Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images/Rupesh sonawne
2 કલાક પહેલા
તા. 22 એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે ચરમપંથી હુમલો થયો, જેમાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર તથા મૂળ સુરતના યુવાનનો સમાવેશ થાય છે. જોકે, આ ઘટનાક્રમે સુરતના એક પરિવારના લગભગ બે દાયકા પહેલાંના ઘાવને તાજા કરી દીધા છે.
સુરતનો આ પરિવાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયો હતો, ત્યારે ગુજરાતી મુસાફરોની બસ ઉપર ગ્રૅનેડથી હુમલો થયો હતો, જેમાં ચાર બાળક મૃત્યુ પામ્યાં હતાં અને છને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તમાંથી બાળક શિવાંગની જિંદગી એ દિવસથી હંમેશા માટે બદલાઈ ગઈ. પરિવારની ફરિયાદ છે કે એ સમયે ગુજરાત સરકાર દ્વારા જે વચન આપવામાં આવ્યું, તે પાળવામાં નથી આવ્યું.
એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. તાજેતરના હુમલા પછી વડા પ્રધાન મોદીએ જે વાત કહી છે, એવી જ કંઈક વાત તેમણે એ સમયે પણ કહી હતી.
જોકે, સુરતવાસીઓ મૃતક બાળકોને ભૂલ્યા નહીં અને તેમનાં માટે સ્મૃતિસ્થળ પણ તૈયાર કર્યું.
પહલગામના હુમલા સમયે જેવી રાજકીય સ્થિતિ હતી, કંઈક એવા જ સંજોગો એ દિવસોમાં પણ હતા, જેના કારણે આ હુમલો થયો હતો.
શું થયું હતું તે દિવસે?

ઇમેજ સ્રોત, Rupesh Sonawne
સુરતનો જરીવાલા પરિવાર ખૂબ જ ખુશ હતો, પરિવારની બે દીકરીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. અન્ય બાળકોની પરીક્ષાઓ પણ પતી ગઈ હતી, એટલે તેમણે વૅકેશન માણવા માટે જમ્મુ-કાશ્મીર જવાનું નક્કી કર્યું હતું.
તેમાં જરીવાલા કુટુંબનો વેવાઈ પરિવાર પણ જોડાયો હતો. એક જ પરિવારના 20થી વધુ લોકોએ સુરતસ્થિત ટ્રાવેલ્સ કંપની જોડે બુકિંગ કરાવ્યું હતું. તેઓ ટ્રેન મારફત જમ્મુ અને ત્યાંથી કાશ્મીર પહોંચ્યા હતા.
ટુર ઑપરેટર દ્વારા તા. 25મી મેના સાંજના સમયે તુલિપનાં ફૂલો માટે વિખ્યાત મુઘલ ગાર્ડન જોવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.
કોઈપણ પ્રવાસ કાર્યક્રમમાં થાય છે એમ, જરીવાલા પરિવારનાં બાળકો બસમાં આગળ બેઠાં હતાં. ધો. 10ની પરીક્ષા આપનારાં ક્રિષ્ના અને ખુશ્બુની સાથે ફૅનિલ, રૉબિન અને શિવાંગ પણ તેમની સાથે જ આગળની જ બેઠકોમાં હતાં.
શિવાંગ જરીવાલા એ સમયે 10 વર્ષનાં હતાં. એ ઘટનાક્રમને યાદ કરતાં શિવાંગ કહે છે, “અમે મુઘલ ગાર્ડન જઈ રહ્યાં હતાં, ત્યારે બે યુવાનો બાઇક ઉપર આવ્યા અને બસની પાસે ચલાવવા માંડ્યા. બસની બીજી બારી ખુલ્લી હતી. તેમણે બારીમાંથી બસમાં બૉમ્બ નાખ્યો, જે બહેનોના પગ પાસે પડ્યો અને પછી ધડાકો થયો.”
થોડી જ મિનિટોમાં પરિવારની જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ. એ ધડાકામાં ક્રિષ્ના, ખુશ્બુ, ફૅનિલ તથા રૉબિન મૃત્યુ પામ્યાં. શિવાંગના શરીરમાં ગ્રૅનેડના છરા ઘૂસી ગયા. તેમની કરોડરજ્જૂમાં ઈજા થવાને કારણે તેઓ જાતે હરીફરી શકતા નથી.
રાજકીય સંજોગો ત્યારે અને અત્યારે

ઇમેજ સ્રોત, Rupesh Sonawne
પહલગામમાં જે હુમલો થયો હતો તેને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસની ભારતયાત્રા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરેબિયાના પ્રવાસ સાથે જોડીને જોવામાં આવે છે.
વર્ષ 2006ના હુમલાના દિવસે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર કન્વૅન્શન સેન્ટર ખાતે હતા. કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થાય તે માટે તેઓ હુર્રિયતના નેતાઓ, બુદ્ધિજીવી તથા હિતધારકો સાથે મુલાકાત કરવાના હતા. જેમાં વિઘ્ન નાખવા માટે ઉગ્રવાદીઓ પ્રયાસરત હતા.
સુરતના જરીવાલા પરિવાર સાથે જે કંઈ બન્યું, તેના લગભગ એક અઠવાડિયા પહેલાંથી કાશ્મીરમાં હિંસક ઘટનાઓ ઘટી રહી હતી. એસએટીપીના ડેટા અનુસાર, એ અરસામાં સુરક્ષાબળો ઉપર ગ્રૅનેડ હુમલા થયા હતા અને પર્યટકોની બસ ઉપર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
દલ લૅક ખાતે જવા માટે પર્યટકબસો દ્વારા જે રૂટ લેવામાં આવે છે, તેના કરતાં અલગ રુટ એ દિવસે તેમણે લેવો પડ્યો હતો, કારણ કે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ યોજાઈ રહી હતી.
નરેન્દ્ર મોદીએ ત્યારે શું કહ્યું હતું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS