Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

‘મારી બાળકી આજે નહીં તો કાલે મરી જશે’, ગાઝા પટ્ટીમાં મહિલાઓ કેમ આવું કહી રહ્યાં છે?

15 મિનિટ પહેલા

ગાઝામાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષ શરૂ થયાને દોઢ વર્ષ કરતાં વધુનો સમય પસાર થઈ ગયો છે.

છતાં ગાઝાના લોકોનું કહેવું છે કે હજુ સુધી ગાઝા પટ્ટીના રહેવાસીઓની તકલીફો ઘટવાનું નામ નથી લઈ રહી, ઊલટાનું દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી હોવાની ફરિયાદ થઈ રહી છે.

યુએને ચેતવણી આપી છે કે લગભગ પાંચ લાખ બાળકો ગાઝામાં જીવલેણ ભૂખમરા સામે ઝઝૂમી રહ્યાં છે. ખરેખર ઇઝરાયલની સરકાર પાછલા બે માસથી પોતાની વ્યૂહરચનાનો ભાગ ગણાવી ગાઝામાં કોઈ ભોજનસામગ્રી નથી પહોંચવા દઈ રહી.

જોકે, સામેના પક્ષે ઇઝરાયલનું કહેવું છે કે ત્યાં ભોજનની કોઈ કમી નથી.

બીજી તરફ ગાઝામાંથી ભૂખથી પીડાતા પરિવારો અને ખાસ કરીને બાળકો અને તેમનાં માતાની કહાણીઓ સામે આવી રહી છે.

જુઓ, ગાઝામાં બાળકોની સ્થિતિ અંગેનો આ ખાસ અહેવાલ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગાઝા, ઇઝરાયલ-હમાસ સંઘર્ષ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS