Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
વડા પ્રધાન મોદીએ આજે ફ્લાયદુબઈના વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કૉલથી વાતચીત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, “આજે આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારી હિંમત, ધીરજ અને સૂઝબૂઝે આટલી સેકન્ડોમાં નિર્ણય કરીને લોકોને જીવ બચાવ્યો છે. આજે સમગ્ર દેશ કહી શકે છે કે અમે ભારતીયો કોઈનો જીવ લેનારા નથી, પણ જીવ આપી દેનારા છીએ.”
તેમણે સ્મિત મચ્છરને કહ્યું હતું કે, “તમે 140 કરોડ દેશવાસીઓનું માન વધાર્યું છે. હું હ્રદયથી ગર્વ અનુભવું છું.”
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ સમયે સ્મિત મચ્છરે ભાવુક થઈને કહ્યું હતું કે, “એ સમયે મને એવું લાગ્યું કે હવે જો મેં કંઈ ન કર્યું તો લોકોનું શું થશે. હું નીચે પડ્યો હતો. મને ઘાવ લાગી ચૂક્યા હતા. દરવાજો મારી નજીક હતો. મને થયું કે હું નહીં ઉઠું તો શું થશે? હું આટલા લોકોને મરવા ન દઈ શકું.”
સ્મિત મચ્છરે કહ્યું હતું કે વડા પ્રધાનનો ફોન આવવાથી મને ખૂબ ગર્વ થાય છે.
ત્યારબાદ પીએમ મોદી અને કૅપ્ટન સ્મિતે તેમના પરિવારજનો વિશે પણ વાતચીત કરી હતી.
પીએમ મોદીએ કૅપ્ટન સ્મિતને કહ્યું હતું કે ગુજરાતના સાવરકુંડલા અને વઢવાણમાં પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ યુએઈ અને સાઉદી સરકારનો પણ આભાર માન્યો હતો.
ત્યારબાદ બંનેએ ગુજરાતીમાં વાત કરી હતી અને ખબરઅંતર પૂછ્યા હતા.
ઘટના શું હતી?
દુબઈથી તેલ અવિવ જઈ રહેલું ફ્લાયદુબઈનું બૉઇંગ 737 મૅક્સ 8 વિમાન, જેમાં 174 લોકો સવાર હતા, કૉકપિટમાં કથિત રીતે થયેલી હિંસક અથડામણ બાદ સાઉદી અરેબિયાના તબુક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
માહિતી મુજબ, આ દરમિયાન કો-પાઇલટે કૅપ્ટન પર હુમલો કર્યો હતો. મુસાફરો અને ક્રૂ સભ્યોએ કથિત હુમલાખોરને કાબૂમાં લીધો, જ્યારે વિમાનમાં હાજર ફ્લાયદુબઈના બે પોઝિશનિંગ પાઇલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળ્યું અને તેને સુરક્ષિત રીતે ઉતાર્યું.
સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, “ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો અને ક્રૂના સભ્યો કૉકપિટમાં પ્રવેશ્યા, કો-પાઇલટને કાબૂમાં લીધો અને ફ્લાયદુબઈના અન્ય બે પાઇલટો, જે તે જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમણે વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી.”
આ વિમાનના પાઇલટ તરીકે ગુજરાતી મૂળના સ્મિત મચ્છર હતા અને તેઓ ઘાયલ થયા હોવાથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

વીડિયો, ઘરેણાં અને રોકડની રીલ્સ પોસ્ટ કરી અને ઘરમાંથી લાખો રૂપિયા સાફ થઈ ગયા, અવધિ 1,18
-

વીડિયો, ગુજરાતી મૂળના સ્મિત મચ્છરને મોદીથી લઈને ટ્રમ્પને કેમ ‘હીરો’ ગણાવ્યા?, અવધિ 1,41
-

વીડિયો, સ્વામિનારાયણ-ઍફિલ ટાવર વિવાદ બાદ કોણે રાજીનામું આપ્યું?, અવધિ 1,30
-

વીડિયો, ગુજરાતમાં આજે ક્યા વિસ્તારોમાં વરસાદ પડશે?, અવધિ 0,59
-

વીડિયો, ગુજરાતમાં આ લોકોએ રક્તદાન કરી શેનો વિરોધ કર્યો?, અવધિ 1,43
-

વીડિયો, ગુજરાત: ખેડૂતે લાખ રૂપિયાના બળદની જોડી આશ્રમમાં કેમ મૂકવી પડી?, અવધિ 2,01
-

વીડિયો, પડીકાં અને કેચપ ખાવાની આદતથી નાની ઉંમરમાં ટાઇપ-2 ડાયાબિટીસ થઈ જાય?, અવધિ 1,23
-

વીડિયો, દ્વારકા: ‘હું ખાલી ધારી લઉં તો…,’ પબુભા માણેકે ચૂંટણી વિશે શું દાવો કર્યો?, અવધિ 1,08
-

વીડિયો, અમદાવાદ: ‘એવી મોંઘવારી છે કે…’, લીંબુના ભાવ વધતાં લોકોએ શું કહ્યું?, અવધિ 2,40
-

વીડિયો, ભાવનગર: જૂના બંદર વિસ્તારમાં દેખાઈ ડૉલ્ફિન, લોકોનાં ટોળાં ઊમટ્યાં, અવધિ 0,33
-

વીડિયો, શકીરાનાં ગીતોને રાજસ્થાની અંદાજમાં ગાનારા કલાકારોને મળો, અવધિ 1,24
-

વીડિયો, નવસારી: એટલો બધો ગુલાલ ઉડાવ્યો કે રોડ પર જાડા થર જામ્યા, અવધિ 1,28
-

વીડિયો, આ પરિવારે ‘નકલી પાડું’ બનાવી ભેંસ સામે કેમ મૂક્યું?, અવધિ 1,51
શૉર્ટ વીડિયોનો અંત
SOURCE : BBC NEWS

















