Home તાજા સમાચાર gujrati પીએમ કૅર્સ ફંડ : ખજાનામાં હજારો કરોડ જમા થયા, પરંતુ ખર્ચાયા માત્ર...

પીએમ કૅર્સ ફંડ : ખજાનામાં હજારો કરોડ જમા થયા, પરંતુ ખર્ચાયા માત્ર થોડા લાખ, થઈ રહ્યા છે સવાલો

5
0

Source : BBC NEWS

પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, ANI

જે પીએમ કૅર્સ ફંડની શરૂઆત, વર્ષ 2020માં માત્ર 2.25 લાખ રૂપિયાથી થઈ હતી, તેમાં 31 માર્ચ 2025 સુધીમાં 8,452 કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા હતા.

વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી.

પણ ટીકાકારોનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના અનેક ભાગમાં પૂર, ભૂસ્ખલન, વાવાઝોડાં અને અન્ય મોટી કુદરતી આફતો આવી. છતાં આ ફંડમાંથી પ્રમાણમાં ઘણી ઓછી રકમ ખર્ચવામાં આવી.

રસપ્રદ વાત એ છે કે ફંડની આવક અને તેમાં જમા કુલ રકમ સતત વધતી રહી છે, જ્યારે ખર્ચ સાવ મર્યાદિત રહ્યો છે. આ સ્થિતિમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ ફંડ ખાસ કરીને આફતમાં રાહત માટે બનાવવામાં આવ્યું છે, તો પછી જરૂરિયાત વખતે તેનો વધુ વ્યાપક સ્તરે ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો નથી.

શું કહે છે છેલ્લા ઑડિટના આંકડા?

પીએમ કેર્સ ફંડ, નરેન્દ્ર મોદી, પીએમ કેર્સ ફંડ સામે સવાલો, બીબીસી ગુજરાતી પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

પીએમ કૅર્સ ફંડના ઑડિટ રિપોર્ટ મુજબ, વર્ષ 2024-25માં મળેલા કુલ દાનમાંથી 479.04 કરોડ રૂપિયા દેશમાંથી દાન પેટે મળ્યા, જ્યારે વિદેશમાંથી આશરે 92 લાખ રૂપિયાનું દાન આવ્યું.

દાનની રકમ ઉપરાંત 475.14 કરોડ રૂપિયા આ ફંડને વ્યાજ પેટે પણ મળ્યા, જેમાંથી 469.37 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી)માંથી અને 5.76 કરોડ રૂપિયા બૅન્ક ખાતામાંથી આવ્યા.

આ ઉપરાંત 324.65 કરોડ રૂપિયા ફંડને એવી એજન્સીઓ પાસેથી રિફંડ તરીકે મળ્યા, જેમને અગાઉ કોઈ પ્રકલ્પ માટે નાણાં આપવામાં આવ્યાં હતાં.

આ કઈ એજન્સીઓ હતી અને આ નાણાં શા માટે પાછાં આપવામાં આવ્યાં તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ ઉપરાંત 13.49 લાખ રૂપિયા ટીડીએસ રિફંડ તરીકે પણ આ ફંડમાં આવ્યા.

છેલ્લા ઑડિટ મુજબ ફંડની કુલ રકમના 93 ટકા, એટલે કે 7,846 કરોડ રૂપિયા, ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી)માં મૂકવામાં આવ્યા છે.

પણ આ ફંડમાંથી નાણાં ખર્ચવાને લાગેવળગે છે ત્યાં સુધી, વર્ષ 2024-25માં ફક્ત 87.85 લાખ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા.

પીએમ કેર્સ ફંડના 2024-25ના રિપોર્ટ મુજબ, 2025 સુધીમાં તેનું ક્લોઝિંગ બૅલેન્સ 8,452 કરોડ રૂપિયા હતું, જ્યારે આ વર્ષે માત્ર 87.85 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, PM Cares Fund

આમાંથી 87.84 લાખ રૂપિયા પીએમ કૅર્સ ફૉર ચિલ્ડ્રન સ્કીમ અને 451 રૂપિયા ‘બૅન્ક ચાર્જિસ અને એસએમએસ ચાર્જિસ’માં ખર્ચાયા. પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ કયાં કામો માટે નાણાં આપવામાં આવ્યાં તેની માહિતી ઑડિટમાં આપવામાં આવી નથી.

કોવિડ-19 મહામારી અને દેશવ્યાપી લૉકડાઉનના થોડા દિવસો પછી, 27 માર્ચ, 2020ના રોજ પીએમ કેર્સ ફંડની નોંધણી એક પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ (જાહેર ધર્માદા ટ્રસ્ટ) તરીકે કરવામાં આવી હતી.

આ ફંડના અધ્યક્ષ વડા પ્રધાન છે અને સંરક્ષણમંત્રી, ગૃહમંત્રી તેમજ નાણામંત્રી તેના ટ્રસ્ટીઓ છે.

પણ આજ દિન સુધી એ માહિતી જાહેર કરવામાં આવી નથી કે આ ફંડમાં અત્યાર સુધી નાણાં આવ્યાં ક્યાંથી છે કે આ ફંડમાં કોણે-કોણે દાન કર્યું છે.

પીએમ કૅર્સની પારદર્શિતા અંગે ચિંતા?

પીએમ કેર્સ ફંડ, નરેન્દ્ર મોદી, પીએમ કેર્સ ફંડ સામે સવાલો, બીબીસી ગુજરાતી પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

પ્રોફેસર રીતિકા ખેરા જાણીતાં અર્થશાસ્ત્રી છે, જે હાલ દિલ્હીસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (આઇઆઇટી)માં કાર્યરત્ છે.

તેઓ કહે છે, “પીએમ કૅર્સ ફંડમાં પારદર્શિતા દેખાવ પૂરતી છે. સરકાર તેના ઑડિટ થયેલા નાણાકીય અહેવાલો જાહેર કરે છે. જોકે, તેમાં વિલંબ થાય છે, પણ આ ખુલાસો પોકળ છે, જેમાં વાસ્તવિક માહિતી નથી.”

અંજલિ ભારદ્વાજ એક સામાજિક કાર્યકર છે, જે માહિતીના અધિકાર, પારદર્શિતા અને જવાબદારીના મુદ્દાઓ પર કામ કરે છે.

તેમના મતે પણ પીએમ કૅર્સને બાબતે સૌથી મોટી ચિંતા પારદર્શિતાનો અભાવ જ છે.

તેઓ કહે છે, “આ ફંડ લોકોને આપત્તિ સમયે મદદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું, પણ આ ફંડમાં નાણાં ક્યાંથી આવી રહ્યાં છે અને ક્યાં ખર્ચવામાં આવી રહ્યાં છે તેની કોઈ માહિતી લોકોને આપવામાં આવી રહી નથી. આપણા દેશમાં માહિતી અધિકાર કાયદો છે, જેના હેઠળ લોકો એવાં તમામ સ્થાન પાસેથી માહિતી મેળવી શકે છે, જેમને મોટા પાયે જનતાનાં નાણાંથી સહાય મળે છે. પણ પીએમ કૅર્સ ફંડને આરટીઆઇ કાનૂનના દાયરામાંથી બહાર રખાયું છે.”

પીએમ કેર્સ ફંડ, નરેન્દ્ર મોદી, પીએમ કેર્સ ફંડ સામે સવાલો, બીબીસી ગુજરાતી પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

અંજલિ ભારદ્વાજના જણાવ્યા અનુસાર, આ ફંડ ઊભું કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે એ કેન્દ્ર સરકાર દ્વારા જ બનાવવામાં આવેલું ફંડ છે. અને તેથી તેમાં સીએસઆર (કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી)નાં નાણાં એકઠા કરવામાં આવ્યાં. તેમનું કહેવું છે કે શરૂઆતના કેટલાક દિવસોમાં જ આ ફંડમાં પીએસયુ (પબ્લિક સેક્ટર યુનિટ/જાહેર સાહસો) પાસેથી સીએસઆરનાં નાણાં તરીકે 3,000 કરોડ રૂપિયાથી વધુ રકમ લેવામાં આવી હતી. એ રકમ એમ કહીને લેવામાં આવી હતી કે કાયદા અને કંપનીઝ ઍક્ટની જોગવાઈઓ હેઠળ આ ફંડ કેન્દ્ર સરકારે બનાવ્યું હતું.

તેઓ કહે છે, “લોકોએ માહિતી માગવાનું શરૂ કર્યું કે નાણાં ક્યાં ખર્ચાઈ રહ્યાં છે, કેટલાં નાણાં ક્યાંથી આવી રહ્યાં છે, ત્યારે સરકારે કંપનીઝ ઍક્ટના નિયમોમાં પાછલી તારીખથી ફેરફાર કર્યો અને કહ્યું કે આ ફંડ કેન્દ્ર સરકારે બનાવ્યું નથી અને આરટીઆઇ ઍક્ટ હેઠળ આ ફંડ જાહેર સત્તા તરીકે ગણાતું નથી, તેથી આરટીઆઇ કાયદા હેઠળ કોઈ માહિતી આપી શકાય નહીં.”

ઘટતા ખર્ચ અંગે સવાલો

પીએમ કેર્સ ફંડ, નરેન્દ્ર મોદી, પીએમ કેર્સ ફંડ સામે સવાલો, બીબીસી ગુજરાતી પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

વર્ષ 2024-25માં પીએમ કૅર્સ ફંડમાં 8,452 કરોડ રૂપિયા હતા, પણ ખર્ચાયા માત્ર 87.85 લાખ રૂપિયા.

વર્ષ 2024-25માં થયેલા ખર્ચની સરખામણી અગાઉનાં વર્ષો સાથે કરીએ તો વર્ષ 2023-24માં 15.59 કરોડ રૂપિયા, 2022-23માં 437.87 કરોડ રૂપિયા, 2021-22માં 3,716.29 કરોડ રૂપિયા અને 2020-21માં 3,976.17 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

આ આંકડા પરથી સ્પષ્ટ થઈ જાય છે કે ખર્ચવામાં આવતી રકમ સતત ઘટી રહી છે અને હવે આ બાબત પર પણ સવાલો થઈ રહ્યા છે.

પ્રોફેસર રીતિકા ખેરા કહે છે, “ફંડની ફાળવણી અંગે નિર્ણય લેવા માટે કોઈ વ્યવસ્થા કે સમિતિ છે કે નહીં, એ જાણવાની લોકોને જરૂર છે. એ સમિતિમાં કોણ છે અને નિર્ણયો કયા આધારે લેવામાં આવે છે, એ પણ જાણવું જરૂરી છે. સાથોસાથ એ માહિતી પણ નિયમિતપણે જાહેર થવી જોઈએ કે દાન કોણ આપી રહ્યું છે અને ફંડનાં નાણાં કયા લોકો કે સંસ્થાઓને આપવામાં આવ્યાં છે.”

પીએમ કેર્સ ફંડની શરૂઆત વર્ષ 2020માં કોવિડ મહામારી દરમિયાન 2.25 લાખ રૂપિયાથી થઈ હતી
પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અંજલિ ભારદ્વાજ કહે છે, “સમજાતું નથી કે આટલાં બધાં નાણાં એકઠાં કરીને તેને એમનાં એમ જ કેમ મૂકી રખાયા છે? એવું તો છે નહીં કે દેશમાં આફત આવતી નથી. અલગ-અલગ રાજ્યોમાં ક્યાંક પૂર આવે છે, ક્યાંક બીજી કોઈ મુશ્કેલી આવે છે. કશો ખર્ચ જ ન કરવો હોય તો આ ફંડ એકઠું શા માટે કરવામાં આવે છે? આ મોટો સવાલ છે.”

વર્ષ 2024-25માં પીએમ કૅર્સ ફંડમાં આવેલા આશરે 325 કરોડ રૂપિયાના રિફંડ અંગે પણ અંજલિ ભારદ્વાજ સવાલ કરે છે.

તેઓ કહે છે, “આ રિફંડ શાથી થયું? શેના પર નાણાં ખર્ચવામાં આવ્યાં હતાં, જેને રિફંડ કરવામાં આવ્યાં?”

પોતાની વાત આગળ વધારતાં તેઓ કહે છે, “તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે સવા ત્રણસો કરોડ રૂપિયાનું રિફંડ આવ્યું છે, ત્યારે સવાલ એ જ ઊભો થાય છે કે પીએમ કૅર્સ ફંડમાંથી નાણાં ક્યાં આપવામાં આવ્યાં હતાં, કે રિફંડ કરાવવાની જરૂર પડી.”

29 માર્ચ, 2020ના રોજ કોવિડ-19નો સામનો કરવા માટે અર્ધલશ્કરી દળના જવાનોએ પોતાનું એક દિવસનું વેતન પીએમ કેર્સ ફંડમાં દાન કર્યું હતું  પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, ANI

આ જ રીતે વર્ષ 2024-25માં 87.84 લાખ રૂપિયા જે પીએમ કૅર્સ ફૉર ચિલ્ડ્રન સ્કીમ પર ખર્ચવામાં આવ્યા, તેના વિશે પણ ઑડિટમાં બીજી કોઈ માહિતી આપવામાં આવી નથી.

અંજલિ ભારદ્વાજ કહે છે, “કોઈ ચકાસવા માગે કે લોકોના ફાયદા માટે કોઈ કામ થઈ રહ્યું છે, બાળકો માટે કંઈક કામ થઈ રહ્યું છે, તો આ વાત લોકોથી છુપાવવાની શી જરૂર? આ માહિતી જાહેર થવી જોઈએ. લોકો ચકાસી શકે, ક્યાંક કોઈ ચિંતાની વાત હોય તો લોકો જોઈ શકે, ઑડિટ કરી શકે, એ માટે આ બધી માહિતી જાહેર કરવી ખૂબ જરૂરી છે. પણ એ માહિતી અપાઈ રહી નથી.”

ઇલેક્ટોરલ બૉન્ડ જેવી અપારદર્શિતા?

પીએમ કેર્સ ફંડની પારદર્શિતા અંગે સવાલો થઈ રહ્યા છે
 પીએમ કેર્સ ફંડની સત્તાવાર વેબસાઇટે આ આંકડા જાહેર કર્યા છે વર્ષ 2020માં પીએમ કૅર્સ ફંડની સ્થાપના આફત અને કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, ANI

પીએમ કૅર્સ ફંડમાં પારદર્શિતાના અભાવને ઇલેક્ટોરલ બૉન્ડના મામલા સાથે પણ સાંકળીને જોવાઈ રહ્યો છે.

ઇલેક્ટોરલ બૉન્ડ બાબતે સૌથી મોટી ચિંતા પણ પારદર્શિતાના અભાવની હતી. આ યોજનામાં લોકોને એ માહિતી મળતી ન હતી કે કઈ વ્યક્તિ કે કંપનીએ કયા રાજકીય પક્ષને કેટલાં નાણાં આપ્યાં. તેને કારણે રાજકીય દાનના સ્રોતને સમજવું લોકો માટે મુશ્કેલ બની જતું હતું.

અંજલિ ભારદ્વાજ કહે છે, “મહત્ત્વની વાત એ છે કે સરકાર આ પ્રકારની યોજનાઓ લાવે છે—ક્યારેક ઇલેક્ટોરલ બૉન્ડ લાવે છે, જે સંપૂર્ણપણે ગુમનામ હોય છે, તો ક્યારેક પીએમ કૅર્સ લાવે છે, જે એક ગુપ્ત ફંડ છે. પીએમ કૅર્સમાં સત્તાધારી પક્ષના નેતાઓ છે. વડા પ્રધાન અને યુનિયન કૅબિનેટના મંત્રીઓ તેમાં હોદ્દાની રુએ છે અને એમ કહેવાઈ રહ્યું છે કે આ તો ખાનગી ફંડ છે અને આ જાહેર સત્તા છે જ નહીં. તો તેના બદલામાં કંઈક મેળવવા માટે કંઈક આપવાની મોટી સંભાવના ઊભી થાય છે.”

પ્રોફેસર રીતિકા ખેરા કહે છે, “ક્યાંક હિતોનો ટકરાવ તો નથી ને એ જાણવું હોય, તો દાન કોણે આપ્યું છે તેની માહિતી જાહેર થવી જોઈએ. તો જ તેની તપાસ થઈ શકે છે. સરકાર સાથે સંકળાયેલા એક ફંડમાં નાણાં જઈ રહ્યાં હોય, ત્યારે તેની પાસેથી પારદર્શિતાની અપેક્ષા રાખવામાં આવે છે. પણ આ મામલામાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.”

તેઓ કહે છે, “બધું નિયમો અનુસાર થઈ રહ્યું હોય અને કોઈ ગેરરીતિ ન હોય, તો સરકારે દાન કોણે આપ્યું, નાણાં કોને મળ્યાં અને તેને ખર્ચવાના નિર્ણયો કેવી રીતે લેવામાં આવ્યા તેની માહિતી આપવામાં ખચકાટ ન અનુભવવો જોઈએ.”

અંજલિ ભારદ્વાજ કહે છે કે “પારદર્શિતા માટે પીએમ કૅર્સને આરટીઆઇ ઍક્ટના દાયરામાં લાવવું જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS