Source : BBC NEWS

અબ્દુલ રહીમ, કેરળ, ભારત, 'બ્લડ મની', ક્રાઉડ સોર્સિંગ ઍપ, સાઉદી અરેબિયા, બીબીસી ગુજરાતી

“મારી માતા ફાતિમા વર્ષોથી રાહ જોતી રહી છે, પરંતુ જ્યારે અબ્દુલ રહીમ તેમની સામે હશે, ત્યારે તેમને વિશ્વાસ નહીં થાય.”

આ શબ્દો અબ્દુલ રહીમના ભાઈ નસીરના છે. અબ્દુલ રહીમ માટે દુનિયાભરમાંથી, ખાસ કરીને કેરળના લોકોએ ‘બ્લડ મની’ હેઠળ 34 કરોડ રૂપિયા ક્રાઉડ સોર્સિંગ ઍપથી એકઠા કર્યા હતા.

બીબીસી તામિલ અનુસાર, સાઉદી અરેબિયામાં હત્યાના કેસમાં મોતની સજા પામેલા કેરળના ટ્રક ડ્રાઇવર અબ્દુલ રહીમ 20 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ ઘરે પરત ફર્યા છે.

46 વર્ષીય અબ્દુલ રહીમ ગુરુવારે સવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી રવાના થયા અને કોઝિકોડ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા.

ઍરપૉર્ટ પર તેમના પરિવાર, સામાજિક કાર્યકરો અને સામાન્ય લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

પત્રકારો સાથે વાત કરતા અબ્દુલ રહીમે ભાવુક થઈને કહ્યું, “એક એવો પણ સમય હતો કે મને લાગતું કે જીવતો રહીશ કે કેમ. એ બધા લોકોનો આભાર માનીને પોતાની વાત પૂરી ન કરી શકું, જેમણે મારો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અને મારી મદદ કરી.”

અબ્દુલ રહીમનાં પત્ની ઝૈનબા છેલ્લાં વીસ વર્ષથી તેમના પતિની મુક્તિની રાહ જોઈ રહ્યાં હતાં. તેમની ધરપકડ પછી તેમણે પરિવારની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી.

તેમના એક સંબંધીઓએ એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, “એક સમય હતો જ્યારે પરિવાર પાસે ખર્ચ ઉઠાવવા માટે પૈસા નહોતા. બાળઉછેરથી લઈને કોર્ટના ખર્ચ સુધી, અમારે બધું જ જાતે સહન કરવું પડતું હતું.”

અબ્દુલ રહીમને બે બાળકો છે. તેમનો પરિવાર કહે છે કે મોટી પુત્રી નાની ઉંમરે તેના પિતાથી અલગ થઈ ગઈ હતી અને તેના બીજા પુત્રના જન્મ પછીથી તે તેમને રૂબરૂ મળી શકી નથી.

અબ્દુલના ભાઈ નાસિર રહીમે પત્રકારોને જણાવ્યું હતું કે બાળકો ફોન પર વાતચીત દરમિયાન ઘણી વાર રડતાં હતાં.

તેમણે કહ્યું, “અમે વર્ષોથી તેમનો સંપર્ક કરી શક્યા ન હતા. અમને ડર હતો કે દરેક ફોન કૉલ અમારો છેલ્લો હશે.”

અબ્દુલ રહીમ, કેરળ, ભારત, 'બ્લડ મની', ક્રાઉડ સોર્સિંગ ઍપ, સાઉદી અરેબિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Photo Credit : Naseer

અબ્દુલ રહીમના ભાઈ નસીરની આ હતાશાનાં મૂળ 20 વર્ષ જૂનાં છે. નસીરના પરિવારને આ મુશ્કેલી ત્યારે વેઠવી પડી, જ્યારે નવેમ્બર 2006માં રહીમે કોઝિકોડમાં ઑટો-રિક્ષા ચલાવવાનું છોડીને સાઉદી અરેબિયામાં ડ્રાઇવરની નોકરી માટે જવાનો નિર્ણય કર્યો.

રહીમને પોતાની નવી નોકરી શરૂ કર્યાને માત્ર 28 દિવસ થયા હતા.

તેમને 17 વર્ષના એક લકવાગ્રસ્ત છોકરાની સારસંભાળનું વધારાનું કામ સોંપાયું હતું, પરંતુ આ દરમિયાન રહીમ પર પોતાના માલિકના પુત્રની હત્યાનો આરોપ લાગ્યો.

રહીમનું કહેવું હતું કે છોકરો કારની પાછળની સીટ પર બેઠો હતો અને ભૂલથી તેનું શ્વાસ લેવાનું ઉપકરણ નીકળી ગયું હતું. રહીમ તેને રિયાધની એક હાઇપરમાર્કેટમાં લઈ જતા હતા.

રહીમના પરિવારના સભ્યો અને સમિતિના સભ્યોની ચિંતા એટલે વધી ગઈ કે રહીમની આજીવન કારાવાસની સજા 20 મેના રોજ પૂરી થઈ હતી.

નસીરને બીબીસી હિન્દીને જણાવ્યું, “ધરપકડના છ મહિના બાદ મારા પિતાને આ વિશે ખબર પડી. તેઓ બહુ પરેશાન થઈ ગયા અને ઊંડા વિચારમાં ખોવાઈ ગયા.”

“તેમણે પોતાને બધાથી અલગ કરી લીધા. કેટલાક મહિના બાદ તેમનું નિધન થઈ ગયું.”

બે વર્ષ પહેલાં જ્યારે ‘બ્લડ મની’ આપી દેવાઈ ત્યારે નસીરનાં માતા બધાને એમ કહેતાં કે રહીમ “એક દિવસ ઘરે ચોક્કસ આવશે.”

તેઓ આ આશાને સહારે જીવતાં હતાં.

પરંતુ આ વર્ષો દરમિયાન વિભિન્ન કોર્ટમાં અનેક અપીલો દાખલ કરાઈ. કિંગની સામે મૃત્યુદંડથી માફી માટે પણ વિનંતી કરાઈ, પરંતુ રહીમ પર હંમેશાં એક જોખમ તોળાઈ રહ્યું હતું.

‘દરેક રમઝાન આંસુઓ સાથે પસાર થયો’

અબ્દુલ રહીમ, કેરળ, ભારત, 'બ્લડ મની', ક્રાઉડ સોર્સિંગ ઍપ, સાઉદી અરેબિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Photo Credit : Naseer

અબ્દુલ રહીમનાં માતા ફાતિમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “દરેક રમઝાન અને દરેક ઈદ મારા પુત્ર વિના પસાર થતી હતી. મને ખબર નહોતી કે તે પાછો આવશે કે નહીં.”

અબ્દુલ રહીમના પિતા મોહમ્મદ કુટ્ટીનું મૃત્યુ તેમના પુત્ર જેલમાં હતા ત્યારે થયું હતું.

તેમના સંબંધી અબુ બકરે બીબીસી તામિલને જણાવ્યું, “તેમની છેલ્લી ઇચ્છા તેમના પુત્રને પાછો જોવાની હતી.”

તેમનાં માતા ફાતિમા ભાવુક થઈને કહ્યું, “હું મારા પુત્રને ફરીથી જોવાની આશામાં દરરોજ રડતી હતી. આજે, અલ્લાહે મારા પુત્રને મને પાછો આપ્યો છે.”

34 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા કર્યા?

અબ્દુલ રહીમ, કેરળ, ભારત, 'બ્લડ મની', ક્રાઉડ સોર્સિંગ ઍપ, સાઉદી અરેબિયા, બીબીસી ગુજરાતી

અબ્દુલ રહીમ લીગલ આસિસ્ટન્ટ સમિતિના સભ્ય અશરફ વેંગાટે બીબીસી હિન્દીને જણાવ્યું, “2011માં જ્યારે પહેલી વાર મોતની સજા સંભળાવાઈ ત્યારે અમે બાળકના પિતા સાથે વાતચીત શરૂ કરી હતી, પરંતુ જૂન 2024માં મોતની સજાને ઉંમરકેદમાં ફેરવી દેવાઈ.”

જોકે આ દરમિયાન સમિતિના સભ્યોએ રિયાધસ્થિત ભારતીય દૂતાવાસના તત્કાલીન વેલફેર ઑફિસર યુસૂફ કુન્નુમલ સાથે મળીને કાયદાકીય લડાઈ ચાલુ રાખી.

તેમજ છોકરાના પરિવારના સભ્યો પાસે માફી માટે વાતચીત પણ શરૂ થઈ ગઈ.

યુસૂફ કુન્નુમલે બીબીસી હિન્દીને જણાવ્યું, “ઑક્ટોબર 2019માં એક વકીલના માધ્યમથી ગંભીર વાતચીત શરૂ થઈ.”

“ઑક્ટોબર 2023માં અમે એક આંતરિક કરાર પર પહોંચી શક્યા. ત્યારે પરિવાર ‘બ્લડ મની’ તરીકે 15 મિલિયન સાઉદી રિયાલ કે ભારતીય ચલણમાં 34 કરોડ રૂપિયા (એ સમયના દરના હિસાબે) સ્વીકાર કરવા પર સહમત થયો.”

જોકે રહીમનો પરિવાર આટલી મોટી રકમ ભેગી કરવામાં અસમર્થ હતો. ‘અબ્દુલ રહીમ લીગલ આસિસ્ટન્ટ સમિતિ’ને એક ચૅરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવાઈ.

નસીરે કહ્યું કે “શરૂઆતનાં કેટલાંક અઠવાડિયાંમાં ક્રાઉડ સોર્સિંગ ઍૅપ માત્ર બેથી ત્રણ કરોડ રૂપિયા આવ્યા હતા. પછી અચાકન સ્થાનિક ચૅનલો, યૂટ્યૂબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સરના માધ્યમથી આ સમાચાર ફેલાઈ ગયા અને વાત દૂર દૂર સુધી પહોંચી ગઈ. એટલે સુધી કે મંદિરો અને ચર્ચોએ પણ મારા ભાઈ માટે પૈસા ભેગા કરવા અપીલ કરી.”

બિઝનેસમૅન બૉબી ચેમ્મનૂરે (ચેમ્મનૂર જ્વેલર્સ) ફંડમાં એક કરોડ રૂપિયાનું યોગદાન આપ્યા બાદ ફંડ એકઠું કરવા માટે તિરુવનંતપુરમથી એક બસ ચલાવાઈ.

રાજકીય પાર્ટીઓ અને મલયાલમ ફિલ્મજગતની હસ્તીઓએ પણ આમાં યોગદાન આપ્યું.

ક્રાઉડ સોર્સિંગ ઍપથી 47 કરોડની રકમ જમા થઈ ગઈ

અબ્દુલ રહીમ, કેરળ, ભારત, 'બ્લડ મની', ક્રાઉડ સોર્સિંગ ઍપ, સાઉદી અરેબિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Photo Credit : Naseer

અશરફે જણાવ્યું કે ક્રાઉડ સોર્સિંગ ઍપ પહેલી માર્ચ, 2024માં લૉન્ચ કરાઈ હતી.

તેમણે જણાવ્યું કે “આ રકમ વધીને 34 કરોડ રૂપિયા થઈ ગઈ. એ રમજાનનો 27મો દિવસ પણ હતો.”

“કદાચ આ કારણે લોકોએ ફાળો આપ્યો. જોકે આ લક્ષ્ય હાંસલ થઈ ગયા પછી એક બહુ અજીબ ઘટના ઘટી.”

અશરફે જણાવ્યું, “લોકોએ એ ખાતામાં પૈસા નાખવાનું ચાલુ રાખ્યું. કુલ રકમ 47 કરોડ સુધી પહોંચી ગઈ.”

“અમારા બૅન્ક ખાતામાં 13 કરોડ રૂપિયા જમા પડ્યા છે. જ્યારે રહીમ પાછા આવી જશે, ત્યારે સમિતિ નિર્ણય કરશે કે આ વધારાના પૈસાનું શું કરવું.”

સમિતિએ ‘બ્લડ મની’ વિદેશ મંત્રાલયને આપી દીધી છે અને વિદેશ મંત્રાલયે તેને રિયાધસ્થિત ભારતીય દૂતાવાસમાં મોકલી આપી છે.

અશરફે જણાવ્યું કે “ચેક રિયાધના ગવર્નર કાર્યાલયને સોંપી દીધો છે, જેને તેણે કોર્ટમાં જમા કરી દીધો છે.”

“બીજી જૂન, 2025ના રોજ કોર્ટે મોતની સજાને આજીવન કારાવાસમાં બદલવાનો નિર્ણય સંભાળાવ્યો.”

યુસૂફ કુન્નુમલે કહ્યું કે “આ બધું વકીલની મદદ વિના શક્ય નહોતું. એ વકીલ એ પરિવારનો સંબંધી પણ હતો.”

ભારતીય દૂતાવાસના આ નિવૃત્ત ઑફિસરે સાઉદી અરેબિયામાં નવ ભારતીયોને મોતની સજામાંથી બચાવ્યા છે.

રહીમ સિવાય આ નવ લોકોમાં પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશથી એક-એક વ્યક્તિ અને કેરળના પાંચ અન્ય લોકો સામેલ છે.

‘હું હવે સામાન્ય જીવન જીવવા માગું છું’

લગભગ 20 વર્ષ જેલમાં વિતાવનારા અબ્દુલ રહીમે કહ્યું કે તેઓ હવે તેમના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માગે છે.

તેમણે કહ્યું, “હવે મારે બીજા બધાની જેમ મારા પરિવાર સાથે સામાન્ય જીવન જીવવું પડશે. મારે મારી માતાની સંભાળ રાખવી પડશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS