Source : BBC NEWS

ગુજરાત: આદિવાસીઓની એ વાનગી, જે પાંદડાંની વચ્ચે મૂકીને બનાવાય છે

પ્રકાશિત

પનેલા એ આદિવાસી સમાજની એક ખાસ વાનગી છે.

આદિવાસી સમાજના લોકો કોળામાંથી પનેલા નામની આ વાનગી બનાવે છે. કોળાનાં છીણીમાં નાગલી, ચોખા કે જુવારનો લોટ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણની અંદર જરૂરી મસાલા પણ ઉમેરવામાં આવે છે.

બાદમાં મસાલાયુક્ત આ મિશ્રણને કચનાર નામના વૃક્ષનાં પાનમાં પાથરીને તેને સ્ટીમ કરી દેવાય છે.

શિયાળામાં વધુ ખાવામાં આવતી આ વાનગી તાપી જિલ્લાની કેટલીક હોટલોમાં પીરસવામાં આવે છે.

પનેલાના નામની આ વાનગી કેટલાક વિસ્તારોમાં પાનગા તરીકે પણ ઓળખાય છે. આ વાનગી દૂધી, ગાજર અને કાકડીમાંથી પણ બનાવવામાં આવે છે.

Tribal food, Gujarat, આદિવાસી, ફૂડ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS