Home તાજા સમાચાર gujrati ઈરાનનો અમેરિકાને પ્રસ્તાવ : આ શરતો પૂરી કરશો તો સાત દિવસમાં હોર્મુઝ...

ઈરાનનો અમેરિકાને પ્રસ્તાવ : આ શરતો પૂરી કરશો તો સાત દિવસમાં હોર્મુઝ સામુદ્રધુની ખોલી દેવામાં આવશે – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. (ફાઇલ ફોટો)

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

ઈરાને અમેરિકા સમક્ષ એક સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ હોર્મુઝ જળમાર્ગને એક અઠવાડિયામાં ફરીથી ખોલી શકાય તેવી વાતનો ઉલ્લેખ છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, હોર્મુઝ જળમાર્ગ ખોલવાની પ્રક્રિયા ત્યારે જ શરૂ થશે, જ્યારે અમેરિકા સમજૂતીમાં નક્કી કરાયેલી જરૂરી શરતો પૂર્ણ કરશે.

અરાગચીએ આ શરતોની વિગતવાર માહિતી આપી નહોતી. જોકે, તેમણે કહ્યું, “આ શરતોનો ઉલ્લેખ જૂનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)માં પહેલેથી જ કરવામાં આવ્યો છે.”

ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હવે નિર્ણય અમેરિકાના હાથમાં છે. તેમણે જણાવ્યું કે ઈરાનનો આ પ્રસ્તાવ કતાર મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે.

ઈરાનના પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા એક અમેરિકન અધિકારીએ બીબીસીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે મધ્યસ્થો મારફતે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ચર્ચાઓમાં પરમાણુ મુદ્દાઓ પણ સામેલ છે.

સમજૂતીમાં શું શરતો હતી?

હકીકતમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે 18 જૂને થયેલા 14 મુદ્દાવાળા એમઓયુનો હેતુ યુદ્ધવિરામ અમલમાં મૂકવાનો અને હોર્મુઝ જળમાર્ગને આંશિક રીતે ખોલવાનો હતો.

સમજૂતીમાં ઈરાન પરમાણુ હથિયારો પ્રાપ્ત નહીં કરે તેવી શરત સામેલ હતી. ઉપરાંત, અમેરિકા, ઈરાન અને તેમના સહયોગીઓ દ્વારા તમામ મોરચાઓ પરનાં સૈન્ય અભિયાનો સમાપ્ત કરવાની જોગવાઈ પણ હતી.

એમઓયુમાં અમેરિકન નૌસેનાની નાકાબંધી સમાપ્ત કરવાની તથા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત આપવા સંબંધિત જોગવાઈ પણ સામેલ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS