Home તાજા સમાચાર gujrati ડુંગળીના ભાવ કેમ અચાનક બમણા થઈ ગયા? જાણો 5 મુખ્ય કારણો

ડુંગળીના ભાવ કેમ અચાનક બમણા થઈ ગયા? જાણો 5 મુખ્ય કારણો

4
0

Source : BBC NEWS

ડુંગળી, મોંઘવારી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ખાંડ ભાવ વધારો શાકભાજી ખેડૂત વેપારી મહુવા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખેતી ખેતર ચોમાસું અલ-નીનો, પાણી વરસાદ રોગ મહારાષ્ટ્ર કાંદા

ઇમેજ સ્રોત, ANI

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 7 મિનિટ

છેલ્લા બે ત્રણ મહિનાથી ખાંડના ભાવો આસમાને છે. હવે આ રેસમાં ડુંગળી પણ જોડાઈ ગઈ છે.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લસલગાંવમાં આવેલ ઍગ્રિકલચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું યાર્ડ ભારતમાં ડુંગળીનું સૌથી મોટું ગંજબજાર ગણાય છે.

સત્તાવાર આંકડા અનુસાર 3 ઑગસ્ટ, 2026ના રોજ નાસિક એપીએમસીમાં 12.82 લાખ કિલો ડુંગળીની આવક નોંધાઈ હતી અને મૉડાલ પ્રાઇસ એટલે તે દિવસે જે ભાવે સૌથી વધારે જથ્થો વેચાયો હતો તે ભાવ 21.25 રૂપિયા પ્રતિ કિલો હતો.

એક મહિના બાદ 2 સપ્ટેમ્બરના રોજ એ જ યાર્ડમાં ડુંગળીની આવક 6.88 લાખ કિલો અને મૉડાલ પ્રાઇસ 43 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. આમ એક જ મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે.

ડુંગળીના વધી રહેલા ભાવોને નાથવાના પ્રયાસ રૂપે કેન્દ્ર સરકારે 24 ઑગસ્ટથી તેની પાસેના ડુંગળીના સંગ્રહમાંથી છૂટક બજારમાં 35 રૂપિયા પ્રતિ કિલોએ ડુંગળી વેચવાનું ચાલુ કર્યું છે. સરકારી યાદી અનુસાર 2025-26 માં ડુંગળીનું ઉત્પાદન 30.7 અબજ કિલો રહેવાનો અંદાજ છે, જે 2024-25 ના વર્ષ જેટલું જ છે અને તે રીતે દેશમાં ડુંગળીનો પૂરતો પુરવઠો છે.

સરકાર 10 દિવસથી રેલવે અને રોડ મારફતે મોટાં શહેરોમાં ડુંગળી પહોંચાડી નૅશનેલ ઍગ્રિકલચરલ કો-ઑપરેટિવ માર્કેટ ફેડરેશન લિમિટેડ (નાફેડ) અને નૅશનલ કો-ઑપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન લિમિટેડ નામની સંસ્થાઓ મારફત ડુંગળીનું છૂટક વેચાણ કરી રહી છે.

તેમ છતાં ભાવમાં વધારાની ગતિ તીવ્ર બની રહી છે. કેટલાક માર્કેટ ઍક્સપર્ટ જણાવી રહ્યા છે કે ડુંગળીના ભાવ હજુ આવનાર એક-બે મહિના દરમિયાન વધતા રહે તેવી પ્રબળ શક્યતા છે. ડુંગળીમાં ભાવ વધારાનાં પાંચ કારણો નીચે મુજબ છે.

ડુંગળીનો ઓછો સંગ્રહ

ડુંગળી, મોંઘવારી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ખાંડ ભાવ વધારો શાકભાજી ખેડૂત વેપારી મહુવા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખેતી ખેતર ચોમાસું અલ-નીનો, પાણી વરસાદ રોગ મહારાષ્ટ્ર કાંદા

ઇમેજ સ્રોત, Savjibhai Thanth

ભારતમાં તાજી ડુંગળીના વેપાર ઉપરાંત ડુંગળીને સૂકવી તેનો પાવડર બનાવી તેનું વેચાણ કરતા વેપારીઓનું સંગઠન ઑલ ઇન્ડિયા વેજિટેબલ ડિહાઇડ્રેશન મૅન્યુફૅક્ચરિંગ ડેવલપમેન્ટ ઍસોસિએશન તરીકે ઓળખય છે.

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તેની ઑફિસ આવેલી છે.

આ સંગઠનના ઉપપ્રમુખ અને મહુવામાં ડુંગળીના વેપારી તેવા સવજીભાઈ ઠંઠ કહે છે કે ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન વવાયેલી ડુંગળી એપ્રિલ-મે મહિનામાં પાકે છે અને તેમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. પરિણામે લણણી કરાયા બાદ ખેડૂતો અને વેપારીઓ મેડામાં તેનો સંગ્રહ કરે છે અને પછી જુલાઈથી નવેમ્બર સુધીની ઑફ-સિઝનમાં તેને વેચે છે.

સવજીભાઈ કહે છે કે ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ દર વર્ષે સામાન્ય રીતે આઠ લાખથી દસ લાખ થેલી (એક થેલીમાં 50 કિલો ડુંગળી હોય તે હિસાબે ચાર કરોડથી પાંચ કરોડ કિલો) ડુંગળીનો મેડામાં સંગ્રહ કરે છે.

“2026ના એપ્રિલ-મે દરમિયાન ડુંગળીના ભાવ 15થી 18 રૂપિયા પ્રતિ કિલો હતા જે સારા ભાવ ગણાય. તેથી કેટલાય ખેડૂતોએ તેમની ડુંગળી મેડામાં મુકવાને બદલે તે વખતે જ બજારમાં વેચી દીધી હતી. વળી, આ વર્ષે હવામાનની પ્રતિકૂળતાને કારણે એપ્રિલ-મેં મહિનામાં જે ડુંગળી પાકી હતી તેની ગુણવત્તા બહુ સારી ન હતી અને તે કારણે પણ ઓછું સ્ટોરેજ થયું હતું. આ ઓછા સ્ટોકને કારણે ભાવો વધી રહ્યા છે,” એમ તેઓ જણાવે છે.

ડુંગળીના બજારના જાણકાર અને મહુવા એપીએમસીના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ કહે છે કે ભારતમાં થતા ડુંગળીના ઉત્પાદનમાંથી આશરે 45 ટકા ઉત્પાદન એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં થાય છે. ત્યાર બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતનું સ્થાન આવે છે.

તેઓ કહે છે, “એપ્રિલ-મે દરમિયાન સરેરાશ એક કરોડ થેલા (આશરે 50 કરોડ કિલો) ડુંગળીનો સંગ્રહ વિવિધ રાજ્યોમાં કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતા, તેના સંગ્રહમાં ગણનાપાત્ર ઘટાડો થતા હવે બજાર ભાવ વધી રહ્યા છે.”

સંગ્રહ કરાયેલી ડુંગળીની ઊતરતી ગુણવત્તા અને વાતાવરણ

ડુંગળી, મોંઘવારી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ખાંડ ભાવ વધારો શાકભાજી ખેડૂત વેપારી મહુવા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખેતી ખેતર ચોમાસું અલ-નીનો, પાણી વરસાદ રોગ મહારાષ્ટ્ર કાંદા

ઇમેજ સ્રોત, Savjibhai Thanth

સવજીભાઈ કહે છે કે એપ્રિલ-મે દરમિયાન મેળામાં સંગ્રહવામાં આવેલી ડુંગળીની ગુણવત્તા બહુ સારી ન હતી.

તેઓ કહે છે, “આ ડુંગળી ઝડપથી બગડવા લાગી હતી. જુલાઈમાં એક સાથે બહુ ભારે વરસાદ થતા ડુંગળીમાં મૉલ્ડ (એક પ્રકારની ફૂગ) આવી ગઈ. તેણે વધારે ડુંગળીને બગાડી. મેડામાં સંગ્રહ કરાયા બાદ આ સપ્ટેમ્બર સુધી 20 કિલો ડુંગળીમાંથી સરેરાશ 16 કિલો ડુંગળી વેચવા લાયક સારી ગુણવત્તાવાળી રહે છે. પરંતુ આ વર્ષે બગાડ ઘણો વધારે થતા 20 કિલોએ સરેરાશ 13 કિલો ડુંગળી જ વેચવા લાયક રહી છે. આમ, આડકતરી રીતે ડુંગળીનો જથ્થો ઘટ્યો છે અને પરિણામે ભાવો વધ્યા છે.”

ઘનશ્યામભાઈ કહે છે કે આ સમસ્યા અન્ય રાજ્યોમાં પણ નડી છે.

તેઓ કહે છે, “મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં પણ રવિ સિઝનની ડુંગળીને સ્ટોર કરાય છે. પરંતુ તે રાજ્યોમાં પણ બગાડ આ વર્ષે વધારે છે.”

અમેરિકા-ઇઝરાયેલનું ઈરાન સાથેનું યુદ્ધ

ડુંગળી, મોંઘવારી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ખાંડ ભાવ વધારો શાકભાજી ખેડૂત વેપારી મહુવા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખેતી ખેતર ચોમાસું અલ-નીનો, પાણી વરસાદ રોગ મહારાષ્ટ્ર કાંદા

ઇમેજ સ્રોત, ANI

સવજીભાઈ કહે છે કે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે ડુંગળીના આંતરરાષ્ટ્રીય વેપારની સિસ્ટમને ખોરવી નાખી છે.

તેઓ કહે છે, “ભારતમાંથી નિકાસ કરાતી ડુંગળીનો બહુ મોટો જથ્થો ખાડી દેશોમાં જાય છે. પરંતુ આ વર્ષે ત્યાં અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની બંધ થતાં જહાજોએ ખાડી દેશોમાં માલ પહોંચાડવાનું બંધ કર્યું. જયારે તે જળમાર્ગ ખુલ્યો ત્યારે પણ ત્યાં જોખમના કારણે જહાજો ચલાવતી કંપનીઓને જહાજોનાં ભાડાં વધાર્યા જે ભારતીય નિકાસકારોને પરવડે તેવાં ન હતાં.”

“પરિણામે ખાડી દેશોએ તુર્કી, સીરિયા અને ઇજિપ્તથી ડુંગળી મંગાવવાનું ચાલુ કરી દીધું અને તે સસ્તી પણ પડવા લાગી કારણ કે આ દેશોમાંથી ડુંગળી મંગાવવાનું ભાડું તુલનાત્મક રીતે ઓછું થાય છે. તેથી, ફેબ્રુઆરીથી સપ્ટેમ્બરની ડુંગળીની નિકાસ સિઝન દરમિયાન ભારતમાંથી બહુ નિકાસ થઇ શકી નહીં.”

તેઓ ઉમેરે છે, “વળી, જુલાઈ સુધીમાં મેડામાં રહેલ ડુંગળીમાંથી 20 ટકા તો બગડી ગઈ હતી. ગયા વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરની ઑફ સિઝન દરમિયાન પણ ભાવો ન વધતા વેપારીઓને મોટી ખોટ ગઈ હતી. આ વર્ષે પણ ખાડી દેશોમાં તકલીફના કારણે નિકાસ નહીં થાય અને ઘરઆંગણે ભાવો નહીં વધે તેમ માની ડુંગળીને મેડામાં વધારે લાંબો સમય સંગ્રહી રાખવામાં આવેશે તો વધારે ખોટ ખમવી પડશે. આવું વિચારી વેપારીઓએ તેમના સ્ટોકમાંથી કેટલીય ડુંગળી વેચી નાખી. તેને પરિણામે ભાવો ત્યાં સુધી તો સ્થિર રહ્યા પરંતુ ઑગસ્ટથી વધવા મંડ્યા કારણ કે વેપારીઓને ખબર પડી ગઈ કે આ વર્ષે જથ્થો હવે થોડો ઓછો વધ્યો છે. જે વેપારીઓ અને ખેડૂતો મરણિયા થઇ ગયા હતા તેમણે તેમની ડુંગળી મેડામાં રહેવા દીધી. વેપારીઓની ઘટેલ રિસ્ક ઍપેટાઇટ (જોખમ ખેડવાની તૈયારી) પણ ભાવ વધારા માટેનું એક પરિબળ છે.”

અલ-નીનો અને નબળું ચોમાસું

ડુંગળી, મોંઘવારી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ખાંડ ભાવ વધારો શાકભાજી ખેડૂત વેપારી મહુવા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખેતી ખેતર ચોમાસું અલ-નીનો, પાણી વરસાદ રોગ મહારાષ્ટ્ર કાંદા

ઇમેજ સ્રોત, Mahuva APMC

ઘનશ્યામભાઈ કહે છે કે કર્ણાટકમાં ખરીફ એટલે કે ચોમાસુ ઋતુમાં વાવવામાં આવેલી ડુંગળી પાકીને સામાન્ય રીતે ઑગસ્ટના અંત ભાગ તરફ કે સપ્ટેમ્બરની શરૂઆતથી બજારમાં આવવા લાગે છે.

“પરંતુ આ વર્ષે તે જથ્થો એટલો નથી કે વધી રહેલા બજાર ભાવોને સ્થિર કરી શકે,” તેઓ કહે છે.

ઘનશ્યામભાઈ કહે છે કે સૂકા વાતાવરણને કારણે ખરીફ 2026માં અવા વવાયેલી ડુંગળી બજારમાં મોડી પહોંચશે.

“સિંચાઇના પાણીના પ્રશ્નો છે. તેથી ડુંગળીની મોસમ નવેમ્બર સુધી પાછી ઠેલાશે. તેને પરિણામે અત્યારે મેડામાં જે જથ્થો બચ્યો છે તેની સામે આગામી બે મહિના સુધી કોઈ હરીફ નથી. સ્વાભાવિક રીતે આવા સંજોગોમાં ખેડૂતો અને વેપારીઓને ફાયદો થાય. પરંતુ આવા ભાવ કેટલાંય વર્ષો પછી એક વાર થાય છે. છેલ્લે વર્ષ 2023માં આ પ્રકારના સારા ભાવ મળ્યા હતા,” એમ તેઓ કહે છે.

બજારની ચિંતા

ડુંગળી, મોંઘવારી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ખાંડ ભાવ વધારો શાકભાજી ખેડૂત વેપારી મહુવા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખેતી ખેતર ચોમાસું અલ-નીનો, પાણી વરસાદ રોગ મહારાષ્ટ્ર કાંદા

ઇમેજ સ્રોત, Himanshu Sharma/Anadolu via Getty Images

સવજીભાઈ કહે છે કે વાતાવરણને કારણે બજારમાં સેન્ટિમેન્ટ ડાઉન છે.

તેઓ કહે છે, “બજારને એવી ચિંતા છે કે અલ-નીનોના કારણે ડુંગળી પકવતાં રાજ્યોમાં એકંદરે ઓછો વરસાદ પડશે. તેની અસર ન માત્ર આ વરસની ખરીફ ઋતુના ડુંગળીના પાક પર પડશે પરંતુ આવતા વરસના રવિ સિઝનના પાક પર પણ પડશે. ચિંતા એવી છે કે ઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં રવિ સિઝનના પાક માટે સિંચાઇનું પાણી ઉપલબ્ધ નહીં હોય અને તેથી ડુંગળીનું ઉત્પાદન 2027ના વર્ષમાં પણ ઘટશે. આવા સેન્ટિમેન્ટને કારણે પણ ભાવ ઊંચકાયા છે.”

કોને ફાયદો, ખેડૂતોને કે વેપારીઓને?

ડુંગળી, મોંઘવારી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ખાંડ ભાવ વધારો શાકભાજી ખેડૂત વેપારી મહુવા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખેતી ખેતર ચોમાસું અલ-નીનો, પાણી વરસાદ રોગ મહારાષ્ટ્ર કાંદા

ઇમેજ સ્રોત, Pratik Chorge/Getty Images

મહુવા એપીએમસીના સેક્રેટરી વિશાલ પાંચાણી જણાવે છે કે મેડામાં ડુંગળીનો સંગ્રહ કરવો ખર્ચાળ છે.

તેઓ કહે છે, “જો મેડો ભાડે રાખવો હોય તો એક ઠેલાનું સરેરાશ 70 રૂપિયા ભાડું આપવું પડે છે. વળી, મેડામાં મૂક્યા બાદ ડુંગળીને ઓછામાં ઓછી દર એક મહિને ફેરવવી પડે છે અને ખરાબ થઇ ગયેલી ડુંગળીને દૂર કરવી પડે છે. જો ચારેક હાજર થેલા મૂક્યા હોય તો દર મહિને આશરે 15,000 રૂપિયા મજૂરી થાય. બધા ખેડૂતો મેડો બનાવવાનો કે ભાડે રાખવાનો ખર્ચ ન કરી શકે. મોટા અને ખમતીધર ખેડૂતો જ તે કરી શકે. તેથી, સ્વાભાવિક છે કે મોટા ખેડૂતો અને વેપારીઓને આ ઊંચા ભાવનો લાભ મળી રહ્યો છે.”

અમરેલી જિલ્લાના ખેડૂત વલ્લભભાઈ બાલદાણીયાએ 4,000 થેલી ડુંગળી મેડામાં સ્ટોર કરી રાખી છે.

તેઓ કહે છે, “મેં 20 વીઘામાં ડુંગળી વાવી હતી અને 8,000 થેલી ઉત્પાદન મળ્યું હતું. પરંતુ ગયા વર્ષે ડુંગળીના ભાવ એક રૂપિયાથી બે રૂપિયા જેટલા નીચે ગગડી જતા મારે નુકસાન ગયું હતું. તેના કારણે આ વર્ષે સિઝનમાં આશરે 18 રૂપિયા પ્રતિ કિલોની આજુબાજુ ભાવ મળી જતા, મેં અડધી ડુંગળી વેચી નાખી હતી અને અડધી મેડામાં સંગ્રહ કરી હતી. મારો અંદાજ છે કે અત્યારે મેડામાં પડેલી ડુંગળીમાંથી 10થી 15 ટકા માલ જ ખેડૂતોનો હશે. બાકીની ડુંગળી વેપારીની હશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS