Home તાજા સમાચાર gujrati આ દેશોની સરકારો નાગરિકોને ‘રૅશન-પાણી ભેગું કરી તૈયાર રહેવા’ કેમ કહી રહી...

આ દેશોની સરકારો નાગરિકોને ‘રૅશન-પાણી ભેગું કરી તૈયાર રહેવા’ કેમ કહી રહી છે?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

વાંચવાનો સમય: 3 મિનિટ

પાછલા ઘણા સમયથી વિશ્વના ઘણા નેતાઓ આગામી સમય ‘વધુ કટોકટીપૂર્ણ’ હશે એવો દાવો કરી ચૂક્યા છે.

આવા દાવા મધ્યપૂર્વમાં તણાવ અને તેના કારણે ઘણા દેશોના પુરવઠા તંત્રો પર થયેલી અસરોને જોતા પણ કહેવામાં આવી રહ્યું હતું. ભારત સહિતના વિશ્વના ઘણા શૅરબજારોમાં પણ પાછલા અમુક સમયથી મંદીતરફી વલણ જોવા મળ્યું હતું.

ભારતની વાત કરીએ તો મધ્યપૂર્વમાં તણાવ શરૂ થયા બાદથી કેટલાક મહિનાથી પેટ્રોલ, ડીઝલ, પીએનજીથી માંડીને ઘણી જરૂરિયાતની વસ્તુઓનો ભાવવધારો જોવા મળ્યો છે.

હવે અમેરિકા, યુકે અને અન્ય દેશોએ પોતાના નાગરિકો માટે ‘જરૂરી વસ્તુઓનો સ્ટૉક ભેગો કરવાની’ સલાહ જાહેર કરી છે.

આ દેશોની સરકારોએ કરી નાગરિકોને અપીલ

બીબીસી ગુજરાતી

સીએનએનના એક વીડિયો અહેવાલ અનુસાર, યુરોપથી માંડીને એશિયાના દેશોની સરકારો પોતાના નાગરિકોને “યુદ્ધ, સાઇબર હુમલા અને મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોખમ”ના કારણે સંભવિત અવરોધ કે નુકસાન માટે તૈયાર રહેવાની જણાવી રહી છે.

પાછલાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન કરાયેલી આ અપીલોમાં સરકારોએ નાગરિકોને કટોકટીની સ્થિતિ માટે ભોજનસામગ્રી, પાણી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ હાથવગી રાખવા જણાવ્યું છે.

અહેવાલ પ્રમાણે, કૅનેડા, જાપાન, મૅક્સિકો અને નેધરલૅન્ડ્સે પણ “ઓછામાં ઓછો ત્રણ દિવસ સુધીની આ તમામ વસ્તુઓનો પુરવઠો” જાળવવા માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકામાં ખાદ્યસામગ્રી, પાણી, દવાઓ અને બૅટરીથી ચાલતા રેડિયો રાખવાની ભલામણ કરાઈ છે.

પહેલાંથી આંદોલનો સામે ઝઝૂમી રહેલા દેશ ફ્રાન્સમાં પણ નોર્મેન્ડી ખાતેના વહીવટી તંત્રે સ્થાનિકોને ‘તૈયાર રહેવાની’ અપીલ કરી છે.

અમેરિકામાં એફબીઆઇના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ડેન બાંગ જીનોએ પણ રહીશોને “30 દિવસ સુધી ચાલે એટલાં ખાદ્યસામગ્રી કે પાણી રાખવા જણાવ્યું છે.”

જેમાં, ભોજનસામગ્રીના ડબ્બા, પાણીની બૉટલો, ફર્સ્ટ એઇડ માટેની વસ્તુઓ અને રોકડા રૂપિયા સામેલ છે.

તેમનું કહેવું છે કે, “તેનો આશય કુદરતી આપત્તિઓ અને સાઇબર હુમલા જે ઇન્ટરનેટ, ઑનલાઇન બૅન્કિંગ, અને પુરવઠા તંત્રને અસર કરી શકે છે, તેની સામે લોકોને તૈયાર કરવાનો છે. જે સુપરમાર્કેટના શેલ્વ્સમાં જોવા મળતી વસ્તુઓના પ્રવાહને અસર કરી શકે છે. આ સિવાય આ સિવેજ કે ફોન જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ઍક્સેસ બંધ થઈ જાય એવી પરિસ્થિતિઓ માટેની તૈયારી પણ છે.”

આ સિવાય આ યાદીમાં પાવર બૅન્ક, ધાબળા, ટૉર્ચ અને એક એફએમ રેડિયો (ડિજિટલ ન હોય તેવા) સામેલ છે. રેડિયો એટલા માટે જેથી તમે સેફ્ટી અને લેટેસ્ટ સ્વાસ્થ્ય સંબંધી માહિતી મેળવી શકો.

કેટલાક લોકોએ સરકાર પર ‘કૌભાંડ’નો આરોપ મૂક્યો હતો. યુકેના ડિફેન્સ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, “તેઓ જનતા ભયભીત થાય એવું નથી ઇચ્છતા, પરંતુ યુકે આજકાલ દેશ સામે મોટા જોખમનો સામનો કરી રહ્યું છે.”

સિક્યૉરિટી મંત્રી ડેન જાર્વિસે કહ્યું કે, “આવું દેશ તરીકે આપણી જોખમ સામે ટકવાની ક્ષમતા વધારવા માટે કરાયું છે. અને ફ્રાન્સ, આયર્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ તમામે આવી જ માર્ગદર્શિકા જાહેર કરી છે.”

શું કહે છે સુરક્ષા નિષ્ણાત?

બીબીસી ગુજરાતી

અમેરિકન સાઇબર સિક્યૉરિટી નિષ્ણાત રિચર્ડ ક્લાર્ક આ માર્ગદર્શિકા અંગે જણાવે છે કે, “આવી ભલામણ પાછળ કોઈ ચોક્કસ ખતરો જવાબદાર નથી, લોકોએ બહાર નીકળીને રાતોરાત વસ્તુઓ એકઠી કરવા લાગવાની જરૂર નથી.”

“જોકે, આવું કહેવા છતાં આ માર્ગદર્શિકાને અનુસરીને વસ્તુઓ એકઠી કરવી એ સ્માર્ટ કહેવાશે. કારણ કે હવે કુદરતી આપત્તિઓની શક્યતા, એઆઇને કારણે સાઇબર હુમલાની તીવ્રતામાં થયેલો વધારો અને યુદ્ધની શક્યતાઓ પણ છે. થોડી ઘણી વસ્તુઓ હાથવગી હોય એ વાત હંમેશાં સારી છે. પરંતુ હાલ, કોઈ તાત્કાલિક ખતરો નથી.”

“પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ એવા સંકેત આપી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી બાદ કદાચ ફરીથી ઈરાન સાથેનું યુદ્ધ આગળ ધપાવશે, સામેની બાજુએ ઈરાને પણ યુદ્ધનો વ્યાપ વધારવાની અને યુદ્ધમાં નવી તકનીકોનો ઉપયોગ કરવાના સંકેત આપ્યા છે. આ નવી તકનીકો, આતંકવાદ, સાઇબર હુમલા હોઈ શકે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS