આવી પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો.

બંનેને વિશેષ કાર્યકારી મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને પાંચ દિવસની ન્યાયિક હિરાસતમાં તિહાડ જેલ મોકલવામાં આવ્યા.

સીજેપીનું કહેવું છે કે, તેના નેતાઓ માત્ર તિરંગો ફરકાવવા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા માટે ત્યાં ગયા હતા.

સીજેપી નેતા અજિંક્ય શિંદેને પાંચ હજાર રૂપિયાના બૉન્ડ પર મુક્ત કરવામાં આવ્યા. સાથે એ શરત મુકાઈ કે તેઓ એક વર્ષ સુધી એવી કોઈ પ્રવૃત્તિમાં જોડાશે નહીં, જેનાથી શાંતિ ભંગ થાય.

આ પહેલાં વિમાનમાંથી હિરાસતમાં લેવામાં આવ્યા હતા ત્રણેય નેતા

અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 10 ઑક્ટોબરે પણ હિરાસતમાં લેવામાં આવ્યા હતા.

ત્રણેય મુંબઈથી દિલ્હી આવ્યા હતા અને જંતર-મંતર પરના પ્રદર્શનમાં જોડાવા માંગતા હતા. દિલ્હી પોલીસે વિમાન ઉતર્યા પછી તેમને વિમાનની અંદરથી જ હિરાસતમાં લીધા હતા.

આગલા દિવસે એક કાર્યકારી મૅજિસ્ટ્રેટે ત્રણેયને મુક્ત કરવાનો આદેશ આપ્યો.

સૌરવ અને આશુતોષને 50 હજાર રૂપિયાના મુચલકા અને એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરતે છોડવામાં આવ્યા હતા.

પોલીસે આ જ શરતના કથિત ભંગને બંનેને તિહાડ મોકલવાના એક આધાર તરીકે દર્શાવ્યો છે.

સરકાર અને ભાજપે શું કહ્યું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભાજપ અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે, વિરોધ પક્ષની લડાઈ ચૂંટણી સુધારણા, એસઆઈઆર અથવા યુવાનોના ભવિષ્ય માટે નથી.

તેમણે આરોપ લગાવ્યો કે, વિરોધ પક્ષ અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે.

નિતિન નવીને કહ્યું, “લોકશાહીમાં સત્તા સુધી પહોંચવાનો રસ્તો જનાદેશમાંથી પસાર થાય છે, અરાજકતામાંથી નહીં.”

જ્યારે અભિજિત દીપકેએ કહ્યું કે, સત્તામાં બેઠેલા લોકો પાસેથી જવાબ માંગવો અરાજકતા નહીં, પરંતુ લોકશાહીની મૂળભૂત અભિવ્યક્તિ છે.

તેમણે કહ્યું, “વ્યવસાય શાંતિપૂર્ણ પ્રદર્શનોથી નહીં, પરંતુ સરકાર દ્વારા શહેર બંધ કરવાથી, ઇન્ટરનેટ બંધ કરવાથી અને લોકોની અવરજવર પર પ્રતિબંધો લાદવાથી પ્રભાવિત થાય છે.”

સીજેપીનું કહેવું છે કે, તે મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના માર્ગ પર ચાલી રહી છે.

તિરંગા માર્ચમાં સુરક્ષા વ્યવસ્થા

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

સીજેપીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શુક્રવારે નવી દિલ્હી અને તેના આસપાસ 25 હજારથી વધુ પોલીસ અને અર્ધસૈનિકદળોના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.

કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશન નજીક સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ કનૉટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે સેન્ટ્રલ પાર્કને 16 અને 17 ઑક્ટોબર માટે બંધ કરી દીધો.

સેન્ટ્રલ પાર્કની આસપાસ પ્રદર્શનકારીઓને હિરાસતમાં લેવા માટે બસો પહેલેથી જ ઊભી રાખવામાં આવી હતી.

પોલીસનું કહેવું હતું કે, પરવાનગી વગર એકત્ર થનારા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પ્રદર્શન માટે રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકાય, પરંતુ તેના માટે પણ પહેલાં પરવાનગી લેવી પડશે.

અભિજિત દીપકેને આપવામાં આવેલી નોટિસમાં પોલીસે કહ્યું કે કનૉટ પ્લેસ એક વ્યસ્ત વ્યાવસાયિક વિસ્તાર છે, જ્યાં આવવા-જવાના રસ્તાઓ મર્યાદિત છે.

પોલીસનું કહેવું હતું કે, મોટી ભીડ એકત્ર થવાથી આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક અટકી શકે છે. તેનાથી લોકોને બહાર કાઢવામાં અને ઍમ્બ્યુલન્સ તથા અગ્નિશામક વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી થઈ શકે છે.

નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પરથી રોજ સરેરાશ લગભગ બે લાખ મુસાફરો મુસાફરી કરે છે.

પોલીસે કનૉટ પ્લેસના વેપારીઓ, કર્મચારીઓ અને ત્યાં આવનારા લોકોના અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો.

જોકે, પોલીસે કહ્યું હતું કે મર્યાદિત સંખ્યામાં લોકોને યોગ્ય સ્થળે તિરંગો ફરકાવવાની અને રાષ્ટ્રગાન ગાવાની સુવિધા આપી શકાય છે.

સરકાર ગૂંચવાતી દેખાઈ રહી છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, સરકાર આ આંદોલનને કેમ દબાવી શકતી નથી અથવા તેમાં કેમ વધુ ગૂંચવાતી જાય છે, ત્યારે રશીદ કિડવઈ કહે છે, “વિડંબના જુઓ, જો કોઈ દિલ્હીના કનૉટ પ્લેસમાં ધ્વજ ફરકાવવા જઈ રહ્યો હોય અને પોલીસ તેના પર લાઠીચાર્જ કરે, તો શું કોઈએ વિચાર્યું હતું કે મોદી રાજમાં આવું થઈ શકે?”

“સરકાર કૉક્રોચ જનતા પાર્ટી સાથે કડકાઈથી વર્તી રહી છે. જ્યારે રાહુલ ગાંધી જ્યારે માર્ચ કરે છે, ત્યારે તેમને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચવા દેવામાં આવે છે.”

તેઓ કહે છે, “મહાત્મા ગાંધીએ એક વાર કહ્યું હતું કે ક્યારેક આપણે આપણા રાજકીય વિરોધીઓના કારણે આગળ વધીએ છીએ.”

“તેથી જોવું પડશે કે કૉક્રોચ જનતા પાર્ટી સાથેની કડકાઈ ભાજપની વિચારપૂર્વકની રાજનીતિ છે કે તેની પાછળ કોઈ બીજી કારણ છે.”

લવકુમાર મિશ્રાનું માનવું છે કે, ભારતની રાજકીય સ્થિતિ બાંગ્લાદેશ જેવા પડોશી દેશોથી અલગ છે અને નરેન્દ્ર મોદી સરકાર ઘણી મજબૂત છે.

પરંતુ તેમના મતે સરકારની કડકાઈ અને પ્રદર્શનકારી યુવાનોની આંદોલન ચાલુ રાખવાની કોશિશ વચ્ચે અથડામણ યથાવત્ રહી શકે છે.

તેઓ કહે છે, “સરકાર ઇચ્છશે કે પ્રદર્શન સમાપ્ત થાય, પરંતુ વિદ્યાર્થીઓ ઇચ્છશે કે તે ચાલુ રહે. સરકારને આ આંદોલનને વાતચીતના મેજ પર લાવવું પડશે.”

અગાઉની કાર્યવાહીમાં શું થયું હતું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી અભિજિત દીપકેની અટકાયત, હંગામો અને મુક્તિ, શનિવારે શું થયું? કોક્રોચ જનતા પાર્ટી સીજેપી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસીના પ્રકાશિત એક અહેવાલ મુજબ, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા શપથપત્રમાં કહ્યું હતું કે 10 અને 11 ઑક્ટોબરની કાર્યવાહી ગુપ્તચર માહિતીના આધારે કરવામાં આવી હતી.

પોલીસે દાવો કર્યો કે, તેની કાર્યવાહીથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાનું મોટું સંકટ ટળી ગયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, હિરાસતમાં લેવામાં આવેલા સામાન્ય પ્રદર્શનકારીઓને અસ્થાયી કેન્દ્રોમાં રાખવામાં આવ્યા અને બે થી છ કલાકની અંદર મુક્ત કરી દેવામાં આવ્યા.

પોલીસે એવો પણ દાવો કર્યો કે, હિરાસતમાં લેવામાં આવેલા રાજકીય નેતાઓને થાનાધ્યક્ષોના રૂમમાં બેસાડવામાં આવ્યા અને તેમને ચા, કૉફી તથા ભોજન આપવામાં આવ્યું.

આ કાર્યવાહી દરમિયાન દિલ્હી આવતી-જતી લગભગ 241 ટ્રેનો રદ કરવામાં આવી હતી. 45 મેટ્રો સ્ટેશનો 25 કલાક સુધી બંધ રાખવામાં આવ્યાં હતાં.

રાયસીના હિલ્સના ચાર કિલોમીટરના વ્યાસ વિસ્તારમાં 24 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ પણ બંધ રાખવામાં આવ્યું હતું.

પોલીસે પોતાની કાર્યવાહી યોગ્ય ઠેરવવા માટે 20 જુલાઈએ થયેલા સીજેપીનાં પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો.

પોલીસનો આરોપ છે કે, તે પ્રદર્શનમાં 30 હજારથી વધુ લોકો સામેલ થયા હતા અને 240થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

સીજેપીએ તેની વિરુદ્ધ પોલીસે પ્રદર્શનકારીઓ, ખાસ કરીને મહિલાઓ સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS