Home તાજા સમાચાર gujrati વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો : સામાન્ય ટ્રેનો કરતાં કેટલી અલગ છે...

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો : સામાન્ય ટ્રેનો કરતાં કેટલી અલગ છે આ નવી ટ્રેન? જુઓ અંદરની તસવીરો

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી રેલવેએ હાલમાં જ બૅંગ્લુરુથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત સ્લીપર ટ્રેન લૉન્ચ કરી છે. વંદે ભારતની સ્લીપર ટ્રેનોમાં શું ખાસ છે? જુઓ તસવીરોમાં...

ભારતીય રેલવે દ્વારા જાન્યુઆરી 2026માં હાવડા અને ગુવાહાટી વચ્ચે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

અન્ય ટ્રેનો કલાકના મહત્તમ 130 કિલોમીટરની ઝડપે દોડતી હોય છે, જ્યારે વંદે ભારત સ્લીપર ટ્રેનની મહત્તમ ઝડપ કલાકના 180 કિલોમીટર સુધી પહોંચતી હોવાનું રેલવેનું કહેવું છે.

હવે ધીમે-ધીમે આ ટ્રેન દેશના અન્ય માર્ગો (રૂટ) પર પણ શરૂ કરવામાં આવી રહી છે.

રેલવેએ બૅંગ્લુરુ અને મુંબઈ વચ્ચે પણ આ નવી સ્લીપર ટ્રેન શરૂ કરી છે. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, સામાન્ય ટ્રેન દ્વારા આ પ્રવાસ પૂર્ણ કરવામાં 22થી 23 કલાક થાય છે, જ્યારે આ ટ્રેન દ્વારા માત્ર 11 કલાકમાં જ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકાય છે.

આ ટ્રેન આંધ્ર પ્રદેશમાંથી પણ પસાર થાય છે. બીબીસી તેલુગુના સંવાદદાતા અમરેન્દ્ર યાર્યાગડ્ડાએ આ ટ્રેનમાં મુસાફરી કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ટ્રેનમાં કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને તે સામાન્ય ટ્રેનોની સરખામણીમાં કેટલી અલગ છે, ચાલો જાણીએ.

બીબીસી ગુજરાતી

સામાન્ય ટ્રેનોના સેકન્ડ કે થર્ડ એસી કોચમાં ઉપરના બર્થ સુધી પહોંચવા માટે સરળ વ્યવસ્થા હોતી નથી, જ્યારે વંદે ભારતમાં સીડીની સુવિધા આપવામાં આવી છે.

લૉઅર, મિડલ અને અપર – એમ ત્રણેય બર્થ માટે અલગ અલગ લાઇટ મૂકવામાં આવી છે. આ ઉપરાંત, મિડલ અને અપર બર્થ માટે અલગથી USB અને ટાઇપ-સી (Type-C) ચાર્જિંગ પૉઇન્ટ્સ પણ આપવામાં આવ્યા છે.

બીબીસી ગુજરાતી

દરેક કોચમાં બંને બાજુ ડિસ્પ્લે સ્ક્રીન મૂકવામાં આવી છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રેન કયા સ્ટેશનની નજીક છે, તે કેટલું દૂર છે, કયા સ્ટેશન પર ઊભી છે અને હવે પછી કયું સ્ટેશન આવશે ? – વગેરે જેવી માહિતી તેના પર દર્શાવવામાં આવે છે.

શૌચાલય માટે પણ ડિસ્પ્લે સિસ્ટમ મૂકવામાં આવી છે. જ્યારે તે વપરાશમાં હશે, ત્યારે લાલ લાઇટ થશે.

બીબીસી ગુજરાતી

આ ટ્રેનમાં સંપૂર્ણપણે ઑટોમૅટિક દરવાજા છે, જ્યારે ટ્રેન પ્લૅટફૉર્મ ઉપર આવશે અને ઊભી રહેશે, ત્યારે દરવાજા ખુલશે. ટ્રેન પ્લૅટફૉર્મ છોડે, એ પહેલાં તે આપોઆપ બંધ થઈ જાય છે, જે સૅન્સર આધારિત છે.

રેલવેનું કહેવું છે કે જો એક કોચમાં આગ લાગે, તો તેને અન્ય કોચમાં ફેલાતી અટકાવવા માટે ઑટોમેટિક ડૉર લૉકિંગ સિસ્ટમ છે.

ગૅટ પરના સ્મૉક ડિટૅક્ટરને ધુમાડો જણાય એટલે તે દરવાજાને લૉક કરી દે છે.

દરેક બૉગીમાં સીસીટીવી કૅમેરા લાગેલા છે. ફર્સ્ટ ક્લાસ એસીના મુસાફરો તાળું મારી શકે તેવી લૉકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. દરવાજામાં એક બારી છે, જે અંદરના મુસાફરોને બહાર જોવાની સવલત આપે છે.

બીબીસી ગુજરાતી

ઍટેન્ડન્ટને બોલાવવા માટે બૅલ બટન છે. તેને દબાવવાથી કઈ કૅબિનમાંથી બટન દબાવવામાં આવ્યું છે.

શારીરિક રીતે વિકલાંગ લોકો પ્લૅટફૉર્મ પરથી ટ્રેનમાં ચઢી શકે તે માટે હંગામી રૅમ્પ હોય છે. આ સિવાય તેમના માટે વિશેષ રૅમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. શૌચાલય માટે નાનકડા રૅમ્પ જેવી સિસ્ટમ છે. જેનો ઉપયોગ કરીને વ્હીલચૅરનો ઉપયોગ થઈ શકે છે.

ઇમર્જન્સી ટૉક-બૅક યુનિટ પણ છે. જેમાં લૉકો પાઇલટ સાથે સીધી વાતચીત થઈ શકે છે. મુસાફરો માઇક્રૉફોન દ્વારા પોતાનો સંદેશો પહોંચાડી શકે છે. તથા તેની વાત સાંભળવા માટે સ્પીકર પણ હશે.

બીબીસી ગુજરાતી

ફર્સ્ટ એસીમાં ગરમ પાણીથી ન્હાવા માટેનો શાવર છે.

અન્ય ટ્રેનોમાં શૌચાલય એકબીજાની સામ-સામે હોય છે. જ્યારે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં તેને બાજુ-બાજુમાં રાખવામાં આવ્યા છે.

કોચમાં એક તરફ બંને પશ્ચિમી શૌચાયલ છે, જ્યારે બીજી તરફ એક ભારતીય અને એક પશ્ચિમી શૌચાલય છે. વૅક્યૂમ ઇવૅક્યૂશન સિસ્ટમને કારણે તેમાં વાસ નથી આવતી, એવું રેલવેનું કહેવું છે.

બીબીસી ગુજરાતી

મુસાફરોને ભોજન પૂરું પાડવા માટે કોચમાં બે ‘મિનિ પૅન્ટ્રી’ છે. તેમાં ભોજનને ગરમ કરવા માટે ઓવનની વ્યવસ્થા છે. પૅસેન્જર પોતાની જરૂરિયાત પ્રમાણે, સાદું, ગરમ કે ઠંડુ પાણી માગી શકે છે. ટ્રેનમાં રેફ્રિજેટરની પણ વ્યવસ્થા છે.

વિમાનમાં ભોજન પીરસવા માટે જે રીતે ટ્રૉલીની વ્યવસ્થા હોય છે, એવી જ વ્યવસ્થા આ ટ્રેનમાં કરવામાં આવી છે. ટ્રેનના મૅન્યૂમાં સ્થાનિક વ્યંજનોને સામેલ કરવામાં આવ્યાં છે.

બીબીસી ગુજરાતી

ટ્રેનમાં કુલ 16 કોચ છે અને તમામ ઍર કન્ડીશન્ડ છે. જેમાંથી 11 થ્રી-ટિયર, ચાર ટુ-ટિયર અને એક ફર્સ્ટ ક્લાસ છે.

ટ્રેનમાં 823 મુસાફરો સફર કરી શકે છે. પૅસેન્જર્સનું કહેવું છે કે મુસાફરીનો સમય ઓછો હોવા છતાં અન્ય ટ્રેનોની સરખામણીમાં ભાડા હોવાની મુસાફરો ફરિયાદ કરે છે. થોડા જાડા લોકો માટે સીટ અસહજ કરનારી છે અને હરફર માટેનું પેસેજ નાનું હોવાની ફરિયાદ કેટલાક મુસાફરોએ કરી છે. આ સિવાય ખોરાકની ફરિયાદ પણ કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયા ઉપર કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS