Home તાજા સમાચાર gujrati ગુજરાતમાંથી ચોમાસાની વિદાય આગળ વધી, હવે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય આગળ વધી, હવે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું દુષ્કાળ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં વરસાદ હવે સતત ઘટતો જાય છે જેના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ જગ્યાએ અડધા ઇંચ વરસાદ પણ પડ્યો નથી.

છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં આઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના કપરાડા અને અમરેલીના લીલીયામાં 0.35 ઇંચ, અમરેલીના રાજુલા, ભાવનગરના જેસર અને મહીસાગરના કોઠંબા ત્રણેય તાલુકામાં 0.24 ઇંચ, નવસારીના ચીખલીમાં 0.16 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નેત્રંગ અને જાફરાબાદમાં એકથી બે મીમી વરસાદ નોંધાયો છે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગીર સોમનાથ અને અમરેલીમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7થી 11 સેમી વચ્ચે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ તથા કચ્છમાં છૂટીછવાઈ જગ્યાએ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં ગઈકાલે હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું.

ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું દુષ્કાળ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

દક્ષિણપશ્ચિમ ચોમાસાએ ભારતમાંથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.

હવામાન વિભાગ મુજબ પંજાબ, હરિયાણા, રાજસ્થાનના કેટલાક ભાગો, સમગ્ર દિલ્હી તથા ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.

હાલમાં ચોમાસાની વિદાયની લાઈન ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ઢોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પરથી પસાર થાય છે. દરમિયાન ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર એક ડીપ ડિપ્રેશન રચાયું છે જે પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે.

ગુજરાતમાં હવે કઈ જગ્યાએ વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું દુષ્કાળ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતના કેટલાક ભાગોમાં બે દિવસ સુધી હળવો વરસાદ પડવાની આગાહી છે. જેમાં 24 સપ્ટેમ્બરે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળે હળવો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આજે હવામાન સૂકું રહેશે.

25 સપ્ટેમ્બર, શુક્રવારે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, દીવમાં છૂટાંછવાયાં સ્થળે હળવો વરસાદ પડી શકે છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. કોઈ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

કયા જિલ્લામાં વરસાદની ઘટ છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું દુષ્કાળ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત

ઇમેજ સ્રોત, GSDMA

23 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 90 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં સાઉથ ગુજરાતમાં સૌથી વધારે 114 ટકા વરસાદ પડ્યો છે જ્યારે બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ છે.

કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 57.60 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 90 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશ 71 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 16 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 30 ટકા અને જામનગરમાં 43 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકામાં ફક્ત આઠ ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે જેમાં નવસારી જિલ્લામાં લગભગ 130 ટકા, વલસાડમાં 124 ટકા, ડાંગમાં 112 ટકા, ભરુચમાં 115 ટકા અને સુરત જિલ્લામાં સરેરાશ 116 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા (90 ટકા) અને તાપી (96 ટકા) એવા જિલ્લા છે જ્યાં 100 ટકા કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS