Source : BBC NEWS

અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ફૅસ્ટિવલ પાસે અનેક લોકોને ગોળી વાગી છે

ઇમેજ સ્રોત, SETH HERALD/AFP via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ફૅસ્ટિવલ પાસે અનેક લોકોને ગોળી વાગી છે. આ માહિતી સ્થાનિક પોલીસે આપી છે.

આ ઘટના ઓહાયોના ટોલેડો શહેરની છે.

ટોલેડો પોલીસ વિભાગનું કહેવું છે કે તેને ઑલ્ડ વેસ્ટ ઍન્ડ ફૅસ્ટિવલ પાસે ગોળીબારની માહિતી મળી હતી. ત્યાં પહોંચતાં પોલીસને ‘ગોળીબારથી પ્રભાવિત અનેક લોકો’ મળ્યા, જેમાં ‘અનેક લોકો’ને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા છે.

પોલીસે હજુ સુધી ઘાયલોની સંખ્યા ગણાવી નથી, પરંતુ ટોલેડોના મેયર વેડ કૅપઝુકિએવિચે સ્થાનિક સમાચાર ચૅનલ ડબલ્યુટીએએલ-11ને જણાવ્યું કે માનવામાં આવે છે કે આઠ લોકોને ગોળી વાગી છે અને બધા ઘાયલોના જીવ બચી જવાની આશા છે.

પોલીસ વિભાગનું કહેવું છે કે તે આ ઘટનામાં સામેલ ‘હુમલાખોર કે હુમલાખોરો’ની શોધ કરી રહી છે.

ઘરેલુ ગૅસના ભાવ 29 રૂપિયા વધ્યા, કૉંગ્રેસે શું કહ્યું?

ત્રણ મહિનામાં ઘરેલુ ગૅસના ભાવમાં આ બીજી વાર વધારો થયો છે. આ અગાઉ સાત માર્ચે દરેક સિલિન્ડર પર 60 રૂપિયાનો વધારો કરાયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે રાતે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 29નો વધારો થયો છે. આ વધારાની અસર દેશભરમાં ઘરેલુ ગૅસની કિંમત પર પડશે.

ત્રણ મહિનામાં ઘરેલુ ગૅસના ભાવમાં આ બીજી વાર વધારો થયો છે. આ અગાઉ સાત માર્ચે દરેક સિલિન્ડર પર 60 રૂપિયાનો વધારો કરાયો હતો.

તો વધારા બાદ કૉંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે ઍક્સ પર લખ્યું કે ‘મોંઘવારી માણસ’ મોદી’ની ચાબુક ફરી વીંઝાઈ છે. હવે ઘરેલુ ગૅસ સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છે. મોદીનો ફન્ડા સ્પષ્ટ છે- ‘જનતા પાસેથી વસૂલી કરો, ધનિક મિત્રોની તિજોરી ભરો.’

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS