Home તાજા સમાચાર gujrati ભારતનું વિદેશ મંત્રાલય આ બાબતને તેની મોટી જીત કેમ ગણાવે છે? –...

ભારતનું વિદેશ મંત્રાલય આ બાબતને તેની મોટી જીત કેમ ગણાવે છે? – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

એફએટીએફ ભારત વિવેક અગ્રવાલ વિદેશ મંત્રાલય આતંકવાદ નાણા મની લૉન્ડ્રિંગ

ઇમેજ સ્રોત, PIB

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

ભારતને પહેલી વખત મની લૉન્ડ્રિંગ અને આતંકવાદને મળનારી આર્થિક સહાયતા પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષનું પદ મળ્યું છે.

ભારત સરકારના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલને આ પદ માટે પસંદ કર્યા છે. વિદેશ મંત્રાલય આ નિયુક્તિને ભારત માટે મોટી જીત ગણાવે છે.

વિવેક અગ્રવાલ હાલ સંસ્કૃતિ મંત્રાલયના સચિવ છે. તેઓ જુલાઈ 2026થી જૂન 2027 સુધી એફએટીએફના ઉપાધ્યક્ષનું પદ સંભાળશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, “એફએટેફમાં ભારતની મોટી જીત. ભારત સરકારના સચિવ વિવેક અગ્રવાલને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષ પસંદ કરાયા છે.”

“આતંકવાદની સામે ઝીરો-ટૉલરન્સ નીતિ પર આગળ વધતા ભારતનું આ નવા નેતૃત્વની ભૂમિકા વૈશ્વિક આતંકવાદી ફંડિંગ નેટવર્કથી લડવા અને અવૈધ નાણાકીય તંત્રને સમાપ્ત કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.”

“ભારતના એફએટીએફ પ્રતિનિધિમંડળના પૂર્વ પ્રમુખ અને એફઆઈયુ-આઈએનડીના પૂર્વ નિદેશક તરીકે તેમનો અનુભવ એફએટીએફના નાણાકીય તંત્રની વૈશ્વક અખંડતાને સુનિશ્ચિત કરવા માટેના મિશનમાં મદદ કરશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS