Home તાજા સમાચાર gujrati ધોળકા : ‘દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,’ આ...

ધોળકા : ‘દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,’ આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

    • લેેખક,
    • પદ, BBC Gujarati journalist
    • દ્વારા રિપોર્ટિંગ, ધોળકાથી પરત ફરીને
  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 9 મિનિટ

ભેટાવાડા. ગુજરાતના ‘આર્થિક પાટનગર’ એવા અમદાવાદ શહેરથી માત્ર 50 કિમીના અંતરે આવેલા આ ગામનું પાટિયું રસ્તે દેખાય એના લગભગ બે કિમી દૂરથી જ દમ રૂંધતી દુર્ગંધ ઘેરી વળી.

પહેલી નજરે ગામના રસ્તામાં દેખાતી લીલોતરીથી પેદા થયેલા ‘સ્વચ્છ’ વાતાવરણના આભાસને આ અસહ્ય ગંધ, ઠેરઠેર દેખાતા ગંદા પાણીનાં વહેળા, ખાબોચિયાં અને પાણી પર બાઝેલાં મચ્છરો અને લીલનું દૃશ્ય જાણે તોડી નાખે છે.

ગામના એક ફોર વ્હીલર પસાર થઈ શકે એટલા પહોળા મુખ્ય રસ્તાની બંને બાજુ દુર્ગંધવાળું પાણી ભરાયેલું છે, જેના પર લીલ બાઝી ગઈ છે, ઓછામાં ઓછી ચાર જગ્યાએ ‘ગંદા પાણીનું વહેણ’ રસ્તા પરથી વહીને સામેની બાજુએ પહોંચી રહ્યો છે, રસ્તાની બંને બાજુએ ગોઠવાયેલાં કાચાં-પાકાં મકાનોની આસપાસ અને ખેતરોમાં ઘૂંટણસમાં ‘ગંદાં પાણી’ ભરાયેલાં દેખાઈ રહ્યાં છે. આ રસ્તે આગળ વધીને ભેટાવાડાની નજીક પાલડી ગામ ખાતે દશરથભાઈ ચૌહાણના ખેતર સુધી પહોંચીએ ત્યાં સુધી ‘ગંદા પાણી’ની આ દુર્ગંધ પીછો છોડતી નથી.

52 વર્ષીય દશરથભાઈ જણાવે છે કે, “અમે રાત-દિવસ આવી જ દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર છીએ.”

પોતાના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેવાને કારણે આરતીબહેન વાઘેલાનો પરિવાર પોતાના આખા સામાન સાથે મુખ્ય રસ્તા પાસેની થોડી સૂકી-ખાલી જગ્યા પર ઊભેલી ટ્રકમાં રહેવા મજબૂર છે.

તેઓ કહે છે, “ઘણા દિવસથી આ જ સ્થિતિ છે, આ પાણીમાં પડી ગયેલી, તેથી રાત-દિવસ ખંજવાળ ઊઠવા લાગી છે. તેથી અહીં ટ્રકમાં રહેવા મજબૂર છીએ, અમારી જેમ ગામના બીજા ઘણા લોકો પણ આવી રીતે કામચલાઉ ગોઠવણ કરીને જેમ-તેમ રહી રહ્યા છે, તો કેટલાક અન્ય સ્થળે જતા રહ્યા છે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર અમદાવાદ આંદોલન દેખાવો, પ્રદર્શન

દશરથભાઈ અને આરતીબહેનની જેમ ભેટાવાડા અને આસપાસનાં ચાર અન્ય ગામો, ત્રાસદ, પાલડી, નેસડા અને આંબારેલીના લોકોની ફરિયાદ છે કે તેમનાં ગામોની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો અને નગરપાલિકા દ્વારા છોડાતા ‘ગંદા પાણી’ અને ‘સરકારી નિષ્ક્રિયતા’ને પરિણામે પાછલાં કેટલાંક વર્ષોથી આ ગામોમાં સતત ‘ત્વચા સંબંધી તકલીફો અને કૅન્સર’ સહિતના ‘ઘણા કેસો’ જોવા મળી રહ્યા છે. તેમજ ગામમાં પરંપરાગત ખેતીની પ્રવૃત્તિ પર પણ ‘કેમિકલયુક્ત પાણી’ને કારણે ખરાબ અસર પડી હોવાનો પણ ગામલોકોએ દાવો કર્યો છે.

આ ગામના સામાન્ય લોકો અને ખેડૂતો પાછલા 35 દિવસથી સતત ‘ગંદા પાણીથી છુટકારા’ની માગ સાથે આંદોલન કરી રહ્યા હતા. ગુરુવારે આંદોલનના ભાગરૂપે ગ્રામીણોએ ધોળકા બંધની હાકલની સાથોસાથ પોતાની માગણીઓ પૂરી કરવા માટે તાલુકા સેવાસદન સુધી રેલીનું પણ આયોજન કર્યું હતું, જેમાં તેમનો દાવો છે કે ‘હજારો’ લોકો જોડાયા હતા.

ગામલોકો હજુ શુક્રવારે પણ પોતાની માગ સાથે મોટી સંખ્યામાં તાલુકા સેવાસદન ખાતે બેઠા હતા, તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તેમની માગણીઓ પૂરી કરવાની ‘લેખિતમાં બાંહેધરી’ નહીં આપે ત્યાં સુધી તેઓ ત્યાંથી હઠશે નહીં.

ગ્રામીણોના આક્ષેપો સામે સરકારી તંત્રનું કહેવું છે કે ગ્રામીણોએ રજૂ કરેલી સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાયાં છે, તેમજ આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી ‘ગંદા પાણી’ને યોગ્ય રીતે ટ્રીટ કરીને તેનો નિકાલ કરાય તે સંબંધિત સરકારી એકમ સુનિશ્ચિત કરશે, અત્યાર સુધી આ ગામોમાં કરાયેલા સર્વેમાં ગામલોકોના દાવા પ્રમાણે મોટા પ્રમાણમાં કોઈ પ્રશ્ન છે એવો રિપોર્ટ સરકારી તંત્ર પાસે હજુ સુધી આવ્યો નથી.

પાંચ ગામોમાં ‘પાછલાં અમુક વર્ષોમાં 54 ગામલોકોના કૅન્સરથી મૃત્યુ’નો દાવો

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

પાલડી ગામના વતની અને ખેતમજૂરી કરીને પેટિયું રળતાં 55 વર્ષીય ભારતીબહેન ડાભી કહે છે કે તેમના ઘરની આસપાસ વર્ષમાં મોટા ભાગનો સમય ‘દૂષિત પાણી’ ભરાયેલાં રહે છે, વરસાદમાં આ સમસ્યા વધુ વિકટ બની જાય છે.

તેમના 28 વર્ષીય પુત્ર કિશનકુમાર ડાભીનું તાજેતરમાં જ ‘જડબાના કૅન્સર’થી મૃત્યુ થયું છે.

જુવાનજોધ દીકરાના મૃત્યુની સ્થિતિનો ભાર તેમના ચહેરાના ભાવ અને અવાજમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે.

ઉદાસ અવાજમાં અમારી સાથે વાત કરતાં ભારતીબહેન કહે છે, “દૂષિત પાણી છોડાવાને કારણે ગામમાં બોરમાંથી પણ દૂષિત પાણી આવે છે, એ પાણી વાપરવા કે પીવાલાયક નથી હોતું. અમને પૂરી ખાતરી છે કે મારા દીકરાને કૅન્સર થયું એની પાછળ આ જ દૂષિત પાણી જવાબદાર છે, કારણકે તેને કોઈ વ્યસન જ નહોતું.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

તેઓ આગળ કહે છે, “મારા દીકરાને બે વર્ષ પહેલાં કૅન્સર થયાની અમને ખબર પડી હતી, એ બાદ અમે અમારું ઘર અને જે કાંઈ ઘરેણાં હતાં એ ગીરો મૂકીને તેનો ઇલાજ કરાવ્યો, પણ આખરે એ ન જ બચ્યો. મારા ઘડપણનો આધાર છીનવાઈ ગયો.”

ભેટાવાડા ગામનાં સરપંચ પન્નાબહેન વાઘેલા ધોળકા તાલુકા સેવાસદન ખાતે અન્ય ગામલોકો સહિત ધરણાં પર બેઠાં છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “ગામમાં જે કેમિકલયુક્ત અને ધોળકા નગરપાલિકાનું ગંદું પાણી આવે છે, તેના કારણે અસરગ્રસ્ત ગામોમાં ઘણા બધા કૅન્સરના કેસ છે. આજ દિન સુધી 54 લોકોના કૅન્સરના કારણે મૃત્યુ થઈ ચૂક્યાં છે. પાછલા 35 દિવસથી ચાલી રહેલા આ આંદોલન દરમિયાન જ ચાર જણનાં કૅન્સરમાં મૃત્યુ થયાં છે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

તેમનું કહેવું છે કે ‘બોરમાંથી પણ કેમિકલયુક્ત પાણી આવે છે, જેના કારણે આ ગામોમાં લગભગ દરેક ઘરમાં એક-બે જણને ચામડી સંબંધિત તકલીફો અને વાળ ખરવા જેવી સમસ્યાઓ થઈ રહી છે.’

ભારતીબહેનનાં પાડોશી 55 વર્ષીય લીલાબહેન કહે છે કે, “પાછલાં ઘણાં વર્ષોથી અમારાં ઘરોની આસપાસ કેમિકલયુક્ત પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, વરસાદમાં તો અમારા ઘરમાં ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. કેમિકલવાળા પાણીને લીધે વિસ્તારમાં સતત દુર્ગંધની સમસ્યા રહે છે. કેમિકલયુક્ત પાણીને કારણે મારા પતિને આખા શરીરે ખંજવાળ ઊઠે છે, સતત ખંજવાળ થવાને કારણે ઘણી વાર તો ચામડી ઊખડી જાય છે અને લોહી નીકળવા લાગે છે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

લીલાબહેનના પતિ ભૂરાભાઈ ઘરની આસપાસથી ભીની માટી દૂર કરી અને ઢોર માટેનો ચારો એક બાજુ મૂકી રહ્યા હતા, આ કામ કરતાં કરતાં તેઓ અમારું ધ્યાન ઢોરના વાડાની આસપાસ બાંધેલી મચ્છરદાની તરફ ધ્યાન દોરે છે.

તેઓ કહે છે કે, “અહીં આ ગંદું દુર્ગંધવાળું પાણી ભરાઈ રહેવાને કારણે આસપાસ મચ્છરોનો સતત ઉપદ્રવ રહે છે. ઢોરને પણ મચ્છરદાનીમાં રાખવાં પડે તેવી સ્થિતિ છે. અમે પણ મચ્છરદાની વિના સૂઈ નથી શકતા.”

તેઓ પોતાના હાથ ધોઈને હાથ પર પડેલી ફોલ્લીઓ બતાવતાં કહે છે, “આખા શરીરે આવું થયું છે, રાત-દિવસ બસ ખંજવાળ જ થયા કરે છે. અમને ખાતરી છે કે અમારાં ઘરોની આસપાસ ભરાઈ રહેતા કેમિકલયુક્ત પાણી અને બોરમાંથી આવતા પ્રદૂષિત પાણીને કારણે આ સમસ્યા થઈ રહી છે.”

‘ગુલાબની નગરી કહેવાતાં ગામોની ઓળખ જાણે છીનવાઈ ગઈ’

બીબીસી ગુજરાતી   બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

દશરથભાઈ કહે છે કે, “પાછલાં ઘણાં વર્ષથી કેમિકલયુક્ત પાણીને કારણે અમારા ગામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારું ગામ એક સમયે ગુલાબની ખેતી માટે ખ્યાત હતું, પરંતુ હવે આ કેમિકલવાળાં પાણી ખેતરોમાં વારંવાર આવી જાય છે, તેના કારણે ગુલાબની ખેતી મોટા ભાગે નિષ્ફળ જ જઈ રહી છે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

પોતાના ખેતરમાં ગુલાબના કરમાયેલા છોડ બતાવતાં તેઓ કહે છે, “હું હાલ મારા ખેતરે જ ઊભો છું, તમને દેખાશે કે અહીં કલમો ઊછરી નથી રહી. આ માત્ર અમારા પાલડી ગામની જ વાત નથી, પરંતુ ભેટાવાડા સહિત આસપાસનાં ચાર ગામોમાં કેમિકલયુક્ત પાણી આવવાને કારણે ગુલાબનાં ફૂલ સહિતની બાગાયતી ખેતીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એક સમયે ભેટાવાડા, પાલડી અને નેસડા સહિતનાં આ પાંચ ગામો ‘ગુલાબની નગરી’ કહેવાતાં, પણ હવે એવું ઉત્પાદન થતું નથી.”

તેમનું કહેવું છે કે સત્તાવાળા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના વાયદા કરે છે, પણ ‘હજુ સુધી કોઈ નક્કર પગલાં એ દિશામાં લેવાયાં નથી.’

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

ભેટાવાડાનાં રહેવાસી રંજનબહેન પ્રજાપતિનો પરિવાર પણ ગુલાબની ખેતી પર જ નિર્ભર હોવાનું તેઓ જણાવે છે.

ધોળકા તાલુકા સેવાસદન ખાતે અન્ય મહિલાઓ સાથે ધરણાં પર બેઠેલાં રંજનબહેન કહે છે કે, “અમારા ગામમાં પાછલાં ઘણાં વર્ષથી દૂષિત પાણી આવવાની સમસ્યા છે, અમને ખાતરી છે કે અમારી ગુલાબ અને મોગરાની ખેતી પણ આ દૂષિત પાણીના કારણે જ નષ્ટ થઈ છે. અમારા ગામમાં કોઈ મોટા ખેડૂત નથી, બધાને એક-બે વીઘા જમીન છે, દૂષિત પાણીની સમસ્યાને લીધે ખેડૂતોની જાણે માઠી દશા બેઠી છે. અનેક રજૂઆતો છતાં આ અંગે કોઈ નક્કર પગલાં નથી લેવાયાં.”

અહીં નોંધનીય છે કે ‘દૂષિત પાણી’ અને તેના કારણે ‘કૅન્સર, ચામડીના રોગો’ સહિત ‘ખેતીમાં નુકસાની’ના ગામલોકોના દાવાની બીબીસી સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.

શું કહે છે સરકારી અધિકારી?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

ધોળકાના નાયબ કલેક્ટર શૈલેશ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગામલોકોની ફરિયાદો અંગે વાત કરતાં કહ્યું હતું કે, “ગામલોકોની માંદગી સહિતની રજૂઆતોને પગલે અમારી તાલુકા હેલ્થ ઑફિસરની ટીમે આ ગામડાંમાં સર્વે કર્યો છે, તેમજ આગળ હાઉસ ટુ હાઉસ સર્વે કરવાના આદેશ અપાયા છે. તેમજ ગામલોકોના સ્વાસ્થ્ય અને માંદગી અંગેની ચિંતાઓની ચકાસણી કરવાના પણ આદેશ અપાયા છે. આ સિવાય ગામલોકોની કૅન્સર અને ખેતીમાં નુકસાન સહિતની ચિંતાઓ અંગે સરકાર તપાસ રિપોર્ટ કરાવવાના અને સમિતિ બનાવવાનો નિર્ણય સરકારમાંથી લેવામાં આવશે.”

“અમે આ ગામડાંમાં સર્વે હાથ ધર્યો છે અને અમારી તાલુકા હેલ્થ ઑફિસરની ટીમ આ ગામડાંની મુલાકાત પણ લે છે.”

“ભૂતકાળના સર્વેમાં ગામલોકોના દાવા પ્રમાણે મોટા પ્રમાણમાં કોઈ પ્રશ્ન છે એવો રિપોર્ટ અમારી પાસે હજુ સુધી નથી આવ્યો.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે? ગુજરાત ન્યૂઝ સમાચાર

ધરણાં પર બેઠેલા ગામલોકોની માગો અંગે સરકાર પક્ષે લેવાયેલા નિર્ણયો અંગે તેઓ કહે છે કે, “તેમની માગ અન્વયે સરકારે નગરપાલિકાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 13 મિલિયન લિટર પર ડે (એમએલડી)થી વધારીને 18 એમલડી કરવા માટે 48 કરોડ રૂ.નો પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યો છે. આ માટે વર્કઑર્ડર પણ આપી દેવાયા છે. આ પ્લાન્ટનું કામ નક્કી કરેલા મર્યાદિત સમયમાં સતત મૉનિટરિંગ કરીને પૂરું કરાવશું. આ ઉપરાંત જીયુડીસી દ્વારા ધોળકા નગરપાલિકાના પાણીના નિકાલ માટે 171 કરોડ રૂ.નો પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ આ પાંચ ગામોમાં અલાયદો સર્વે કરી અને અંદાજ કાઢવામાં આવશે, આસપાસનાં ઔદ્યોગિક એકમોનું પાણી ગામમાં આવતું હોવાની ગામલોકોની ફરિયાદ છે, એના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા તેનું સતત મૉનિટરિંગ કરી, તેને બંધ કરાવવામાં આવશે.”

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર ધોળકાના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર ડૉ. આર કાપડિયાએ કહ્યું હતું કે, “ગામમાં પીવાનું પાણી મળી રહ્યું છે, અને તેના બૅક્ટેરિયૉલૉજિકલ ટેસ્ટ અમે કરી રહ્યા છીએ. શુદ્ધ પાણી મળે તે માટે ક્લોરિનની ગોળીઓ પણ અમે આપી રહ્યા છીએ. પીવાના પાણીમાં હજુ સુધી કોઈ તકલીફ સામે નથી આવી.”

નોંધ: વધારાનું રિપોર્ટિંગ બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા દ્વારા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS