Home તાજા સમાચાર gujrati ‘અક્વાન’ : ઓડિશામાં વાવાઝોડું ટકરાયું, ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ અંગે શું છે...

‘અક્વાન’ : ઓડિશામાં વાવાઝોડું ટકરાયું, ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ અંગે શું છે આગાહી?

5
0

Source : BBC NEWS

‘અક્વાન’ : ઓડિશામાં વાવાઝોડું ટકરાયું, ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ અંગે શું છે આગાહી?

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત ‘અકવાન’ ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થઈ ગયું છે. શુક્રવારે સવારે 7:30 થી 8:30 વાગ્યાની વચ્ચે તે ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશા વચ્ચે ગોપાલપુર નજીક દરિયાકાંઠેથી પસાર થયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાને પાર કરતી વખતે 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જોકે, વાવાઝોડાને સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરવામાં થોડો સમય લાગશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતની અસરને કારણે ઉત્તર આંધ્રપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચક્રવાત દરિયાકાંઠેથી પસાર થઈ ગયું હોવા છતાં, APSDMAના MD અને RTGSના CEO પ્રખર જૈને શ્રીકાકુલમ જિલ્લાના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

અરબી સમુદ્ર શાંત હોવાથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાથી ગુજરાતમાં આ વાવાઝોડાની કોઈ અસર જોવા મળશે નહીં અને આગામી ચાર-પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

રાજ્યમાં હાલ પશ્ચિમ તરફથી પવનો ફૂંકાતા હોવાથી દિવસે ગરમી અને રાત્રે ઠંડક સાથે બેવડી ઋતુની સ્થિતિ છે, જેમાં રાજકોટ, પોરબંદર, વડોદરા અને ડાંગમાં દિવસ-રાતના તાપમાન વચ્ચે મોટો તફાવત નોંધાયો છે.

વીડિયો- દીપક ચુડાસમા

બીબીસી ગુજરાતી ઓડિશામાં વાવાઝોડું ટકરાયું, ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ અંગે શું છે આગાહી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS