Home તાજા સમાચાર gujrati નેપાળ : આખેઆખાં ગામો કઈ રીતે તણાઈ ગયાં? જુઓ તબાહીના પાંચ વીડિયો

નેપાળ : આખેઆખાં ગામો કઈ રીતે તણાઈ ગયાં? જુઓ તબાહીના પાંચ વીડિયો

6
0

Source : BBC NEWS

નેપાળ : આખેઆખાં ગામો કઈ રીતે તણાઈ ગયાં? જુઓ તબાહીના પાંચ વીડિયો

પ્રકાશિત

નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300થી વધારે લોકોનાં મોત થયાં છે. જોકે, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

રાહત અને બચાવ ટુકડીઓ આપત્તિગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સેંકડો પ્રવાસીઓ હજુ પણ ગુમ છે.

નેપાળના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે ભારતના પણ આશરે 300 લોકો ગુમ છે. આ ઉપરાંત, અમેરિકાના 54, ઑસ્ટ્રેલિયાના 34 અને બ્રિટનના 33 નાગરિકો પણ ગુમ હોવાનું જણાવાયું છે. આ ભયાનક આપત્તિ બાદ અનેક દેશોએ નેપાળને મદદ માટે હાથ લંબાવ્યો છે.

અમેરિકા, ચીન, યુરોપિયન સંઘ અને ભારતે સહાયની જાહેરાત કરી છે અથવા રાહત સામગ્રી મોકલી છે.

નેપાળમાં આવેલા પૂર બાદ 826 લોકો ગુમ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. નેપાળની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથૉરિટી (એનડીઆરઆરએમએ)એ આ માહિતી જાહેર કરી હતી.

એનડીઆરઆરએમએ પ્રમાણે, ગુમ થયેલા લોકોમાં સુરક્ષા બલના જવાન, પર્યટકો અને સામાન્ય નાગરિકો સામેલ છે.

આંકડા અનુસાર, ગુમ થયેલા પર્યટકોની સંખ્યા 529થી વધુ હોવાનું જણાવાયું છે. અધિકારીઓ પ્રમાણે, પૂર બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ અને પૂરે વેરેલા વિનાશ બાદ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રાહત-બચાવ અભિયાન ચાલુ છે.

કેવી રીતે ચલાવાઈ રહ્યું છે આ અભિયાન, જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

અગાઉ જણાવ્યું એમ નેપાળમાં ત્રાટકેલી કુદરતી આપત્તિ બાદ સંખ્યાબંધ લોકો ગુમ થયાના અહેવાલ છે. હવે, આ ગુમ થયેલા લોકોને શોધવા માટે તેમના પરિવારજનોએ પણ શોધખોળ આદરી છે.

ગુમ થયેલા લોકોના પરિવારજનો પોતાના સ્વજનની સલામતી માટે ચિંતિત જોવા મળ્યા હતા.

ચીન-નેપાળ સરહદ નજીક ભયંકર પૂરને કારણેી વાહનો, પુલ અને ઈમારતોને ભારે નુકસાન થયું છે.

સીસીટીવી ફૂટેજમાં કાદવ અને પાણીનું ધસમસતું વહેણ રસ્તા અને ઈમારતોને પોતાની ઝપેટમાં લેતું જોવા મળે છે.

નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, 291 વિદેશી નાગરિકો સહિત 384 લોકોનો સંપર્ક થઈ શક્યો નથી, જેમાં 100થી વધુ ભારતીયો છે.

રસુવા જિલ્લામાં ભારે જાનહાનિની આશંકા વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ કાઠમંડુની હૉસ્પિટલોમાં ચોવીસ કલાકથી વધુ સમયથી સંબંધીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

સરકારી આંકડા મુજબ આ પૂરના કારણે અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હૉસ્પિટલોમાં સતત ઍમ્બ્યુલન્સ આવી રહી છે અને લોકો પોતાના ગુમ થયેલા સ્વજનોની માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS