Source : BBC NEWS
ભારત-પાકિસ્તાનના ભાગલા સમયનાં પીડિત 96 વર્ષીય દાદી પાકિસ્તાન કેમ જવા માગે છે?
પ્રકાશિત
દિલ્હીના સરિતાવિહારનાં નિવાસી 96 વર્ષીય કમલેશ રાની 1947માં ભારત-પાકિસ્તાન વિભાજન અગાઉ સિયાલકોટ (પાકિસ્તાન)માં રહેતાં હતાં.
કમલેશ રાની વાતો કરતી સમયે અનેક બાબતો ભૂલી જાય છે. પણ જ્યારે સિયાલકોટની વાત નીકળે ત્યારે તેઓ જાણે કે ઉત્સાહમાં આવી જાય છે.
તેઓ કહે છે, “અમારું ત્રણ માળનું ઘર હતું. અમારી પાસે એક ગાય હતી અને એક ભેંસ પણ. અમારી ગલીની બહાર સિલાયકોટ રેલવે સ્ટેશન હતું. અમારાં માતાપિતાએ બહુ સુંદર નવું ઘર બનાવ્યું હતું. મારો જન્મ એ ઘરમાં થયો હતો. મારા પિતા ચુન્નીલાલ મારવાહા પાસે ત્રણ ભઠ્ઠી અને એક કારખાનું હતાં.
કમલેશ રાની કહે છે કે તેમના વિસ્તારમાં બધા ધર્મના લોકો એકબીજા સાથે સદભાવથી રહેતા હતા.
ભારત-પાકિસ્તાન ભાગલા અગાઉ અને બાદની પરિસ્થિતિને તેઓ કઈ રીતે જુએ છે.
જુઓ આ વીડિયો અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




