Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું, હવે કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું, હવે કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

4
0

Source : BBC NEWS

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે

ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવ્યો છે અને તેના કારણે રાજ્યમાં કેટલીક જગ્યાએ માવઠું થયું છે.

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ પડવાની શક્યતા છે.

વાવાઝોડું ‘અર્નબ’ આંધ્ર પ્રદેશ પરથી પસાર થયું હતું તે ત્યાંથી વળાંક લઈને ઉપરના ભાગે ઉત્તર તરફ જતું રહ્યું છે, તે હવે વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને આખી સિસ્ટમ નબળી પડી ગઈ છે.

ગુજરાતમાં હાલના સમયમાં રવી પાકની સિઝન ચાલતી હોવાથી હવામાનમાં ફેરફાર થતા ખેડૂતો પણ ચિંતા મુકાયા છે. ખાસ કરીને મગફળી લેવાની કામગીરી ચાલતી હોવાથી નુકસાન થવાની ભીતિ છે.

ખેડૂતોએ મગફળી માર્કેટયાર્ડમાં વેચવા માટે રાખી હતી અને માવઠું થતા મગફળી પલળી જતા મોટું નુકસાન થાય તેવી ભીતિ છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં માવઠું થયું?

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, જામકંડોરણામાં પણ ગઈ કાલે માવઠું થયું છે. પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો છે.

તેમજ અમરેલીના બગસરા, ખાંભા તાલુકામાં માવઠું થયું છે. અમરેલી જિલ્લાના બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. જૂનાગઢના ભેંસાણમાં પણ વરસાદ થયો છે.

સાબરકાંઠાના વડાલી, ગીર સોમનાથ, અંબાજીમાં કસોમસી વરસાદ થયો હતો.

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ છત્તીસગઢ અને તેની નજીકના દક્ષિણ ઓડિશા પર સર્જાયેલું ડિપ્રેશન 29 ઑક્ટોબર, 2026ના રોજ છત્તીસગઢ અને તેની નજીકના ઓડિશા પર ઓછા દબાણવાળા ક્ષેત્રમાં નબળું પડી ગયું હતું.

તે હવે 30 ઑક્ટોબર, 2026ના રોજ ઉત્તર છત્તીસગઢ અને તેની નજીકના પૂર્વ મધ્ય પ્રદેશ પર નીચા દબાણવાળા ક્ષેત્રમાં આવેલું છે. તો દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર હવાનું એક દબાણ પણ સર્જાયેલું છે.

ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાની આગાહી?

બીજી તરફ, એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે. તેમજ ઉત્તર પશ્ચિમ ભારતની પર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

આ પ્રકારની સિસ્ટમ અત્યારે ભારતની આસપાસ છે અને તે કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગ અનુસાર, 31મી તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદની આગાહી છે. જોકે ભારે વરસાદની કોઈ આગાહી નથી. માત્ર સામાન્ય વરસાદ વરસી શકે છે.

તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.

અમરેલી જિલ્લામાં માવઠું થતા માર્કેટયાર્ડમાં રાખેલો કપાસ પલળી ગયો હતો

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, બાકીના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું હતું.

આ પ્રદેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ખાતે નોંધાયું હતું.

તેમજ નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

શૉર્ટ વીડિયો છોડો અને આગળ વધો

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • બીબીસી ગુજરાતી

  • બીબીસી ગુજરાતી

  • બીબીસી ગુજરાતી

  • બીબીસી ગુજરાતી

  • મોટા ભાગે લોકો 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનું જીવન ગાળતા હોય, પરંતુ ભૂરા પહેલવાન અલગ છે.

  • વાવાઝોડું આવ્યું કે ધોધનું પાણી હવામાં ઊંચે ઊડવા લાગ્યું

  • વૃક્ષોનું નિકંદન

  • ભારતનું હવામાન

  • દુનિયાની એ નદી જેની મંગળ ગ્રહની સાથે સામ્યતા છે, જાણો આ ગજબની વાતો

  • ભારતના દરિયામાં અર્નબ નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ સિસ્ટમ અતિ ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જેમાં પવનની ઝડપ પ્રતિ કલાક 140 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

  • લોકો રૉંગ સાઇડમાં વાહન ન ચલાવે તે માટે પોલીસે શું કર્યું?

  • એટલા મોટા કરા પડ્યા કે ગાડીનો કાચ તૂટ્યો, લોકોએ કેવી રીતે કર્યો બચાવ?

  • ઘણા લોકોને અવારનવાર માથાનો દુખાવો થાય છે અને કેટલાક લોકો માને છે કે ઓછું પાણી પીવાને કારણે માથાનો દુખાવો થાય છે.

  • ગુજરાત સરકારની નવી યોજના મુજબ, તમે સાડા પાંચ હજાર કરતાં ઓછી રકમમાં ઘરે સોલર રુફટૉપ નખાવી શકો છો. એમાં કુલ ખર્ચના 10 ટકા વીજગ્રાહકે ચૂકવવાના રહેશે.

SOURCE : BBC NEWS