Source : BBC NEWS
‘કોઈ ગાળો બોલે તો કોઈ મારે પણ ખરું’, ચોટીલાથી હિજરત કરી ગયેલા માલધારીઓની વ્યથા
સુરેન્દ્રનગરના ચોટીલાનાં કેટલાંક ગામોના આ માલધારીઓએ પાણીના અભાવે પોતાનાં ઘરબાર છોડ્યાં છે.
રાજાવાડ અને જસાપર સહિતનાં ગામોના આ પરિવારો પોતાનાં પશુઓને બચાવવા હિજરત કરીને ખેડા જિલ્લાના ગામોમાં જઈને વસ્યા છે.
ખેડાના ઢઠાલ અને ગોબલજ ગામની સીમમાં વસેલા આ પરિવારો હાલ કપરું જીવન વીતાવી રહ્યા હોવાનું તેમનું કહેવું છે.
આ પરિવારો હાલ કેવી સ્થિતિમાં અજાણી જગ્યાએ પર સંઘર્ષ કરી રહ્યા છે, તેમને કેવા કેવા અનુભવો થાય છે અને તેમની હાલત કેવી છે એ જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : સચીન પીઠવા
ઍડિટ : કૃણાલ દેસાઈ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




