Home તાજા સમાચાર gujrati ગુજરાત : ઘર અને પરિવારની સુરક્ષાથી દૂર આભને છાપરું બનાવીને રહેતી કચ્છની...

ગુજરાત : ઘર અને પરિવારની સુરક્ષાથી દૂર આભને છાપરું બનાવીને રહેતી કચ્છની માલધારી મહિલાઓને શેની બીક છે?

7
0

Source : BBC NEWS

ગુજરાત : ઘર અને પરિવારની સુરક્ષાથી દૂર આભને છાપરું બનાવીને રહેતી કચ્છની માલધારી મહિલાઓને શેની બીક છે?

ગુજરાત સરકારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને સોમવારે વિધિવત દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધા હતા. પરંતુ કચ્છના લખપત અને અબડાસા તાલુકાઓમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ ન પડતાં માલધારીઓએ છેક ઑગસ્ટ મહિનાથી જ પોતાની ગાયો અને ભેંસો સાથે હિજરત ચાલુ કરી દીધી હતી.

લખપત તાલુકાનાં બેખડા, મિંઢિયારી વગેરે ગામોના કેટલાક માલધારી પરિવારો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઘાસચારાની શોધમાં હિજરત કરીને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ ગામમાં આવ્યા હતા.

માલવણમાં હાઇવે નજીક જમીનના એક ખાલી ટુકડામાં તેમણે તંબુ તાણ્યા છે. આ તંબુ બાંધવાનું કામ મહિલાઓ કરે છે. પરંતુ આ માલધારીઓ કચ્છ છોડીને સુરેન્દ્રનગર આવ્યા ત્યારબાદ માલવણમાં વરસાદ પડતાં માલધારીઓના તંબુ અને તેની આજુબાજુ પાણી ભરાઈ ગયું હતું અને મહિલા અને બાળકો સહિત માલધારી પરિવારોએ બાજુની એક હોટલના પાર્કિંગમાં થોડા સમય માટે આશરો લેવો પડ્યો હતો.

સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં વરસાદ બંધ થઇ જતાં ભાદરવા મહિનાનો આકરો તાપ પડવા લાગ્યો હતો. કચ્છના માલધારીઓ જેને ભૂંગા તરીકે ઓળખે છે તે તંબુ પ્રમાણમાં નાના છે અને મહિલાઓ ફરિયાદ કરે છે કે તેમને બપોરની રસોઈ અંગ દઝાડતા તડકામાં જ કરવાની ફરજ પડે છે.

નર્મદા યોજનાની માળિયા બ્રાન્ચ કૅનાલ નજીકમાંથી વહેતી હોવાથી આ મહિલાઓને પાણી તો મળી જાય છે પરંતુ પાણી ભરતી વખતે કૅનાલમાં લપસી પડવાનો ભય સતત રહે છે. તેમની સૌથી મોટી ચિંતા છે, મચ્છરોનો ઉપદ્રવ. તેઓ કહે છે કે, કચ્છમાં મચ્છર નથી હોતાં અને ત્યાં તેમના ઘરમાં વીજળી અને પંખા છે. પરંતુ તંબુમાં વીજળી ન હોવાથી અને કૅનાલનું પાણી નજીક હોવાથી મચ્છર બાળકોને આખી રાત સુવા દેતાં નથી. મહિલાઓ કહે છે કે પોતાના પરિવારના કેટલાક લોકો તો બીમાર પણ પડી ગયા છે.

પોતાના ઘરની અને પરિવારની સુરક્ષાથી દૂર, આભને છાપરું બનાવી જીવન જીવવા મજબૂર આ મહિલાઓની કહાણી દુષ્કાળની વિડંબણાની ચાડી ખાય છે.

બીબીસી ગુજરાતી ગુજરાત : ઘર અને પરિવારની સુરક્ષાથી દૂર આભને છાપરું બનાવીને રહેતી કચ્છની માલધારી મહિલાઓને શેની બીક છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS