Home તાજા સમાચાર gujrati અદાણી ગ્રીનના મહારાષ્ટ્રમાં આવેલા એક પ્રોજેક્ટ મામલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે તપાસના આદેશ...

અદાણી ગ્રીનના મહારાષ્ટ્રમાં આવેલા એક પ્રોજેક્ટ મામલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે તપાસના આદેશ કેમ આપ્યા?

6
0

Source : BBC NEWS

અદાણીની કંપની દ્વારા ₹5,675 કરોડનો ખર્ચ ₹56.75 કરોડ દર્શાવ્યાના આરોપ બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

સાતારાના તારલી ડૅમ પર અદાણી ગ્રીન કંપની દ્વારા હાથ ધરાયેલો પ્રોજેક્ટ હાલમાં ચર્ચામાં છે. કર્જતના સૈદોંગર પ્રોજેક્ટની જેમ, અહીં પણ પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે.

જોકે, આ પ્રોજેક્ટના ખર્ચ અંગે માહિતી આપતી વખતે સાતારાના માનદ વન્યજીવ સંરક્ષક રોહન ભાટેએ આક્ષેપ કર્યો હતો કે, અદાણી ગ્રીને ‘ખોટી વિગતો’ રજૂ કરી છે.

આ પ્રોજેક્ટનો મૂળ ખર્ચ ₹5,675 કરોડ હતો, પરંતુ કંપનીએ સોગંદનામામાં તેને ₹56.75 કરોડ એટલે કે ‘99% ઓછો’ દર્શાવ્યો હતો.

આના પરિણામે, કંપનીએ સહ્યાદ્રી ટાઇગર રિઝર્વમાં વન્યજીવન સંરક્ષણ માટે ₹227 કરોડના બદલે માત્ર ₹2.27 કરોડ જ ચૂકવવા પડશે. આ વાત સામે આવ્યા બાદથી એવી ટીકા થઈ રહી છે કે, કંપનીએ વન સંરક્ષણનો ખર્ચ ઘટાડવાના હેતુથી પ્રોજેક્ટનો ખર્ચ ‘કાગળ પર ઓછો’ દર્શાવ્યો છે.

કંપનીએ હવે સ્પષ્ટતા કરી છે કે, આ આરોપ પાયાવિહોણો છે. બીજી તરફ, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે મહારાષ્ટ્ર વન વિભાગને આ બાબતની તપાસ કરવા સૂચના આપી છે.

જોકે, પર્યાવરણવાદીઓ કહી રહ્યા છે કે, આ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની ‘મંજૂરી વિના જ કામ શરૂ’ કરી દેવામાં આવ્યું હતું.

અદાણીની કંપની દ્વારા ₹5,675 કરોડનો ખર્ચ ₹56.75 કરોડ દર્શાવ્યાના આરોપ બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

‘સેવ સહ્યાદ્રી’ ગ્રૂપે 15 નવેમ્બરે તારલીમાં એક બેઠકનું આયોજન કર્યું છે, જેમાં અભિનેતા અને પર્યાવરણ કાર્યકર સયાજી શિંદેએ નાગરિકોને સહ્યાદ્રી તથા તારલી વિસ્તારના રક્ષણ માટે આગળ આવવા હાકલ કરી છે.

સ્થાનિક લોકો છેલ્લાં બે વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને નિષ્ણાતોએ અગાઉ પ્રોજેક્ટના પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) સામે પણ સવાલો ઊઠાવ્યા હતા.

તારલી પ્રોજેક્ટ ખરેખર શું છે?

અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના પાટણ તાલુકામાં તારલી નદીની ખીણમાં આવેલા ખાટે, તોંડોશી, કાલંબે અને જાલુ ગામોમાં 150.74 હૅક્ટર વિસ્તારમાં આ પ્રોજેક્ટ બનાવી રહી છે.

આ વિસ્તાર કોયના વન્યજીવ અભયારણ્ય અને સાતારાના સહ્યાદ્રી ટાઇગર રિઝર્વના પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રની (Eco-Sensitive Zone) નજીક આવેલો છે.

તારલીમાં આકાર લઈ રહેલો આ પ્રકલ્પ 1,500 મેગાવૉટની ક્ષમતા ધરાવતો પંપ સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે.

પંપ સ્ટોરેજ પ્રોજેક્ટમાં બે જળાશયોનો ઉપયોગ થાય છે. જ્યારે વીજળીની માગ અને કિંમત વધારે હોય છે, ત્યારે ઉપરના જળાશયમાંથી પાણી વીજળી ઉત્પન્ન કરવા માટે નીચે છોડવામાં આવે છે. ત્યારબાદ જ્યારે વીજળીની માગ અને કિંમત ઓછી હોય છે, ત્યારે તે જ પાણી પંપની મદદથી ફરી ઉપર પહોંચાડવામાં આવે છે.

અદાણીની કંપની દ્વારા ₹5,675 કરોડનો ખર્ચ ₹56.75 કરોડ દર્શાવ્યાના આરોપ બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

સૌર ઊર્જા અથવા અન્ય સ્રોતો દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો આવા પંપ સ્ટોરેજમાં સંગ્રહ કરી શકાય છે, તેથી જ તેને ‘વૉટર બૅટરી’ પણ કહેવામાં આવે છે.

તારલી પંપ સ્ટોરેજ એ એક ‘ઓપન-લૂપ’ પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ છે. એટલે કે, બે જળાશયો પૈકી નીચેનું જળાશય તારલી નદી પર એટલે કે વહેતા પાણીના સ્રોત પર આવેલું છે. જ્યારે ઉપરનું જળાશય ખાટે અને તોંડોશી ખાતે બનાવવાનો પ્રસ્તાવ છે.

આ નદી પર આવેલો હાલનો બંધ આ હેતુ માટે ઉપયોગમાં લેવાશે.

જોકે, આ બંધનું પાણી આસપાસના 140 ગામોના પીવાના અને ખેતીના વપરાશ માટે અનામત રાખવામાં આવ્યું છે. તેમાંથી કેટલાક ભાગના પાણીનો ઉપયોગ હવે વીજ ઉત્પાદન માટે કરવામાં આવશે, તેથી સ્થાનિક લોકોએ શરૂઆતથી જ આ સામે વાંધો ઊઠાવ્યો હતો.

આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2024માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. 12 માર્ચ, 2024ના રોજ કાલંબેના ગગનગીરી મહારાજ મઠ ખાતે જાહેર સુનાવણી યોજાઈ હતી, જેમાં ખેડૂતો અને પર્યાવરણવાદીઓએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

11 ફેબ્રુઆરી, 2025ના રોજ આ પ્રોજેક્ટને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી હતી. જોકે, આ મંજૂરી આપતી વખતે કેટલીક શરતો લાદવામાં આવી હતી. રોહન ભાટેએ આક્ષેપ કર્યો છે કે, તે શરતો પરિપૂર્ણ કરતી વખતે કાગળ પર પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો દર્શાવવામાં આવ્યો હતો.

અદાણીની કંપની દ્વારા ₹5,675 કરોડનો ખર્ચ ₹56.75 કરોડ દર્શાવ્યાના આરોપ બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

રોહન ભાટે 30 વર્ષથી સહ્યાદ્રી ટાઇગર રિઝર્વમાં સંશોધક અને વન્યજીવ કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.

રોહન ભાટેએ જણાવ્યું હતું કે “જો ટાઇગર રિઝર્વ સંબંધિત કોઈ પણ ગેરરીતિઓ હોય, તો અમે તેને અગાઉથી જ સરકારના ધ્યાન પર લાવ્યા છીએ. અમે જોયું છે કે અહીં રકમ ઓછી દર્શાવવામાં આવી રહી છે, જે પૂરેપૂરી ચૂકવવામાં આવવી જોઈએ.”

દસ્તાવેજો શું કહે છે?

પ્રસ્તાવિત તારલી પ્રોજેક્ટ કોયના અભયારણ્ય કે સહ્યાદ્રી ટાઇગર રિઝર્વની સરહદોમાં અથવા બફર ઝોનમાં આવેલો નથી.

જોકે, આ સ્થળ કોયના અભયારણ્યના પ્રસ્તાવિત (માનવામાં આવેલા) ઇએસઝેડ (Eco-Sensitive Zone) ક્ષેત્ર હેઠળ આવે છે. નિયમ અનુસાર, આવા પ્રસ્તાવિત વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ બનાવતી વખતે તેના કુલ ખર્ચના 4% રકમ વન્યજીવ સંરક્ષણ માટે અભયારણ્યના ખાતામાં જમા કરાવવાની રહે છે.

પર્યાવરણીય મંજૂરી પત્રમાં જણાવાયું છે કે, તારલી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹5,675 કરોડ છે. તે મુજબ કંપનીએ આમાંથી 4% એટલે કે ₹227 કરોડ વન વિભાગને ચૂકવવાના થતા હતા.

આ ઉપરાંત, પર્યાવરણીય મંજૂરી પત્રમાં સ્પષ્ટ કરાયું હતું કે આ પ્રોજેક્ટ પ્રસ્તાવિત ઇએસઝેડમાં આવતો હોવાથી, રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ (NBWL) પાસેથી મંજૂરી મેળવવી અનિવાર્ય છે.

રોહન ભાટે દ્વારા એકત્ર કરાયેલા દસ્તાવેજો અનુસાર, અદાણી ગ્રીને 23 ફેબ્રુઆરીએ રાજ્ય વન્યજીવ બોર્ડને અરજી કરી હતી. મંજૂરી આપતી વખતે, રાજ્ય વન્યજીવ બોર્ડે આ 4% રકમની ચૂકવણી સહિત કુલ 15 શરતો લાદી હતી.

માર્ચ 2026માં મહારાષ્ટ્રના મુખ્ય વન સંરક્ષકે ₹227 કરોડની માગણી કરી હતી.

ત્યારબાદ 7 સપ્ટેમ્બર, 2026ના રોજ, અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડે એક સોગંદનામું રજૂ કર્યું, જેમાં પ્રોજેક્ટનો ખર્ચ ઘટીને માત્ર ₹56.75 કરોડ દર્શાવવામાં આવ્યો હતો.

તેથી, મુખ્ય વન સચિવે 12 ઑક્ટોબરે સંમતિ આપી હતી કે, કંપનીએ ₹227 કરોડના બદલે ₹2.27 કરોડ જ ચૂકવવા જોઈએ. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ રકમમાંથી 1% હિસ્સો અત્યારે ચૂકવવો અને બાકીની રકમ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની મંજૂરી મળ્યા બાદ ચૂકવવી.

ત્યારબાદ અદાણી ગ્રીને સહ્યાદ્રી ટાઇગર રિઝર્વને ₹56.75 લાખની ચૂકવણી કરી હતી.

અદાણીની કંપની દ્વારા ₹5,675 કરોડનો ખર્ચ ₹56.75 કરોડ દર્શાવ્યાના આરોપ બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

રોહન ભાટે જણાવે છે કે “એક સામાન્ય માણસ પણ સમજે છે કે આટલા મોટા પ્રોજેક્ટનો ખર્ચ ₹56.75 કરોડ જેટલો ઓછો હોઈ શકે નહીં. તેમને હવે તમામ મંજૂરીઓ મળી ગઈ છે, પરંતુ તેમણે રકમની ચૂકવણી કરી નથી, એ જ મારી મુખ્ય ફરિયાદ છે.”

30 ઑક્ટોબરે ભાટેએ મુખ્ય મંત્રીને પત્ર લખીને વડા પ્રધાન કાર્યાલયના (PMO) ફરિયાદ પોર્ટલ તથા ‘આપલે સરકાર’ વેબસાઇટ દ્વારા આ મામલે જાણ કરી હતી.

ત્યારબાદ 6 નવેમ્બરે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રાજ્યના વન વિભાગને આ બાબતની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ પ્રોજેક્ટને હજી સુધી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ (NBWL) તરફથી મંજૂરી મળી નથી.

અદાણી ગ્રૂપે શું કહ્યું?

સ્થાનિક અખબારો અને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા રોહન ભાટેની ફરિયાદ અંગે સમાચાર પ્રકાશિત થયા બાદ આ મામલે દેશભરના પર્યાવરણવાદીઓનું ધ્યાન ખેંચાયું હતું.

એવા આક્ષેપો થયા હતા કે, કંપનીએ કાનૂની કાર્યવાહીથી બચવા અને વન્યજીવ સંરક્ષણ માટેનો ખર્ચ ઘટાડવાના હેતુથી પ્રોજેક્ટનો ખર્ચ કાગળ પર ઓછો દર્શાવ્યો હતો.

અદાણી ગ્રૂપે આ આક્ષેપોને ફગાવી દીધા છે. મીડિયાને જારી કરેલા એક પત્રમાં કંપનીએ જણાવ્યું હતું કે, “એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઑનલાઇન દરખાસ્તમાં ઉલ્લેખિત ₹56.75 કરોડની રકમ માત્ર સ્થળ નિરીક્ષણ અને સર્વેક્ષણના ખર્ચ સાથે જ સંબંધિત હતી.”

આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે ખાનગી તથા બિન-જંગલ જમીન પર અને સહ્યાદ્રી ટાઇગર રિઝર્વના બફર ઝોનની બહાર આવેલો હોવાનું જણાવતાં અદાણી ગ્રીનના પ્રવક્તાએ કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટ વાઘના સ્થળાંતર માર્ગ (કૉરિડોર) કે કોઈ પણ સૂચિત ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) પર વિપરીત અસર કરતો નથી. આ પ્રોજેક્ટ માટે કોઈ પણ સંરક્ષિત ક્ષેત્ર, અનામત વન વિસ્તાર કે સૂચિત ઇકો-સેન્સિટિવ ઝોનની જમીન સંપાદનની આવશ્યકતા નથી.”

સતારામાં આંદોલનની તૈયારીઓ

તારલી પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ પર વિવાદ ઊભો થયો હોય તેવી આ પહેલી વખત નથી.

પર્યાવરણવાદીઓએ અગાઉ પણ આ પ્રોજેક્ટના પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) રિપોર્ટમાં રહેલી અસંખ્ય ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું.

કાર્યકરોએ દર્શાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશનાં ગામડાં કે પ્રોજેક્ટ્સના સંદર્ભો આ દસ્તાવેજમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓને બદલે સીધા જ કૉપી-પેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે બાબતે પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

આ ઉપરાંત, આ પ્રોજેક્ટ માટે જેનો ઉપયોગ થવાનો છે તેવા તારલી ડેમના નીચલા જળાશય પર નિર્ભર સ્થાનિક રહીશોએ પણ પાણી વિતરણના મુદ્દે આ પ્રોજેક્ટ સામે વિરોધ દર્શાવ્યો છે.

વધુમાં, સ્થાનિક રહીશ અને કાર્યકર બાળાસાહેબ સકપાલે માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ (NBWL) પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ પ્રોજેક્ટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

‘સેવ સહ્યાદ્રી’ ગ્રૂપે આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે એક મહત્ત્વની બેઠક બોલાવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS