Source : BBC NEWS
આંધ્ર પ્રદેશના આ અંતરિયાળ વિસ્તારમાં ડ્રૉન કેવી રીતે સગર્ભા સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ બન્યું?
પ્રકાશિત
દક્ષિણ ભારતના આ અંતરિયાળ વિસ્તારમાં સગર્ભા સ્ત્રીઓ માટે ડ્રૉન હવે આરોગ્યસેવા પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે.
આંધ્ર પ્રદેશનાં જંગલો અને પહાડી વિસ્તારોમાં આવેલાં ગામોની સગર્ભાઓને પહેલાં સામાન્ય બ્લડ ટેસ્ટ માટે પણ ડુંગરાળ રસ્તાઓ પરથી ચાલીને અને કલાકો સુધી બસમાં મુસાફરી કરીને નજીકનાં શહેરોમાં જવું પડતું હતું.
આ માટે કામમાંથી સમય કાઢવો પડતો અથવા રોજિંદાં કામકાજ પણ મુલતવી રાખવાં પડતાં.
પાંચ મહિનાનાં ગર્ભવતી નવામીને હવે પોતાના ગામથી લગભગ છ કિલોમીટર દૂર આવેલા સ્થાનિક હેલ્થ સેન્ટર સુધી જવાનું રહે છે, જ્યાં તેઓ બ્લડ સૅમ્પલ આપે છે.
ત્યાર બાદ ડ્રૉન આ સૅમ્પલને લગભગ 70 કિલોમીટર દૂર આવેલા પાદેરુ શહેરની લૅબોરેટરી સુધી પહોંચાડે છે.
ડૉક્ટરોનું કહેવું છે કે, ડ્રૉનની સેવા શરૂ થયા બાદ ટેસ્ટના રિપોર્ટ માટેનો સમય ઘટ્યો છે. તેના કારણે બીમારીનું ઝડપથી નિદાન કરી સારવાર પણ વહેલી શરૂ કરી શકાય છે.
આ ડ્રૉન નેટવર્ક દ્વારા દવાઓ અને કટોકટીની જરૂરી સામગ્રી પણ પહોંચાડવામાં આવે છે. જોકે હવામાન, ડ્રૉન ઉડાડવાના સમય અને એર સ્પેસ સંબંધિત પ્રતિબંધોને કારણે તેની કામગીરી પર અસર થઈ શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




