Home તાજા સમાચાર gujrati ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થઈ શકે છે...

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થઈ શકે છે – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થઈ શકે છે – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે ચાલી રહ્યું યુદ્ધ નવેમ્બરમાં થનારી મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ સમાપ્ત થઈ શકે છે.

ટ્રમ્પે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઈરાન હવે વધુ સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની સ્થિતિમાં નથી. તેમણે એ પણ જણાવ્યું કે ત્યાં સુધી ઑઇલની કિંમતોમાં ઘટાડાની આશા નથી.

ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે ચૂંટણીઓ બાદ તરત યુદ્ધ સમાપ્ત થઈ જશે. કારણ કે, તેઓ (ઈરાન) હવે વધુ સમય સુધી ટકી શકશે નહીં.”

ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ટૅક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના પ્રથમ મિડ-ટર્મ કન્વેન્શનનાં પહેલાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ટ્રમ્પનો હેતુ નવેમ્બરમાં થનારી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં પાર્ટીના નેતાઓને એકજૂટ કરવો અને તેમનામાં ચૂંટણી માટે ઉત્સાહ ભરવાનો છે.

નોંધનીય છે કે ઈરાન વિરુદ્ધ યુદ્ધને લઈને ટ્રમ્પ પર તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીની અંદરથી પણ દબાણ વધી રહ્યું છે.

આ ઉપરાંત, યુદ્ધની વચ્ચે અલગ અલગ સર્વેક્ષણોમાં તેમની લોકપ્રિયતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS