Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં શુક્રવારે એકદમ નહિવત્ વરસાદ નોંધાયો છે.
સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગમાં આવેલા વરસાદે ગુજરાતમાં લોકોને આંશિક રાહતનો અનુભવ કરાવ્યો હતો.
પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી નોંધપાત્ર વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી અને એકદમ નહિવત્ છે.
આમ 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ આવે તેવી લગભગ કોઈ શક્યતા નથી. જોકે, હવામાન વિભાગના કહેવા પ્રમાણે, કેટલાંક સ્થળોએ છુટોછવાયો વરસાદ પડી શકે છે.
આમ ભલે સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના ઓછી છે પરંતુ ઑક્ટોબર મહિનામાં ગુજરાતમાં વરસાદ પાડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગનાં મૉડલો અનુસાર, 1 ઑક્ટોબરથી ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે. તેમાં હજુ ફેરફાર થવાની શક્યતાઓ છે.
1 ઑક્ટોબરથી લઈને 5 ઑક્ટોબર સુધી પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને લઈને ગુજરાત પર પણ તેની અસરો થાય તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ પાડવાની શક્યતાઓ છે.
બીજી તરફ, બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ભારતની જમીન પર જોવા મળી રહી છે, ત્યારે હવે આ સિસ્ટમની અસર ઓછી થશે પણ શું તેના પછી કોઈ સિસ્ટમ સર્જાશે? ગુજરાતમાં હવે કોઈ વરસાદ પાડવાની શક્યતા છે? જાણીશું આ અહેવાલમાં.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતના આ વિસ્તારમાંથી ચોમાસાએ લીધી વિદાય, ભારતમાં ક્યાં-ક્યાં સિસ્ટમ સક્રિય
ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ચોમાસાની વિદાયની રેખા હાલ ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધૌલપુર, ઉદયપુર, ડિસા, નલિયા પરથી પસારથી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, છત્તીસગઢ અને તેની આસપાસના ઓડિશા પરનું ડિપ્રેશન છેલ્લા ઉત્તર-પશ્ચિમ તરફ ખસ્યું છે, જે રાયપુર (છત્તીસગઢ)થી બિલસપુર, ચંપાથી પેન્દ્રા રોડ દક્ષિણમાં દેખાઈ રહ્યું છે.
તે આગામી 12 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખશે તેવી શક્યતા છે અને તે ત્યારપછીના 12 કલાકમાં તે વેલ-માર્કડ લો-પ્રેશર એરિયામાં નબળું પડી જશે.
આગામી દિવસો માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે?
ઇમેજ સ્રોત, imd
આજે 26 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
તેમજ આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
આવતીકાલે 27 સપ્ટેમ્બરની સ્થિતિની ધ્યાને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
તેમજ કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
28 સપ્ટેમ્બરને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આ દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
29 સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આ દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, 30 સપ્ટેમ્બરને લઈને આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસાદ પડવાની સંભાવના છે.
તેમજ આ દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.
ત્યારે સૌરાષ્ટ્ર અને દીવના તમામ જિલ્લાઓમાં તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
1 ઑક્ટોબરે આવી શકે વરસાદ, હવામાન વિભાગે શું આગાહી કરી?
ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે 1 ઑક્ટોબરની સ્થિતિને લઈને આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આ દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.
તેમજ કચ્છ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.
આ દિવસે સૌરાષ્ટ્ર અને દીવના તમામ જિલ્લાઓમાં તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

વીડિયો, ગંભીરા પુલ દુર્ઘટના: ‘આ બ્રિજ ઉપર આવું, ત્યારે મારો દીકરો યાદ આવી જાય છે’, અવધિ 1,52
-

વીડિયો, અમદાવાદ : ‘ખીચડી લાલ થઈ જાય છે,’ પ્રદૂષિત પાણીથી ત્રસ્ત ખેડૂતો શું બોલ્યા?, અવધિ 1,49
-

વીડિયો, આ યુવતી કોઈ સેફ્ટી વિના 30 માળ ઊંચે હવામાં દોરડા પર ચાલી, અવધિ 1,01
-

વીડિયો, દુનિયાના શક્તિશાળી વાવાઝોડાની અંદર વિમાન ગયું, અવધિ 1,11
-

વીડિયો, ધસમસતા પાણીમાં તણાઈ જતા મદનિયાને માછીમારોએ કેવી રીતે બચાવ્યું?, અવધિ 0,38
-

વીડિયો, મેક્સિકોમાં ભયંકર વાવાઝોડું, દરિયામાં ઊંચાં મોજાં સાથે પૂરનું સંકટ, અવધિ 1,14
-

વીડિયો, ગુજરાત: આશ્રમમાં મૂકતી વખતે ખેડૂતો અને બળદ રડી પડ્યાં, અવધિ 2,19
-

વીડિયો, ‘ગુજ્જુ લવગુરુ’ના બેસણામાં વિક્રમ ઠાકોરે શું કહ્યું?, અવધિ 1,10
-

વીડિયો, ગુજરાતમાં નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ સમારંભ યોજાયો, કયા-કયા ગુજરાતીઓને પુરસ્કાર મળ્યો?, અવધિ 1,04
શૉર્ટ વીડિયોનો અંત
SOURCE : BBC NEWS













