Source : BBC NEWS
આઠ વર્ષની અનન્યાએ બુલડોઝર અને આગથી ડર્યા વિના પોતાનાં પુસ્તકો કેવી રીતે બચાવ્યાં હતાં?
5 એપ્રિલ 2025
ઉત્તરપ્રદેશના આંબેડકરનગરમાં તાજેતરમાં જ્યારે ઝૂંપડાં તોડવાની કાર્યવાહી કરાઈ રહી હતી, ત્યારે બીજી બાજુ આસપાસ આગ પણ લાગેલી હતી.
આ દરમિયાન એક નાનકડી છોકરી નજીકની એક ઝૂંપડીમાંથી પોતાનાં પુસ્તકો અને બૅગ બચાવીને દોડીને બહાર આવતી દેખાઈ રહી હતી.
આ દૃશ્યો કૅમેરામાં ઝડપાઈ ગયાં, જે ખૂબ વાઇરલ થઈ રહ્યાં છે.
અનન્યાનાં માતા દીકરીની ભણવાની ધગશ અને બહાદુરી અંગે વાત કરતાં કહે છે કે, “પોલીસમાં કામ કરતી મહિલાઓએ અમને એ દિવસે અમારા ઘરેથી કાઢી મૂક્યાં હતાં. ઝૂંપડીઓ પર બુલડોઝર ફેરવી રહ્યા હતા. એ દરમિયાન અનન્યાએ કહ્યું કે તેની ચોપડી અને બૅગ અંદર જ છે. તે અમને એ લાવવા માટે અંદર મોકલી રહી હતી. પરંતુ પોલીસવાળાની બીકે અમે ન ગયાં.”
“પરંતુ છોકરીએ કહ્યું કે એ પોતાનાં પુસ્તકો વગર નહીં ભણી શકે, તેથી એ એકલી જ ઝૂંપડીમાં પહોંચી ગઈ અને પોતાનાં પુસ્તકો અને બૅગ લઈ આવી.”
વાંચો આ સાહસ અને ભણવા માટેની ધગશની પ્રેરણાદાયક કહાણી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS