Home તાજા સમાચાર gujrati રાહુલની નવ કલાકની રણનીતિ, પોલીસની કડક કાર્યવાહી અને ચૂંટણીપંચની પ્રતિક્રિયા, મંગળવારે શું...

રાહુલની નવ કલાકની રણનીતિ, પોલીસની કડક કાર્યવાહી અને ચૂંટણીપંચની પ્રતિક્રિયા, મંગળવારે શું થયું?

5
0

Source : BBC NEWS

મંગળવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધાં બાદ રાત્રે છોડી દેવાયાં હતાં

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતની રાજધાની નવી દિલ્હીમાં પોલીસે લગભગ નવ કલાક ચાલેલા વિરોધપ્રદર્શન દરમિયાન અગ્રણી વિપક્ષી નેતા રાહુલ ગાંધીની થોડા સમય માટે અટકાયત થઈ હતી.

રાહુલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથેના વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા હતા, જે મતદારયાદીઓના વિવાદાસ્પદ એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) સામે વિરોધ કરી રહ્યા હતા.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પોલીસે ઑલ ઇન્ડિયા રેડિયો કૅમ્પસથી અટકાયત કરીને બસમાં લઈ ગઈ હતી. મંગળવારે, સેંકડો પોલીસ અધિકારીઓએ તેમને ચૂંટણીપંચના મુખ્યાલય તરફ કૂચ કરતા અટકાવ્યા હતા. જોકે સાંજે બંને ભાઈ-બહેનને છોડી દેવાયાં હતાં.

વિપક્ષી નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની અને મતદારયાદીમાં થયેલા વિવાદાસ્પદ ફેરફારોને રદ કરવાની માગ કરી રહ્યા છે, જેના કારણે 13 કરોડથી વધુ નામો દૂર થયાં છે.

વિરોધ પક્ષોનો આરોપ છે કે આ પ્રક્રિયાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસક પક્ષને અન્યાયી રીતે ફાયદો થાય છે. ચૂંટણીપંચ અને નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષે આ આરોપોને નકારી કાઢ્યા છે.

મંગળવારે થયેલું હાઇવોલ્ટેજ શક્તિ પ્રદર્શન

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી

ચૂંટણીપંચ સુધી માર્ચ રોકી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઘણા કલાકોથી આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠાં હતાં.

ધરણાં પર બેઠેલા રાહુલ ગાંધીએ તેમના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ અને પ્રિયંકા ગાંધી એક પોલીસ અધિકારી સાથે વાતચીત કરતા જોવા મળ્યાં હતાં.

પોલીસે તેમને ત્યાંથી હટી જવા માટે કહ્યું, પરંતુ બંને ત્યાં જ અડગ રહ્યા. વિરોધ પક્ષના નેતાઓનો વિરોધ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગને લઈને છે.

પોલીસ અધિકારીને રાહુલ ગાંધી કહે છે, “હું તો ફક્ત બેઠો છું.” તેના જવાબમાં પોલીસ અધિકારી તેમને કહે છે, “સર, ઘરે ચાલી જાઓ.”

રાહુલ જવાબ આપે છે, “શું હું ફક્ત ઘરે જ જઈ શકું? દેશમાં ક્યાંય બીજે જઈ શકતો નથી? હું રાજકીય વ્યક્તિ છું. હું ઘરમાં બેસી શકતો નથી. તમે મને એવી કોઈ જગ્યા બતાવી દો જ્યાં જઈને હું બેસી શકું.”

ત્યાર બાદ આકાશવાણી ભવનમાં ધરણા પર બેઠેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ત્યાંથી હટાવી દીધાં હતાં. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લઈને કિંગ્સવે કૅમ્પ લઈ જવાયાં હતાં.

થોડા કલાકો બાદ તેમને મંગળવાર રાત્રે અટકાયતમાંથી છોડી દેવામાં આવ્યાં હતાં.

અટકાયતમાં લેવાયા બાદ કૉંગ્રેસે રાહુલ ગાંધીને “જબરદસ્તી” લઈ જતી પોલીસનો વીડિયો શૅર કરીને ઍક્સ પર લખ્યું હતું કે, “બધું યાદ રાખવામાં આવશે.”

આ પહેલા કૉંગ્રેસેન ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, “મોદી-શાહે આકાશવાણી ભવનમાં પોલીસ મોકલી છે, જે જબરદસ્તીથી વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી અને સાંસદોને ઉઠાવી રહી છે. મોદી પોલીસીયા દમનના સહારે અવાજ દબાવવા માગે છે, પરંતુ યાદ રાખો – હવે આ હંકાર દબાવાની નથી, ગદ્દાર જ્ઞાનેશને જવું જ પડશે.”

ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપ વિશે શું કહ્યું?

રાહુલની નવ કલાકની રણનીતિ, પોલીસની કડક કાર્યવાહી અને ચૂંટણી પંચની પ્રતિક્રિયા, મંગળવારે શું શું થયું?

કેન્દ્રીય ચૂંટણીપંચે મંગળવારે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ નિવેદનમાં જણાવાયું છે કે ‘દેશના કેટલાક સાંસદોએ 6 ઑક્ટોબરના રોજ ચૂંટણીપંચને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બપોરે 4 વાગ્યા સુધી અમને મુલાકાત માટે કોઈ વિનંતી કરવામાં આવી નહોતી. તેથી આજે વિપક્ષના પ્રતિનિધિમંડળ સાથે બેઠક થઈ શકી નથી.’

ચૂંટણીપંચે પોતાના નિવેદનમાં જણાવ્યું કે મીડિયા મારફતે જાણ થઈ હતી કે કેટલાક સાંસદો પોતાના પ્રતિનિધિમંડળ સાથે પંચને મળવા માગતા હતા. અહીં સ્પષ્ટ કરવામાં આવે છે કે બપોરે 4 વાગ્યા સુધી કોઈ રાજકીય પક્ષ, તેમના પ્રતિનિધિમંડળ અથવા નેતાએ પંચ પાસે મુલાકાત માટે સમય માગ્યો નહોતો.

‘સાંજે 4 વાગ્યે દિલ્હી પોલીસ મારફતે જાણ થઈ કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળનું એક પ્રતિનિધિમંડળ પંચને મળવા અને તેમને એક પ્રસ્તાવ રજૂ કરવા ઇચ્છે છે.’

પંચે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે ‘ચૂંટણીપંચે વર્ષ 2025માં રાજકીય પક્ષો, તેમના પ્રતિનિધિમંડળો અને નેતાઓ સાથે મુલાકાત માટે એક પ્રક્રિયા તૈયાર કરી છે.’

ભાજપે શું કહ્યું?

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી

ઇન્ડિયા બ્લૉકના માર્ચ અને રાહુલ ગાંધીના આરોપો પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ માર્ચ કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો તરફથી “અરાજકતા ફેલાવવાનો અને રાહુલ ગાંધીને ફરીથી લૉન્ચ કરવાનો” વધુ એક પ્રયાસ છે. તેમણે રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ પણ લગાવ્યો.

પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ફૉર્મ-6ને ગેરકાયદેસર ગણાવ્યું નથી, પરંતુ આ મામલે નોટિસ જારી કરી છે અને આગળ તેની તપાસ કરવામાં આવશે. તેમણે રાહુલ ગાંધી પર આ મુદ્દે દેશમાં “ભ્રમ” ફેલાવવાનો આરોપ લગાવ્યો.

તેમણે કહ્યું, “SIRનો વિરોધ કરીને શું કૉંગ્રેસ 2.8 કરોડ મૃતકોના નામ મતદારયાદીમાં જાળવી રાખવા માગે છે? શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ‘વોટ ચોરી’થી સાંસદ બન્યા? જો SIR ગેરકાયદેસર છે, તો શું કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને હિમાચલની કૉંગ્રેસ સરકારો પણ ગેરકાયદેસર છે?”

ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી એસઆઈઆરને લઈને “ભ્રામક, પાયાવિહોણી અને અસંગત” વાતો કરી રહ્યા છે.

તેમણે કહ્યું, “ગેરહાજર, પોતાના સરનામેથી સ્થળાંતર કરી ચૂકેલા લોકો, મૃતકો અને નકલી મતદારોને કોઈ તપાસ વિના મતદાનનો અધિકાર આપીને કૉંગ્રેસ કોને ફાયદો પહોંચાડવા માગે છે?”

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS