Home તાજા સમાચાર gujrati સૂર્યને કદાચ તમે આટલો નજીકથી ક્યારેય જોયો નહીં હોય, સામે આવી નવી...

સૂર્યને કદાચ તમે આટલો નજીકથી ક્યારેય જોયો નહીં હોય, સામે આવી નવી અદ્ભુત તસવીરો

4
0

Source : BBC NEWS

આ સૂર્યની સપાટીની અત્યાર સુધીની સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળી (હાઈ રિઝોલ્યુશન) તસવીરો બીબીસી ગુજરાતી ગુજરાત અંતરિક્ષ બ્રહ્માંડ આકાશગંગા આકાશ અવકાશ સુરજ સન

ઇમેજ સ્રોત, NSF/NSO/AURA/MPS

વિશ્વના સૌથી શક્તિશાળી સોલાર દૂરબીનનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ પહેલી વાર સૂર્યની સપાટીની અત્યાર સુધીની સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળી (હાઈ રિઝોલ્યુશન) તસવીરો અને વીડિયો કેદ કર્યાં છે.

આ તસવીરોમાં સૂર્યની સપાટી પર સર્જાતાં એવાં ‘વમળ’ (વ્હર્લપુલ) જોવા મળ્યાં છે, જેને અગાઉ ક્યારેય આટલી સ્પષ્ટ રીતે જોવાયાં નથી.

આ વમળ સૂર્યના ચુંબકીય ક્ષેત્ર અને તેના અંદરની અત્યંત ગરમ વાયુઓની સતત હલચલના કારણે સર્જાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ સતત ફરતી ગતિશીલ પ્રક્રિયાઓ જ સૂર્યમાંથી નીકળતા શક્તિશાળી ઊર્જા વિસ્ફોટોનું મુખ્ય કારણ છે.

આમાંથી જ ઉત્પન્ન થતું ‘સ્પેસ વેધર’ (અંતરીક્ષ હવામાન) પૃથ્વીનાં વીજળી ગ્રીડ, સંચાર વ્યવસ્થાઓ અને નેવિગેશન ઉપગ્રહોને અસર કરી શકે છે. એટલું જ નહીં અંતરીક્ષમાં કાર્યરત્ અવકાશયાત્રીઓ માટે પણ તે જોખમરૂપ બની શકે છે.

અમેરિકાની નૅશનલ સોલાર ઑબ્ઝર્વેટરી (એનએસઓ) સાથે સંકળાયેલા ડૉ. ડેવિડ બોબોલ્ટ્ઝ કહે છે, “સૂર્ય જ ઊર્જાનો અને સમગ્ર અંતરીક્ષ હવામાનનો મુખ્ય સ્રોત છે. પૃથ્વી તથા નજીકના અંતરીક્ષ પર અસર કરતું સમગ્ર સ્પેસ વેધર મૂળભૂત રીતે સૂર્યમાંથી જ ઉત્પન્ન થાય છે.”

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ સતત ફરતી ગતિશીલ પ્રક્રિયાઓ જ સૂર્યમાંથી નીકળતા શક્તિશાળી ઊર્જા વિસ્ફોટોનું મુખ્ય કારણ છે આ સૂર્યની સપાટીની અત્યાર સુધીની સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળી (હાઈ રિઝોલ્યુશન) તસવીરો બીબીસી ગુજરાતી ગુજરાત અંતરિક્ષ બ્રહ્માંડ આકાશગંગા આકાશ અવકાશ સુરજ સન

ઇમેજ સ્રોત, NASA/SDO

ડૉ. ડેવિડ બોબોલ્ટ્ઝે જણાવ્યું કે સૂર્યની અગાઉ કરતાં વધુ હાઈ રિઝોલ્યુશનની તસવીરો વૈજ્ઞાનિકોને અંતરીક્ષ હવામાનને વધુ સારી રીતે સમજવામાં અને ભવિષ્યમાં તેની વધુ સચોટ આગાહી કરવામાં મદદ કરશે.

તેમના જણાવ્યા મુજબ, “અંતરીક્ષ હવામાનને સમજવા અને તેનું ભવિષ્યવાણી આધારિત અનુમાન લગાવવા અમારે સૂર્યની ભૌતિક પ્રક્રિયાઓને સૌથી સૂક્ષ્મ સ્તર સુધી સમજવી પડશે.”

આ સંશોધનનાં તારણો પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સામયિક ‘નેચર’માં પ્રકાશિત કરાયાં છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ઇનોયે સોલાર ટેલિસ્કૉપની મદદથી શક્ય બની છે.

આ દૂરબીન અમેરિકાના હવાઈ રાજ્યમાં એક ઊંચી પર્વતચોટી પર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં સ્વચ્છ વાદળી આકાશ અને ધૂળરહિત વાતાવરણ અત્યંત સ્પષ્ટ અને ગુણવત્તાસભર તસવીરો લેવામાં મદદરૂપ બને છે.

સૂર્યની સપાટી પર ઝૂમ કરતાં વૈજ્ઞાનિકોએ ફરતાં વમળો (વૉર્ટિસિઝ)ની અત્યંત ઉચ્ચ-રિઝોલ્યુશનની તસવીરો કેદ કરી છે.

નૅશનલ સોલાર ઑબ્ઝર્વેટરી (એનએસઓ)ના ખગોળ વૈજ્ઞાનિક ડૉ. ડેવિડ કુરિડ્ઝેએ બીબીસી ન્યૂઝને જણાવ્યું, “આ ફરતી ગતિઓ ચુંબકીય ઊર્જા ઉત્પન્ન કરે છે. આ જ ઊર્જા એકત્રિત થઈને આગળ જતાં મોટા પાયે થતા સૌર વિસ્ફોટોનું કારણ બની શકે છે.”

આ શોધ સૂર્યની આંતરિક ગતિશીલતા અને પૃથ્વી પર અસર કરતા સ્પેસ વેધરને વધુ સારી રીતે સમજવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

અંતરીક્ષનું વિસ્ફોટક હવામાન

નાસા દ્વારા લેવાયેલી સૂર્યની એક તસવીર, જેમાં ઉત્સર્જન દેખાઈ રહ્યું છે આ સૂર્યની સપાટીની અત્યાર સુધીની સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળી (હાઈ રિઝોલ્યુશન) તસવીરો બીબીસી ગુજરાતી ગુજરાત અંતરિક્ષ બ્રહ્માંડ આકાશગંગા આકાશ અવકાશ સુરજ સન

ઇમેજ સ્રોત, NASA

વૈજ્ઞાનિકોએ સૂર્ય પર જે નવી ઘટનાની ઓળખ કરી છે તેને ‘કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ અસ્થિરતા’ કહેવાય છે.

આ ઘટના ત્યારે સર્જાય છે જ્યારે બે તરલ અથવા વાયુના સ્તરો (આ કિસ્સામાં સૂર્યના અત્યંત ગરમ વાયુઓ) એકબીજાની સમાનાંતર દિશામાં અલગ-અલગ ગતિએ વહેતા હોય.

આથી સર્જાતી નાની નાની હલચલ ધીમે ધીમે ફરતાં વમળો (વૉર્ટિસિઝ)નું સ્વરૂપ ધારણ કરી લે છે.

સમુદ્રમાં પણ આવું જ બને છે, જ્યાં નાનાં મોજાં સમય જતાં વિશાળ અને શક્તિશાળી મોજાંમાં પરિવર્તિત થઈ જાય છે.

નૅશનલ સોલાર ઑબ્ઝર્વેટરી (એનએસઓ)ના વૈજ્ઞાનિક ડૉ. ફ્રેડરિક વોએગરના જણાવ્યા મુજબ, સૂર્યની સપાટી પર આ ઘટનાની પુષ્ટિ થવાથી ન માત્ર સ્પેસ વેધર પાછળ કાર્યરત્ પ્રક્રિયાઓને સમજવામાં મદદ મળશે, પરંતુ સૂર્યની સપાટી એટલી અસાધારણ રીતે ગરમ કેમ રહે છે તે સમજવામાં પણ મદદ મળશે.

ઇનોયે સોલાર ટેલિસ્કૉપ અમેરિકાના હવાઈ રાજ્યમાં એક ઊંચી પર્વતચોટી પર સ્થાપિત કરવામાં આવ્યું છે, આ વિશ્વનું સૌથી શક્તિશાળી સૌર દૂરબીન છે આ સૂર્યની સપાટીની અત્યાર સુધીની સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળી (હાઈ રિઝોલ્યુશન) તસવીરો બીબીસી ગુજરાતી ગુજરાત અંતરિક્ષ બ્રહ્માંડ આકાશગંગા આકાશ અવકાશ સુરજ સન

ઇમેજ સ્રોત, NSF National Solar Observatory

ડૉ. બોબોલ્ટ્ઝે જણાવ્યું કે અંતરીક્ષ હવામાનને સમજવાની અને તેનાથી પોતાને સુરક્ષિત રાખવાની વ્યાવહારિક જરૂરિયાત ઉપરાંત, આ નવી શોધ એ પણ યાદ અપાવે છે કે સૂર્ય એક “અનોખી પ્રયોગશાળા” છે.

તેમણે કહ્યું, “સૂર્ય આપણો સૌથી નજીકનો તારો છે અને તે ભૌતિક વિજ્ઞાનના કેટલાક અત્યંત મૂળભૂત નિયમોને સમજવામાં અમને મદદ કરી શકે છે.”

“આઇન્સ્ટાઇનના સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંતનો પ્રથમ પ્રાયોગિક પુરાવો સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવેલાં અવલોકનોમાંથી મળ્યો હતો.”

તેમણે કહ્યું, “આથી માનવ જ્ઞાનને વધુ આગળ વધારવા આ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો ખૂબ જરૂરી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS